સાઉદી અરબમાં મહિલા કાર્યકર્તા માટે ફાંસીની સજાની માગણી

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરબમાં મહિલાઓના અધિકાર માટે લડતા કાર્યકર્તા ઇસરા અલ-ધોમધમને મૃત્યદંડની સજા થઈ શકે છે. સરકારી વકીલે કોર્ટ પાસે ઇસરા અને ચાર અન્ય કાર્યકર્તાઓને મૃત્યદંડ આપવાની માગણી કરી છે.
હ્યુમન રાઇટ્સ વૉચ (એચઆરડબલ્યૂ) અનુસાર ઇસરા પર અશાંત કાતિફ પ્રાંતમાં સરકાર વિરોધી પ્રદર્શનોમાં સામેલ હોવાનો આરોપ છે.
આ પ્રદર્શન શિયા સમુદાય વિરુદ્ધ થતાં ભેદભાવના વિરોધમાં કરવામાં આવ્યું હતું.
જો કોર્ટ સરકારના પક્ષમાં ચુકાદો આપે, તો ઇસરા અલ-ધોમધોમ પ્રથમ એવા સાઉદી મહિલા બનશે, જેમને માનવાધિકાર સંબંધિત કેસમાં મૃત્યુદંડની સજા થશે.
સાઉદીની સરકારે આ મામલે ઔપચારિક રીતે મૌન સેવ્યું છે.
એચઆરડબલ્યૂનું કહેવું છે કે જો આવું થશે, તો આ નિર્ણય જેલમાં બંધ અન્ય મહિલા કાર્યકર્તાઓ માટે પણ ભયાવહ ઉદાહરણ બનશે.
આ વર્ષેના મે મહિનામાં લગભગ 13 માનવાધિકાર અને મહિલા અધિકાર કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ પાછળ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું.
આ તમામ કાર્યકર્તાઓમાંથી અમુકને છોડી મૂકવામાં આવ્યા છે, જ્યારે અમુકને વગર કારણે કેદમાં રાખવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ડિસેમ્બરથી જેલમાં બંધ

ઇમેજ સ્રોત, TWITTER/@ISRAAALGHOMGHAM
એચઆરડબલ્યૂનું કહેવું છે કે ઇસરા વર્ષ 2011માં કાતિફ પ્રાંતમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા અને ચર્ચિત બન્યાં હતાં.
વિરોધ પ્રદર્શનમાં સુન્ની નેતૃત્વવાળી સરકારમાં શિયાઓ સાથે થતા ભેદભાવને લઈને શિયા સમુદાયના લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યાં હતાં.
તમે આ વાંચ્યું કે નહીં?
ઇસરા અને તેમના પતિની કથિત રીતે ડિસેમ્બર 2015માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં બંધ છે.
એચઆરડબલ્યૂ મુજબ, "સરકારી વકીલે ઇસરા અને અન્ય ચાર કાર્યકર્તાઓ પર કાતિફમાં વિરોધ પ્રદર્શન, લોકોને વિરોધ માટે ઉશ્કેરવા, સત્તા વિરુદ્ધ સૂત્રોચ્ચાર, વિરોધ પ્રદર્શનનો વીડિયો બનાવવો અને તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવો અને હુલ્લડખોરોને સમર્થન આપવાનો આરોપ છે."

ફાસીની સજા ક્રૂર

ઇમેજ સ્રોત, Reuters
આ મામલે એચઆરડબલ્યૂના મધ્ય એશિયાનાં નિદેશક સારા લેયા વિટસને ફાંસીની સજાને ભયાવહ ગણાવી છે.
તેમનું કહેવું છે, "હિંસામાં ભાગીદાર ન હોનાર ઇસરા જેવા કાર્યકર્તાઓ માટે ફાંસીની સજા ક્રૂર છે."
માનવાધિકારો માટે યુરોપીય સાઉદી સંસ્થાન અને લંડન સ્થિત સાઉદી માનવાધિકારી સમૂહ એલક્યુએસટીએ સાઉદી સરકાર પાસે ઇસરા વિરુદ્ધ આરોપ પરત ખેંચવાની માગ કરી છે.
જોકે, સરકારે આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.
આ પહેલાં પણ સાઉદી અરબમાં ઘણા શિયા કાર્યકર્તાઓને ફાંસીની સજા થઈ ચૂકી છે. માનવાધિકાર સમૂહ આ બાબતનો વિરોધ કરી કાર્યકર્તાઓ પર લાગેલા આરોપોને રાજકારણથી પ્રેરિત હોવાનું જણાવે છે.
માનવાધિકાર અધિકારીઓનું કહેવું છે કે જે લોકોને ફાંસીની સજા થઈ છે, તેઓ આતંકવાદી ગુનાઓમાં ગુનેગારો ઠરેલા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












