સોશિયલઃ આ પાકિસ્તાની મહિલા પર ભારતીય પ્રશંસકો કેમ કુરબાન?

નિવ્યા નવોરા

ઇમેજ સ્રોત, TWITTER/NIVYA NAVORA

પાકિસ્તાનની એક મહિલા વિશે સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા થઈ રહી છે. દુબઈમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રવિવારે રમાયેલી વન-ડે મૅચમાં આ મહિલા છવાયેલાં રહ્યાં હતાં.

આ મહિલા વિશે સોશિયલ મીડિયામાં જાતજાતની કૉમેન્ટ્સ થઈ રહી છે. કોઈ એવું કહી રહ્યું છે કે 'તુમ ચિકન કોરમા જૈસી, મેં કંકરવાલી દાલ પ્રિયે.'

કોઈએ એવું લખ્યું છે કે એક 'તુજકો પાનેકી ખાતિર પાકિસ્તાન જલા ડાલું, કોઈ ડાયરેક્ટર હાં કર દો ગદર-2 બના ડાલું.' તો કોઈએ લખ્યું, 'તુમને સિર્ફ ન મેરા દિલ જીતા હૈ, કિડની ઔર ફેફડા ભી.'

line

પ્રેમભરી કૉમેન્ટ્સ

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષે ફેબ્રુઆરીમાં લોકો આવી જ રીતે પ્રિયા-પ્રકાશના દિવાના થયા હતા.

સોશિયલ મીડિયા પર આવી પ્રેમભરી કૉમેન્ટ્સ થોડા સમય પહેલાં પ્રિયા-પ્રકાશ માટે લખવામાં આવતી હતી.

line

એક બાજુ હાર, બીજી બાજુ જીત

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશની વન-ડે મૅચો દરમ્યાન કૅમેરા ઘણી વખત આ મહિલા પર સ્થિર થયો હતો અને પછી ભારતીય પ્રશંસકો તેના દિવાના બની ગયા હતા.

એક બાજુ પાકિસ્તાની ટીમ હારી રહી હતી અને બીજી બાજુ એ પાકિસ્તાની મહિલા ભારતીયોનાં દિલ જીતી રહ્યાં હતાં.

દુબઈમાં રમાઈ રહેલી મૅચો દરમ્યાન આ મહિલા પાકિસ્તાન ક્રિકેટ ટીમની લીલા રંગની જર્સીમાં જોવા મળ્યાં હતાં, જ્યારે બાંગ્લાદેશ સાથેની મેચમાં તેઓ બ્લૅક આઉટફીટમાં સજ્જ થયાં હતાં.

line

કોણ છે આ મહિલા?

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

લોકો એવું અનુમાન કરી રહ્યાં છે કે આ મહિલા ક્રિકેટ ફૅન પાકિસ્તાનનાં છે. આ મહિલાનું નામ નિવ્યા નવોરા હોવાનો દાવો અનેક ન્યૂઝ વેબસાઇટ્સ દ્વારા કર્યો છે.

આ મહિલા સોશિયલ મીડિયામાં ઘણાં ઍક્ટિવ રહેતાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પણ ફેસબૂક તથા ટ્વિટર પર તેમના નામની અનેક પ્રૉફાઈલ છે.

એ પૈકીની કેટલીક તાજેતરમાં બનાવવામાં આવી છે, તો કેટલીક અગાઉ બનેલી છે. બધાં એકાઉન્ટ પર એશિયા કપ દરમ્યાનની તસ્વીરો શેર કરવામાં આવી છે.

line

વધુ મૅચ યોજવાની માગ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નિવ્યાના દીવાનાઓ હવે પાકિસ્તાન સાથે વધુ મેચો રમાય તેવું ઈચ્છે છે. કેટલાય લોકોએ ભારતીય ક્રિકેટ બૉર્ડને ટૅગ કરીને પાકિસ્તાન સાથે વધુ મૅચ યોજવાની માગણી કરી હતી.

કેટલાક લોકોએ ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમો વચ્ચેની મૅચને સદા યાદગાર ઘટના ગણાવી હતી.

એક ટ્વીટર યુઝરે લખ્યું હતું, "અપની સારી ખ્વાહિશોં કો તુમ પર વાર જાતે અગર તુમ ખેલતી તો અલ્લાહ કી કસમ હમ હાર જાતે."

line

કૅમેરામૅનને 'મૅન ઓફ ધ મૅચ'

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

ઘણા પ્રશંસકો મજાકમાં આ મહિલાને દરેક મૅચમાં ખોળી કાઢતા કૅમેરામૅનને 'મૅન ઑફ ધ મૅચ' પુરસ્કાર આપવાની માગણી પણ કરી રહ્યા હતા.

મૅચ જીતવા માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન આપવાની સાથે-સાથે લોકો કૅમેરામૅનને પણ અભિનંદન આપી રહ્યા છે.

ઘણા લોકો તો કૅમેરામેનને પ્રેમમાં નિષ્ફળતાનો ભોગ બનેલો, પણ ફરી પ્રેમની શોધ કરી રહેલો પુરુષ પણ ગણાવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો