64 વર્ષ પહેલાં ગાયબ થયેલી વ્યક્તિ આ રીતે ઓળખાઈ

ઑનરી લૂ માન્ના

ઇમેજ સ્રોત, Getty Images

સોશિયલ મીડિયા દ્વારા એવા વ્યક્તિની ઓળખ છતી કરવામાં મદદ મળી છે કે જે લગભગ 64 વર્ષ પહેલાં ખોવાઈ ગઈ હતી.

લગભગ 13 વર્ષ સુધી પોલીસને આ વ્યક્તિ અંગે કોઈ જાણકારી પ્રાપ્ત નહોતી. કેટલાક પુરાવાને આધારે પોલીસે એમના વિશે માહિતી એકઠી કરી પણ એ પુરાવા તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પૂરતા નહોતા એટલે એ વખતે કોઈ ખાસ સફળતા હાથ ના લાગી.

વર્ષ 2005માં પોલીસને ઇટલીનાં અઓસ્ટા ક્ષેત્રમાંથી કેટલાક માનવ અવશેષો, સ્કીઇંગનાં સાધનો અને ચશ્મા મળી આવ્યા હતા.

પણ ખૂબ પ્રયત્નો છતાંય પોલીસને ખબર પડી ના શકી કે આ અવશેષ કોના છે.

આ વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે જૂન મહિનામાં પોલીસે આ વ્યક્તિ અંગેની જાણકારી ફેસબુક પર મૂકી.

શું તમે આ વાંચ્યું?

સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી ફ્રાંસનાં એક પરિવાર સુધી પહોંચી.

એમણે પોતાનાં એક કુટુંબીજન ઑનરી લૂ માન્ના સાથે આ જાણકારી મેળવી જોઈ. અને ત્યાર બાદ જાણે પોલીસની તપાસમાં નવો પ્રાણ ફૂંકાયો.

line

10,000 ફૂટની ઊંચાઈ પર અવશેષ

સંશોધકોએ વર્ષ 2005માં મળેલા એક દાંતની ચકાસણી કરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંશોધકોએ વર્ષ 2005માં મળેલા એક દાંતની ચકાસણી કરી

પોલીસને આ અવશેષો આલ્પ્સમાં ત્રણ હજાર મીટર(10 હજાર ફૂટ)ની ઊંચાઈ પર સ્વિટ્ઝરલૅન્ડની સરહદ પાસે મળી આવ્યા હતા.

આમાં આ વ્યક્તિની ઓળખ સાથે જોડાયેલા કેટલાક પુરાવા હતા. જેમ કે કપડાં પર એમના શરૂઆતના અક્ષરો વડે કરેલી એમ્બ્રૉડરી અને લાકડાનાં સ્કી હતાં જે એ વખતે ઘણાં મોંઘા મળતાં હતાં.

તુરિનમાં ફૉરેંસિક પોલીસ સાથે એક તપાસકર્તા મરિનેલા લપોર્ટાએ જણાવ્યું કે આ અવશેષો દ્વારા પોલીસે અનુમાન લગાવ્યું કે તેઓ એક 1.75 મીટર લાંબાં અને 30 વર્ષનાં એક વ્યક્તિ હતા અને વસંત ઋતુમાં એમનું અવસાન થયું હતું.

જૂનમાં આ જાણકારીઓ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી અને લોકોને આ માહિતીને ખાસ કરીને ફ્રાંસ અને સ્વિટ્ઝરલેન્ડમાં ફેલાવવા માટે અપીલ કરવામાં આવી.

line

નાના ભાઈએ કરી ઓળખ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ ટ્વીટ સાથે જોડાયેલી વાત ફ્રાંસ મીડિયાએ દેખાડવાની શરૂઆત કરી અને વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચી.

એમા નસિમે, આ રિપોર્ટ ફ્રાંસનાં લોકલ રેડિયો સ્ટેશન પરથી સાંભળી અને એમને લાગ્યું કે આ અવશેષ એમનાં કાકા ઑનરી લૂ માન્નાના હોઈ શકે છે.

એમાનાં કાકા 1954 માં સ્વિટ્ઝરલૅન્ડની સરહદ પર માત્તરહોર પાસે સ્કીઈંગ કરતી વખતે આવેલાં તોફાનમાં ખોવાઈ ગયા હતા.

લૂ માન્નાના નાના ભાઈ રોજર અત્યારે 94 વર્ષનાં છે અને એમણે એમનાં ભાઈ વિશે પોલીસને એક ઈમેઈલ કર્યો છે.

એમણે લખ્યું છે, ''હું ઑનરી લૂ માન્નાનો ભાઈ છું...તેઓ એક સ્કીયર હતા અને 64 વર્ષ પહેલાં ગુમ થઈ ગયા હતા. તેઓ અપરણિત હતા. તે નાણાં મંત્રાલયમાં કામ કરતા હતા."

પોલીસે જણાવ્યું કે ઑનરી લૂ માન્નાનો જે ફોટો આપવામાં આવ્યો છે એમાં એમણે પહેરેલા ચશ્મા અને મળી આવેલા ચશ્મા એક સમાન જ છે.

ત્યાર બાદ કરવામાં આવેલી ડીએનએ તપાસમાં ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો