ઉઝબેકિસ્તાન : આ દેશ ‘બીજું મક્કા’ બનવાને રસ્તે છે

મસ્જીદની તસવીર
ઇમેજ કૅપ્શન, ઉઝબેકિસ્તાનમાં આ પ્રકારની અનેક મસ્જિદો છે જ્યાં વર્ષ દરમ્યાન અનેક યાત્રીઓ આવે છે
    • લેેખક, રુસ્તમ કોબિલ
    • પદ, સંવાદદાતા, બીબીસી ઉઝબેક સેવા

ઉઝબેકિસ્તાન દુનિયાનું 'બીજું મક્કા' બનવા ચ્છે છે કે જ્યાં દર વર્ષે તમામ દેશોના તીર્થયાત્રાળુઓ દર્શનાર્થે આવે.

મધ્ય એશિયાના આ સૌથી વધુ વસતી ધરાવતા આ દેશમાં ઘણી પ્રાચીન સંરક્ષિત મસ્જિદો અને ઘણાં પ્રખ્યાત તીર્થસ્થાનો આવેલાં છે.

જે સિલ્ક રૂટ ઉપર આવતા સમરકંદ અને બુખારા જેવાં શહેરોમાં સ્થિત છે.

લાખો ઉઝબેક નાગરીકો માટે આ એક પવિત્ર સ્થળ છે.

બીજી તરફ ઉઝબેક સરકાર માટે આ પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો એક અગત્યનો અવસર પણ છે.

એ પણ ત્યારે, જયારે દશકાઓના અલગાવવાદી અને સત્તાવાદી શાસન પછી આ દેશ આઝાદ થયો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સમરકંદમાં ડઝનો ભવ્ય મકબરા આવેલા છે. ચગતાઈ મોગલોના ખાન, તૈમૂરલંગની કબર આ જ શહેરમાં છે.

તેમના સિવાય ખગોળ વિજ્ઞાની અલુધબેક અને પયગંબર મોહમ્મદના પિતરાઈ ભાઈ કુસમ ઇબ્ન અબ્બાસને પણ સમરકંદમા જ દફનાવવામાં આવ્યા હતા.

કુસમ ઇબ્ન અબ્બાસ જ સાતમી શતાબ્દીમાં ઇસ્લામને આ દેશમાં લઈને આવ્યા હતા.

line
કબરની તસવીર
ઇમેજ કૅપ્શન, દુનિયાના અનેક ધર્મ ગુરૂ અને વૈજ્ઞાનિકો સમરકંદમાં જ દફન કરાયા છે

જોકે, અહીંયા એક એવો મકબરો પણ છે જે સૌથી અલગ છે.

આ છે દાનિયારની કબર, જ્યાં પહોંચવા માટે દરેક સવારમાં સૈંકડો લોકો શહેરની બહારના વિસ્તારમાં સ્થિત એક પહાડની ટોચ ઉપર ચઢે છે.

પહાડની ટોચ ઉપર પહોંચવાનો રસ્તો પ્રાચીન શહેરના ખંડેરોમાં થઈને પસાર થાય છે.

આ રસ્તો પિસ્તા અને જરદાળુનાં ઝાડથી આચ્છાદિત છે. ચઢાણ દરમિયાન કેટલાક વિશાળકાય મકબરા પણ જોવા મળે છે.

પહાડની ટોચ ઉપર હવાની સાથે પક્ષીઓનો કલબલાટ પણ સંભળાય છે. કેટલાક લોકોની પ્રાર્થનાના સ્વરો પણ સંભળાય છે.

અહીંયા પરિવારો પિકનિક મનાવવા આવે છે અને બપોરનું ભોજન કરે છે, યુવાનો સેલ્ફી લેવામાં રત રહે છે.

પ્રવાસીઓની તસવીર
ઇમેજ કૅપ્શન, ઉઝબેકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે

મહત્ત્વની વાત એ છે કે અહીંયા આવનારા લોકોમાં ફક્ત મુસલમાન જ નથી.

અહીંયા ઈસાઈઓની પણ ખાસ્સી એવી સંખ્યા છે કેમકે આ જગ્યાનો ઉલ્લેખ બાઇબલમાં સેંટ ડૈનિયલ (એક પયગંબર)ના અંતિમ વિશ્રામ સ્થળ તરીકે કરવામાં આવ્યો છે.

ઉઝબેક લોકો પયગંબર ડૈનિયલને દનિયાર કહે છે.

ફીરદોવ્સી એક યુવા ગાઈડ છે. એ જણાવે છે, "મુસલમાન, ઈસાઈ અને યહૂદી અહીંયા સૌ આવે છે. તે સૌ અહીંયા પોતપોતાના ધર્મ અનુસાર પૂજા કરે છે."

સેંટ ડૈનિયલ એક યહૂદી હતા પરંતુ અમારા મુસ્લિમ સમાજના લોકો તેમનું એવી માન્યતા સાથે સન્માન કરે છે કે તેઓ અલ્લાહના પયગંબર હતા."

line
માતા દિકરીની તસવીર
ઇમેજ કૅપ્શન, દિલરબો (વચ્ચે) દિકરી સિતોરા અને દોહિત્રી દાનિયાર સાથે કબર જોવા આવ્યા છે.

દિલરબો જણાવે છે, "હું ઘણીવાર અહીંયા આવું છું. અહીંયા આવીને હું પયગંબર દાનિયારની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. તેઓ ફક્ત ઈસાઈઓના જ સંત નહોતા."

"તેઓ માનવતા માટે આવ્યા હતા. મેં તેમના સન્માનમાં મારા પૌત્રનું નામ દાનિયાર રાખ્યું છે."

અહીંયા દરરોજ એક મૌલાના બપોરે પ્રાર્થનાનું આયોજન કરે છે અને તે પછી લોકોને કતારબદ્ધ રીતે કબરને નજીકથી જોવાનો મોકો આપવામાં આવે છે. આ એક સાધારણ િમારત છે.

લગભગ 65 ફૂટ લાંબી અને મધ્ય-યુગી ઇસ્લામી શૈલીમાં આંતરિક રચના અને એક ગુંબજદાર છતની સાથે રેતીના રંગની ઈંટોથી બનેલી છે.

મકબરાની અંદર એક 18 મીટર લાંબી શબપેટી મૂકેલી છે. જેની ઉપર લીલા રંગનું એક મખમલનું કાપડ બીછાવેલું છે. એની ઉપર કુરાનની પવિત્ર આયતો લખેલી છે.

line
ઝાડની તસવીર
ઇમેજ કૅપ્શન, મકબરાની બહાર પિસ્તાનું એક ઝાડ છે જેને અડકીને લોકો દુવા માંગે છે.

રશિયાથી આવેલી ક્રિસ્ટીના અને ઇઝરાયલથી આવેલી સુઝૈને જણાવ્યું કે તેઓ ઈસાઈ છે અને તેમને ત્યાં આ સ્થાનનું બહુ મહત્ત્વ છે.

સુઝૈને કહ્યું કે ઈસાઈઓ આ મકબરા ઉપર આવીને પ્રાર્થના કરી શકે છે. એ ઉઝબેકના લોકોની સહિષ્ણુ હોવાની ઓળખ છે.

ઘણા લોકો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે પણ અહિયાં આવીને પ્રાર્થના કરે છે.

ઉપચાર માટે જાદુ-ટોણાનો ઉપયોગ કરવો અને ઇલાજ માટે સંતોના મકબરા ઉપર જઈને પ્રાર્થના કરવી, ઉઝબેકિસ્તાનની પરંપરાનો અગત્યનો ભાગ છે.

ઉઝબેક લોકો આજે પણ તે પરંપરાઓનું પાલન કરે છે જે અહિયાં ઇસ્લામના આવ્યાં અગાઉથી હતી.

ઉઝબેકિસ્તાનમા ઇસ્લામ 1300 વર્ષ પહેલાં આવ્યો પરંતુ લોકોએ પોતાની પરંપરા ઉપર ધર્મને હાવી થવા દીધો નહીં.

કદાચ આ જ કારણ છે કે સેંટ ડૈનિયલના મકબરા સાથે જોડાયેલી તમામ દંતકથાઓ અહિયાં કહેવામાં આવે છે.

line
કબરની તસવીર
ઇમેજ કૅપ્શન, સેંટ ડેનિયલની કબરની લંબાઈ 18 મીટર છે, જેના વિશે લોકો વિવિધ પ્રકારના કિસ્સા સંભળાવે છે.

ઉઝબેકિસ્તાન સરકારનો દાવો છે કે તેમને ત્યાં આવા સૈંકડો ઐતિહાસિક મકબરા છે.

જેમાંથી ઘણાને સોવિયત સંઘના સમયમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.

એક ધાર્મિક શાળાના વિદ્યાર્થી તરીકે યૂલદોશેવ કહે છે, "મધ્ય એશિયાનો ઇસ્લામ ઘણો લચીલો છે."

"તે સ્થાનિક પરંપરાઓ સાથે સમાવિષ્ટ અને મિશ્રિત છે. આ જ કારણસર અહીંયા ધર્મની વ્યાખ્યા વધુ સહિષ્ણુતાથી કરવામાં આવી છે."

"મકબરોની મુલાકાત લેવાની પરંપરા એક સૌમ્ય પરંપરા છે. એ અમારી સંસ્કૃતિનો જ એક ભાગ છે. એની રાજકીય ઇસ્લામ સાથે કોઈ લેણ-દેણ નથી."

line
મહિલાઓની તસવીર
ઇમેજ કૅપ્શન, ઉઝબેકિસ્તાનની રાજધાની તાશકંદમાં સ્થિત જાંગી-ઓટામાં આવેલા મકબરામાં દુવા કરતી મહિલાઓ

'રાજકીય ઇસ્લામ' એ બલા છે જેનો ઉઝબેક સરકારને બહુ ડર છે.

દિવંગત રાષ્ટ્રપતિ ઇસ્લામ કરીમોવના 26 વર્ષના નિરંકુશ શાસનમાં હજારો સ્વતંત્ર મુસલમાનોને જેલભેગા કરવામાં આવ્યા હતા.

જોકે, હવે ઉઝબેકિસ્તાનનો દાવો છે કે તે બદલાઈ રહ્યું છે.

વર્ષ 2016માં કરીમોવના મૃત્યુ બાદ સત્તામાં આવનાર, ઉઝબેકિસ્તાનના હાલના રાષ્ટ્રપતિ શવકત મીર્ઝિયોયેવએ એવો વાયદો કર્યો હતો કે દેશમાં પહેલાંથી વધુ ધાર્મિક સ્વતંત્રતા હશે.

રાષ્ટ્રપતિ શવકત મીર્ઝિયોયેવ હાલમાં જ તાશ્કંદમાં બનેલા સેંટર ઑફ ઇસ્લામિક સીવીલાઈઝેશનના આગેવાન પણ છે.

તેમનું માનવું છે કે નાસ્તિક સોવિયત સંઘમાં રહેતા ઉઝબેક લોકોમાં દેશમાંથી સામ્યવાદ ગાયબ થયા બાદ જ્ઞાનની અછત ઊભી થઇ ગઈ હતી.

આ નિવેદનમાં તેમનો ઈશારો 1990ના દશકામાં ભ્રમથી દોરાઈને તાલિબાન અને અલકાયદા સાથે જોડાયેલા સંગઠનોમાં ઉઝબેક યુવકો તરફ હતો.

નવી સરકારના અધિકારીઓને આશા છે કે પ્રાચીન સ્થાનિક પરંપરાઓ ઉપર ફરી ભાર મૂકવાથી દેશમાં ધાર્મિક કટ્ટરતા વિરુદ્ધ લડવું સહેલું બનશે.

રાષ્ટ્રપતિ શવકત મીર્ઝિયોયેવનું કહેવું છે, "કટ્ટરવાદ અજ્ઞાનતાનું પરિણામ હોય છે. અમે અમારા લોકોને 'જ્ઞાનનો ઇસ્લામ' શીખવવા ઇચ્છીએ છીએ."

line
મકબરાની તસવીર
ઇમેજ કૅપ્શન, તૈમૂરલંગના મકબરાની આબેહુબ મકબરાની તસવીર

એ પણ એક સચ્ચાઈ છે કે ઉઝબેકિસ્તાનમાં કોઈ નથી જાણતું કે ત્યાં મકબરાઓની સંખ્યા કેટલી છે.

કેટલાક અધિકારીઓ એની સંખ્યા બે હજારની આસપાસ જણાવે છે.

એ પણ સત્ય છે કે જો ઉઝબેક સરકાર આ મસ્જિદો અને મકબરાઓ ઉપર સરખી રીતે કાર્ય કરે તો દેશના પ્રવાસન ઉદ્યોગને આગળ વધારવામાં મદદ મળી શકે છે.

ઉઝબેકિસ્તાનની પર્યટન સમિતિના ડેપ્યુટી હેડ અબ્દુલ અઝીઝ અક્કુલોવ કહે છે, "ગત વર્ષે લગભગ 90 લાખ ઉઝબેક નાગરીકોએ તીર્થયાત્રા કરી અને આ મકબરાઓ ઉપર જઈને પ્રાર્થના કરી."

જોકે, વિદેશી પર્યટકોની સંખ્યા હજુ થોડી ઓછી છે.

ગત વર્ષે એક વર્ષમાં લગભગ 20 લાખ વિદેશી લોકો જ ઉઝબેકિસ્તાન ફરવા આવ્યા હતા.

મકબરાની તસવીર
ઇમેજ કૅપ્શન, સિલ્ક રુટ સિટી નામથી જાણીતા બુખારા શહેરમાં અનેક જાણીતી મસ્જિદ અને મકબરા છે

અધિકારીઓએ જણાવ્યું કે ઉઝબેકિસ્તાને હવે પડોશી દેશો માટે પોતાની સરહદો ખુલ્લી મૂકી દીધી છે અને વિઝાની શરતોને પણ હળવી કરી દીધી છે.

અબ્દુલ અઝીઝ અક્કુલોવ કહે છે, "વિશ્વ પ્રસિદ્ધ ઇસ્લામિક વૈજ્ઞાનિકો સિવાય ઇમામ અલ-બુખારી અને બહાઉદ્દીન નક્શબંદ જેવા વિદ્વાનોને પણ ઉઝબેકિસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે."

"આનો વ્યવસ્થિત પ્રચાર કરવામાં આવે તો ઇન્ડોનેશિયા, મલેશિયા, તુર્કી અને ભારત જેવાં દેશોમાંથી અમને આ ઐતિહાસિક સ્થળો માટે લાખોની સંખ્યામાં વધુ યાત્રાળુઓ મળી શકે છે."

અબ્દુલ અઝીઝ અક્કુલોવની વાતમાં ખરેખર દમ છે.

કેમકે 14મી શતાબ્દીનાં સુફી નેતા બહાઉદ્દીન નક્શબંદ જ આટલા મોટા અને લોકપ્રિય નેતા થઈ ગયા જેમના વિષયમાં કહેવાય છે કે દુનિયાભરમાં આજે પણ તેમના દસ કરોડ અનુયાયી છે.

સુફી નેતા બહાઉદ્દીન નક્શબંદનો મકબરો ઉઝબેકિસ્તાનના બુખારા શહેરમાં આવેલો છે જ્યાં હજુ ફક્ત ઉઝબેક નાગરીકો જ જઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો