પ્રમોશન નથી થતું? પ્રૉફેશનલ જીવનમાં સફળ થવાના છ નુસખા

    • લેેખક, ડેવિડ રૉબસન
    • પદ, સ્વતંત્ર પત્રકાર

જીવનમાં આગળ વધવા માટે મહેનત બધા જ કરે છે, પરંતુ આ મહેનતની સાથે સાથે જો કેટલીક અન્ય વાતોનો અમલ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય.

નિષ્ણાતો અનુસાર વ્યક્તિમાં જિજ્ઞાસા હોવી, દરેક પ્રકારના મુકાબલા અને પડકાર માટે તૈયાર રહેવું, કર્તવ્યનિષ્ઠ હોવું, પોતાના સાથીઓ સાથે સામંજસ્ય બનાવવું, જોખમ ઉઠાવવાની તૈયારી રાખવી, પ્રૉફેશનલ જીવનમાં સફળતાનો મૂળમંત્ર છે.

જો આ મંત્રનો અમલ કરવામાં આવે તો સફળતા મળી શકે છે.

વળી એક સંશોધન અનુસાર આ સ્કિલ પર અમલ કરવામાં કોઈ અતિશયોક્તિ થઈ જાય, તો તેનું નુકસાન પણ થઈ શકે છે.

કોઈ પણ મંત્રનો અમલ કરતાં પહેલાં આપણે આપણી નબળાઈ જાણવી જરૂરી છે. પછી તેને આપણી તાકત બનાવવાની રીત પર કામ કરવાની જરૂર છે.

કંપનીઓ કઈ રીતે કર્મચારીને પારખે છે?

અત્યારસુધી વ્યક્તિનું પ્રૉફેશનલ જીવન સમજવા માટે જૂની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે.

તાજેતરમાં જે પદ્ધતિ સૌથી વધુ અપનાવવામાં આવે છે તેનું નામ 'મેયર્સ બ્રિગ ટાઇપ ઇન્ડિકેટર' (એમબીટીઆઈ) છે.

આ પદ્ધતિથી લોકોની વિચારવાની રીતને ચકાસવામાં આવે છે. અમેરિકામાં દસમાંથી નવ કંપનીઓ તેમના કર્મચારીનું આ રીતે જ મૂલ્યાંકન કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ મનોવૈજ્ઞાનિકો આ થિયરીને જૂની ગણે છે. તેમના મુજબ કોઈ એક ખાસ બુનિયાદ પર કોઈ પણ વ્યક્તિની પ્રતિભા અને વર્તાવને પારખી શકાય નહીં.

એક અભ્યાસ અનુસાર કોઈ પણ કર્મચારીના મૅનેજરિયલ ગુણ માપવા માટે એમબીટીઆઈ સારી રીત નથી.

સફળ થવાના આ છે છ નુસખા

મનોવૈજ્ઞાનિક અને 'હાઇ પૉટૅન્શિયલ' નામના પુસ્તકના લેખક ઇયાન મૈક રે યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર એડ્રિયન ફર્નહમના વર્ક પ્લેસ પર સફળ થવાના છ નુસખા સૂચવ્યા છે.

મૈક રેની તમામ રીત ફાયદાકારક છે. પણ અતિશયોક્તિ કરવા પર નુકસાનકારક છે.

કોઈ પણ રીત અપનાવવાની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે તમે ક્યા પ્રૉફેશનમાં છો અને ક્યા પ્રકારનું કામ કરી રહ્યા છો.

આ બન્ને સંશોધકોએ તેમના ટેસ્ટને હાઇ પૉટૅન્શિયલ ટ્રેટ ઇન્વેન્ટ્રી (એચપીટીઆઈ) નામ આપ્યું છે.

1. નરમ મિજાજ

આવા લોકોની ખાસિયત એ હોય છે કે તેઓ ધ્યાન ભટકાવતા વિચાર પર પણ કાબૂ મેળવી લેતા હોય છે.

પ્રૉફેશનલ જીવનમાં પ્લાનિંગ માટે સ્વાભિમાની હોવું ઘણું જરૂરી છે.

પણ ખાસિયતની સાથે સાથે મિજાજ નરમ હોવો પણ જરૂરી છે.

એનો અર્થ કે માહોલ મુજબ પોતાના પ્લાન અને વિચારમાં બદલાવ લાવવાના ગુણ હોવા જોઈએ.

2. સહકર્મિયો સાથે તાલમેલ

પ્રૉફેશનલ જીવનમાં તણાવ વધુ હોય છે. દરેક જગ્યાએ તમારા મિજાજ સાથે મેળ આવે એવા લોકો ન મળી શકે.

આથી તમામ સાથે તાલમેલ રાખવાની આવડત હોવી જોઈએ. જો તમારામાં તે નથી તો મુશ્કેલી સર્જાઈ શકે છે.

આ બાબતની સીધી જ અસર તમારા કામ પર પડશે અને કામને અસર થાય તે કંપની અને તમારા માટે હિતાવહ નથી.

જો પરિસ્થિતિ નકારાત્મક હોય તોપણ તેમાં પોતાના માટે સંભાવનાઓ શોધવી અને તેને આપણી તાકત બનાવવી.

3. બીજા સાથે સરખામણી

કંપની કે સંસ્થામાં ઘણી વખત લેવાયેલા નિર્ણયોમાં સંપૂર્ણ સ્પષ્ટા હોતી નથી. કદાચ તેનાથી દરેક વાત સ્પષ્ટ પણ થતી ના હોય.

જે લોકોમાં આવી મૂંઝવણ ઝીલવાની ક્ષમતા વધુ હોય છે, તેઓ માનસિક રીતે ઘણા મજબૂત અને સ્પષ્ટ હોય છે.

તેઓ દરેક પ્રકારનો દૃષ્ટિકોણ સમજવાની ક્ષમતા ધરાવે છે.

નિર્ણય લેતી વખતે તમામ પ્રકારના દૃષ્ટિકોણ અને વિચાર પર ધ્યાન આપે છે. આવા લોકો હઠીલા નથી હોતા.

જે લોકો આ વાસ્તવિકતાને સમજી નથી શકતા તેઓ નિર્ણયો પરથી નિયંત્રણ ગુમાવી દે છે. તે સારા નેતૃત્વ માટે ઘાતક છે.

અસ્પષ્ટતા સહન કરવાની ક્ષમતા એક સ્તર સુધીની જ હોવી જોઈએ. જો આવું નહીં કરો તો બીજા લોકો તમારા પર હાવી થવા લાગશે.

4. નવા આઇડિયા

નેતૃત્વ અને લક્ષ્યને સફળતાના શિખર પર પહોંચાડવા માટે નવા વિચારોની જરૂર હોય છે.

નવા વિચારો સામે લાવવા માટે જિજ્ઞાસા અને ઉત્સુકતા હોવી જોઈએ.

જોકે, જિજ્ઞાસામાં અતિ ઉત્સાહી અને ઉતાવળભર્યા નિર્ણયો લેવાનું જોખમ વધી જતું હોય છે.

વધુ પડતા નવા આઇડિયા પર કામ કરવાથી કામની ગુણવત્તા પર પણ અસર થઈ શકે છે.

આથી પહેલાં એક આઇડિયા પર કામ કરો. તેમાં સફળતા કે નિષ્ફળતા બાદ જ બીજા પર કામ કરો.

5. જોખમ ઉઠાવવાની ક્ષમતા

અંગ્રેજીમાં કહેવત છે નો રિસ્ક નો ગેઇન. મતલબ કે જ્યાં સુધી જોખમ ઉઠાવવાની વૃત્તિ નહીં રાખશો ત્યાં સુધી સફળ થશો નહીં.

ઘણી 0વખત એવી સ્થિતિ આવી જાય છે કે તમામ વિરોધ છતાં નિર્ણય લેવો પડે છે.

આ વાતની કોઈ બાંયધરી નથી હોતી કે તેનાથી ફાયદો થશે, પણ જે લોકો ઇરાદો રાખે છે તેઓ જ સફળ થાય છે.

બની શકે કેટલીક વાર નિષ્ફળતા મળે પણ એવું દરેક વખત થાય એવું જરૂરી નથી. પરંતુ અહીં પણ અતિઆત્મવિશ્વાસનો શિકાર ન બનવું જોઈએ.

પોતાના પર માત્ર વિશ્વાસ કરો અતિવિશ્વાસ નહીં.

6. અતિ-પ્રતિસ્પર્ધા ઠીક નથી

આજે વિશ્વમાં ગળાકાપ સ્પર્ધા છે. આથી પ્રતિસ્પર્ધાની ભાવના હોવી જરૂરી છે. પરંતુ તેનો શિકાર ના બની જાવ તેનું ધ્યાન રાખવું જોઈએ.

મૈક રેનો એચટીપીઆઈ ફૉર્મ્યૂલા ઘણી મલ્ટિનેશનલ કંપનીના કર્મચારીઓની ઉત્પાદકતા માપવા માટે વર્ષો સુધી ઉપયોગ થતો રહ્યો છે.

પરંતુ આ દિશામાં વધુ સંશોધન ચાલુ જ છે. જો કે કેટલાંક સંશોધનમાં, મૈક રે અને તેમના સાથી પ્રોફેસર એડ્રિયન ફર્નહમની રીતોમાં ખામી જોવા મળી છે.

તેમ છતાં વ્યાપકસ્તરે કર્મચારીઓની ભરતી કરવા માટે તેમની પદ્ધતિને ધ્યાનમાં લેવામાં આવે છે.

જો કે, તેમણે જણાવેલી રીતમાં દરેક વ્યક્તિ યોગ્ય પુરવાર થતી નથી.

પણ તેના પર કેટલીક હદ સુધી અમલ કરવાથી સફળતા મેળવી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો