માત્ર 13 વર્ષની ઉંમરે આ કિશોરી અબજોપતિ કેવી રીતે બની?

ઇમેજ સ્રોત, ME & THE BEES
- લેેખક, જૅમ્સ જેફ્રે
- પદ, બિઝનેસ રિપોર્ટર, ઑસ્ટિન, ટૅક્સાસ
સામાન્ય રીતે 13 વર્ષની ઉંમર બાળકોને સ્કૂલે જવાની હોય છે. જ્યાં તેઓ પોતાના ભવિષ્યનું ઘડતર કરે છે. પરંતુ અમેરિકામાં એક 13 વર્ષની કિશોરી ઉંમરે અબજોપતિ બની ગઈ છે.
અમેરિકામાં રહેતી 13 વર્ષની મિકાલિયા અલ્મર 'મી ઍન્ડ બીઝ લેમોનેડ' કંપનીના ચીફ ઍક્ઝિક્યૂટિવ છે.
જેમની સમગ્ર અમેરિકામાં 500થી વધુ શાખાઓ છે. લેમોનેડ એક એવું પીણું છે જે મધમાંથી બનાવવામાં આવે છે.
નાની ઉંમરે આટલો સફળ બિઝનેસ સંભાળતી મિકાલિયા અભ્યાસ માટે પણ કેવી રીતે સમય કાઢે છે એ અંગે તેઓ જણાવે છે, "કામની સાથે અભ્યાસ કરવો એ ખૂબ જ કઠિન કામ છે."
"ક્યારેક-ક્યારેક મારે ઇન્ટરવ્યૂ અથવા તો ટીવો શૉમાં જવાને કારણે સ્કૂલ જવાનું ટળે છે."

ઇમેજ સ્રોત, ME & THE BEES
વર્ષની 3.60 લાખ લેમોનેડની બૉટલ વેચનાર મિકાઇલા અમેરિકાની સૌથી નાની ઉંમરે બિઝનેસ ધરાવતી કિશોરી છે.
તેઓ જ્યારે માત્ર ચાર વર્ષના હતા ત્યારે ટૅક્સાસ રાજ્યના ઑસ્ટિન શહેરમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.
માતાપિતાની મદદથી વર્ષ 2009માં તેમણે લેમોનેડનું વેચાણ કરવાનું શરૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ મેળવવા માટે મધમાખીઓ સાથે કામ કરવું પડે ત્યારે સ્વાભાવિકપણે તેમના ડંખનો સામનો કરવો પડે જ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
મધમાખીઓ સાથે કામ કરતી વખતે અઠવાડિમાં બે વખત તો એવું બને છે જ્યારે તેમને મધમાખી કરડે છે.
પોતાનો બિઝનેસ મધ પર ટકેલો હોવાને કારણે મિકાઇલા તેમની આવકમાંથી થોડા પૈસા એવા સંગઠનોને પણ આપે છે જેઓ મધમાખીના સંરક્ષણ માટે કામ કરે છે.

ઇમેજ સ્રોત, ME & THE BEES
મિકાઇલાના આ બિઝનેસમાં તેમના માતાપિતા પણ સહયોગી છે ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે સમગ્ર ધંધો સંભાળે છે કોણ?
આ સવાલનો જવાબ આપતા મિકાઇલાએ જણાવ્યું, "શરૂઆતમાં તો હું બધું સંભાળતી હતી પરંતુ જેમજેમ ધંધો વિકસતો ગયો તેમતેમ જવાબદારીઓ અને કામ પણ વધતું ગયું."
"ત્યારબાદ મેં મારા મમ્મી અને પપ્પા પાસેથી ધંધાના વિસ્તાર, ઉત્પાદન અને માર્કેટિંગ અંગે સલાહ લેવાનું શરૂ કર્યું."
ઉલ્લેખનીય છે કે મિકાઇલાના માતા ડી'એન્ડ્રાએ માર્કેટિંગ અને સેલ્સમાં અભ્યાસ કર્યો છે અને પિતા થિઓ બિઝનેસ ઑપરેશનમાં માહેર છે.
ડી'એન્ડ્રાના માતાએ કહ્યું હતું કે મને અને થિઓને ફૂડ અને બિવરેજ ક્ષેત્રે સહેજ પણ અનુભવ નહોતો.
મિકાઇકા જણાવે છે, "અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ કારણ કે હું જાણું છું કે મારી ઉંમર નાની છે અને મને બધી બાબતોની જાણ ન પણ હોય. એટલા માટે હું મારા માતાપિતાની સલાહ લઉં છું."

ઇમેજ સ્રોત, ME & THE BEES
2015નું વર્ષ મિકાઇલા માટે સારું સાબિત થયું. તેઓ જ્યારે નવ વર્ષના હતા ત્યારે તેમને 'હોલ ફૂડ માર્કેટ'માં પોતાનું પીણું વેચવાની તક મળી.
'હોલ ફૂડ માર્કેટ'ના જેન્ના જેલગન્ડે જણાવ્યું કે મિકાઇલા અને તેની કંપનીના કાર્યથી અમે ખૂબ જ પ્રભાવિત થયા હતા.
"તેમણે જે પીણું બનાવ્યું છે તેનો સ્વાદ ખૂબ જ સારો છે"
અમેરિકામાં મિકાઇલા સૌપ્રથમ વખત ત્યારે ચર્ચામાં આવ્યાં, જ્યારે વર્ષ 2015માં અમેરિકામાં ઉદ્યોગસાહસિક લોકો માટે થતા ટીવી કાર્યક્રમ 'શાર્ક ટૉક'માં તેમને સ્થાન મળ્યું.
મિકાઇલથી પ્રભાવિત થઈને 'ફુબુ' નામની કપડાંની કંપનીના માલિકે 60 હજાર ડૉલર (લગભગ 41 લાખ રૂપિયા)નું રોકાણ કર્યું.
તેના બે વર્ષ બાદ એક અમેરિકન ફૂટબૉલ ખેલાડીએ મિકાઇલની કંપનીમાં 8 લાખ ડૉલર (લગભગ પાંચ કરોડ રૂપિયા) રોક્યા.

ઇમેજ સ્રોત, Getty Images
મિકાઇલની સફળતા જોઈને તેમને ઘણા યુવાન ઉદ્યોગ સાહસિક ઍવૉર્ડ મળ્યા.
એટલું જ નહીં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમને વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કર્યા હતા અને તેમનાં વખાણ કર્યા હતાં.
બિવરેજ ગ્રૂપ સમિટના માલિક જિઓફ્રે સોઅર્સે જણાવ્યું કે મિકાઇલા ખૂબ જ સાહસિક કિશોરી છે.
મિકાઇલા કહે છે કે તે હવે અન્ય બિઝનેસ પણ શરૂ કરવા માગે છે પરંતુ અભ્યાસમાં ધ્યાન આપવું પણ જરૂરી છે.
"મારી અન્ય કંપનીઓ શરૂ કરવી છે કારણ કે એકને એક કંપનીમાં કામ કરવું મારા માટે કંટાળાજનક છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















