You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
LGBTની ઓળખ બનેલા મેઘધનુષી રંગોના ઝંડાની કથા
ભારતની સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી હટાવતા જ ચોમેર ઇન્દ્રધનુષી રંગો વાળાં ઝંડા ગર્વથી લહેરાવવા લાગ્યા!
સાત રંગોનો આ ઝંડો દુનિયાભરમાં LGBT (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર) સમુદાયની ઓળખ છે. વિશ્વના સમલૈંગિક લોકો પોતાની એકતા વ્યક્ત કરવા માટે આ રંગોને લહેરાવતા જોવા મળે છે.
માનવ અધિકાર કાર્યકર્તા પીટર ટૅટચલે કહ્યું, "મને નથી લાગતું કે વિશ્વમાં કોઈ પણ અન્ય પ્રતીકને આવી માન્યતા મળી હોય!"
આ ઇન્દ્રધનુષી ઝંડાને 1978માં LGBT સમુદાયના પ્રતીકના તરીકે માન્યતા આપવામાં આવી હતી.
સાન ફ્રાન્સિસ્કોના કલાકાર ગિલ્બર્ટ બૅકરે આઠ રંગો વાળી ડિઝાઈન રજુ કરી હતી. આ ઝંડો ૨૫ જૂને ‘ગે ફ્રીડમ ડે’ ઉપર પહેલીવાર લહેરાવવામાં આવ્યો હતો.
બૅકરે કહ્યું હતું કે તે આ ઝંડા દ્વારા વિવિધતા બતાવવા ઇચ્છતા હતા અને કહેવા માગતા હતા કે તેમની જાતીયતા તેમનો માનવ અધિકાર છે.
શું તમે આ વાંચ્યું?
સાન ફ્રાન્સિસ્કો પછી આ ઝંડો ન્યૂયોર્ક અને લૉસ એંજલસમાં લહેરાવવામાં આવ્યો. વર્ષ 1990 સુધીમાં આ ઝંડો દુનિયાભરમાં LGBT સમુદાયનું પ્રતીક બની ગયો.
સૌથી પહેલા રેઇનબો ફ્લેગમાં આઠ રંગ હતા અને દરેક રંગ જિંદગીનો એક અલાયદા પાસાને વ્યક્ત કરતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રંગોનાં અર્થ
- ગુલાબી - જાતીયતા (સેક્શ્યુઆલિટી)
- લાલ - જિંદગી
- નારંગી - સારવાર
- પીળો - સૂર્યનો ઉજાસ
- લીલો - પ્રકૃતિ
- ફિરોઝી - કળા
- આસમાની - સૌહાર્દ
- જાંબલી - માનવીય આત્મા
પછીથી આ રંગોને ઘટાડીને છ રંગ કરી દેવામા આવ્યા. ફિરોઝી રંગની જગ્યા આસમાની રંગે લઇ લીધી અને જાંબલી રંગને હટાવી દેવાયો.
ફ્લૅગ ઇન્સ્ટિટ્યૂટના ગ્રાહમ બાર્ટમ કહે છે, "આ ઝંડાને આટલો પસંદ કરવામાં આવ્યો એનું કારણ તેની સાદગી છે જે સૌને સાથે લઈને ચાલે છે. આ ઑલિમ્પિક રિંગ્સ જેવો જ છે. એ રિંગ્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ભાગ લેનારા તમામ દેશોના ઝંડાના રંગો એમાં સામેલ થઈ શકે."
બાર્ટમ કહે છે કે જો બૅકરે આ ઝંડાની સાથે કોઈક અન્ય બદલાવ કર્યા હોત, જેમ કે પુરુષ સેક્શ્યુઆલિટીને બતાવવા માટે બે ગોળાકારને એક તીર સાથે જોડી દીધા હોત તો કદાચ આ ઝંડો આટલો પ્રસિદ્ધ ના થયો હોત.
પરંતુ આ ડિઝાઇનને એક આઝાદીના પ્રતીકની રીતે સ્વીકૃતિ નથી મળી. જમૈકામાં ગે સેક્સ ગેરકાયદેસર છે, ત્યાંના એટર્ની જનરલે ઓર્લેન્ડો શૂટિંગ પછી અમેરિકી દૂતાવાસ ઉપર રેઇનબો ફ્લૅગને લહેરાવવાની ચેષ્ટાને અસભ્યતા ગણાવી હતી.
રેઇનબો ઝંડાનો એક લાંબો ઇતિહાસ છે. 18મી શતાબ્દીના ક્રાંતિકારી થૉમસ પૈનેએ જંગ દરમ્યાન એવી સલાહ આપી હતી કે જે જહાજ જંગમાં નથી, તેમણે આ ઝંડાનો ઉપયોગ કરવો જોઈએ.
૨૦મી સદીની શરૂઆતમાં શાંતિનો સંદેશ આપવા વાળા જેમ્સ વિલિયન વૈન કર્કે એક ઝંડાને ડિઝાઇન કર્યો હતો જેમાં રેઈનબો સ્ટ્રિપને ગ્લોબ સાથે જોડીને તે બતાવવામાં આવ્યો હતો, જેનો હેતુ એ બતાવવાનો હતો, કે કેવી રીતે અલગ-અલગ દેશ અને રંગ એક સાથે મળીને શાંતિથી રહી શકે છે.
ઇન્ટરનેશનલ કોઑપરેટીવ એલાયંસના ઝંડામાં પણ આ રંગો જોઈ શકાય છે.
બાર્ટમ કહે છે, "રેઇનબો દરેક ઉંમરના વ્યક્તિઓને આકર્ષિત કરે છે. આપણે સહુ જાણીએ છીએ કે તે સમજી શકે છે કે આપણને શું પસંદ છે. આથી જ એ કારગત છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો