ગ્વાટેમાલામાં જ્વાળામુખી ફાટ્યો, 60થી વધુનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Guatemala Government
ગ્વાટેમાલામાં એફ્યૂએજો જ્વાળામુખી ફાટવાથી 60થી વધુ લોકોનાં મૃત્યું થયાં છે અને સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ગ્વાટેમાલામાંથી પ્રાપ્ત ફોટોગ્રાફ્સમાં ઘણા કિલોમીટર સુધી હવામાં રાખનાં વાદળો જોવા મળે છે.
રાષ્ટ્રીય હોનારત નિયંત્રણ સંસ્થાનાં જણાવ્યા અનુસાર જ્વાળામુખીમાંથી નિકળતો લાવા રેલાઈને નજીકનાં ગામમાં પહોંચી ગયો અને એને કારણે એમાં હાજર લોકો બળી ગયા હતાં.

ઇમેજ સ્રોત, AFP/Getty Images
દેશની રાજધાની ગ્વાટેમાલા સિટીની દક્ષિણ-પશ્ચિમે 40 કિમીના અંતરે સ્થિત આ જ્વાળામુખીમાંથી કાળો ધુમાડો અને રાખ નીકળી રહ્યાં છે.
રાજધાનનીમાં આવેલું ‘લ ઔરોરા’ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોથીમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ જિમ્મી મોરાલ્સે જણાવ્યું છે કે આ રાષ્ટ્રીય આપદા સંદર્ભે રાહતના પગલાં લેવાઈ રહ્યાં છે.

ઇમેજ સ્રોત, AFP/Getty Images
સ્થાનિક નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષ 1974 બાદ આ સૌથી મોટો જ્વાળામુખી વિસ્ફોટ છે.
એક સરકારી અધિકારીએ સ્થાનિક રેડિયો સ્ટેશનને જણાવ્યું કે જ્વાળામુખીમાંથી નિકળતા લાવાની ધારા રેલાઈને એલ રોડિયો ગામ તરફ વળી ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે જણાવ્યું કે આ લાવા એક નદીની જેમ છે ....એણે એલ રોડિયો ગામને સળગાવી નાંખ્યું.....અમે ઘણા ગામો સુધી પહોંચી શક્યા નથી.

ઇમેજ સ્રોત, Guatemala Government
મરનારાઓમાં ઘણા બાળકો પણ છે. ત્યાંથી એવા કેટલાક વીડિયો જારી કરવામાં આવ્યાં છે કે જેમાં લાવા પર તરતી લાશો જોવા મળી રહી છે.
દર વર્ષે જ્વાળામુખી ફાટવાની આવી લગભગ 60 ઘટનાઓ બને છે. ઘણા જ્વાળામુખી અચાનક ફાટે છે અને ઘણા લાંબા સમય સુધી સળગતા રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












