પાડોશીની લાગેલી લૉટરી તમને કઈ રીતે દેવાદાર બનાવી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા પાડોશી લૉટરી જીતે અને તમારા બૅન્ક ખાતામાંથી નાણાં એકાએક ઓછાં થઈ જાય. આવું થઈ શકે?
પાડોશીની લૉટરી અને તમારી અર્થવ્યવસ્થા વચ્ચે શું સંબંધ હોઈ શકે?
ફેડરલ રિઝર્વ બૅન્ક ઑફ ફિલાડેલ્ફિયાના એક અભ્યાસ અનુસાર આવું થઈ શકે છે.
ખરેખર પાડોશી લૉટરી જીતે તો તમારા જીવનમાં તેની અસર થઈ શકે છે.
ક્યાં તો તમે દેવાદાર બની શકો છો અથવા નાદારી નોંધાવવી પડે એવો પણ વારો આવી શકે છે.
ઘણા એવા રિપોર્ટ છે જેમાં આવાં જ તારણો આપવામાં આવ્યાં છે.

પાડોશીની લૉટરી તમને સંકટમાં મૂકી શકે

ઇમેજ સ્રોત, Getty Images
'શું તમારા પાડોશી-સહકર્મીની આવક નાણાકીય સંકટ સર્જી શકે? લૉટરી વિજેતા અને નાદારી નોંધાવનારા તેમના પાડોશીઓનો અંગે એક રિપોર્ટ જાહેર થયો હતો.
અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટી અને કેનેડાની ઍલ્બર્ટા યુનિવર્સિટીએ સાથે મળીને એક બૅન્ક દ્વારા રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંશોધકોએ 1000 કેનેડિયન ડૉલર્સની લૉટરી જીતેલા લોકોની યાદી તૈયાર કરી.
બાદમાં તેમણે કેનેડામાં આ લોકોની આસપાસ રહેતા લોકોની નાણાકીય વિગતો પણ મેળવી હતી.
સંવેદનશીલ માહિતીનો ઉપયોગ કરવા માટે કરારના ભાગ હેઠળ તેમની ઓળખ છતી કરવામાં આવી ન હતી.

વૈભવ દર્શાવતી મોંઘી વસ્તુઓની ખરીદી

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટમાં એવાં તારણો સામે આવ્યાં કે જ્યારે કોઈ લૉટરી જીત્યું ત્યારે તેમના પાડોશીએ વધારે નાણાકીય જોખમો લીધાં હતા.
તેમણે વિશેષ વૈભવ દર્શાવતી મોંઘી વસ્તુઓની ખરીદી કરી હતી. આ ચૂકવણી માટે તેમણે નાણાં ઉધાર પણ લીધાં હતાં.
તારણો અનુસાર લૉટરીની જેટલી રકમ મોટી એટલા પાડોશીની નાદારી નોંધાવાના વધારે કિસ્સા જોવા મળ્યા હતા.
વર્ષ 2011માં અમેરિકન ઇકૉનૉમિક રિવ્યૂમાં પ્રકાશિત અહેવાલ મુજબ લૉટરી જીતવાથી વ્યક્તિ વધુ ખર્ચ કરે છે. વ્યક્તિ પાસે આવેલાં નાણાં તેમની ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આથી લક્ઝરી કાર, બ્રાન્ડેડ કપડાં અને ઊંચું આર્થિક સ્ટેટસ દર્શાવવા માટેની વસ્તુઓ ખરીદવાની વૃત્તિ જોવા મળે છે.
આમ, દેખાદેખીનો સિલસિલો શરૂ થાય છે. લૉટરી જીતેલા લોકોની આસપાસ રહેતાં લોકો પણ તેનો શિકાર બને છે.
આથી તેઓ પણ તેમનો ખર્ચ વધારવા લાગે છે. તેઓ જાહેરમાં ન દેખાય એવી વસ્તુઓ માટે ખર્ચ કરવાનું ઘટાડે છે. જેમ કે ફર્નિચર.

લોન લેવાનું વલણ
બીજી તરફ તેમની આવકમાં કોઈ વધારો નથી થતો આથી તેઓ લોન લેવા માટે પ્રયાસ કરે છે.
ખાસ કરીને જો અગાઉ કોઈ લોન ન લીધી હોય તેવા કિસ્સામાં મોટાભાગના લોકો લોન લેતા જોવા મળ્યા હતા.
પાડોશીનો વૈભવ વધતો જોઈને તેની બાજુમાં રહેતી વ્યક્તિ પણ જોખમી નાણાકીય સાહસ કરવા લાગે છે.
કેટલાક સમય બાદ આવી સ્થિતિ આર્થિક સંકટને આમંત્રણ આપે છે.
આ કારણે બૅન્કના અભ્યાસ મુજબ ધિરાણ આપનારા હાઇ-રિસ્ક ધરાવતા વ્યક્તિને મર્યાદિત ધિરાણ આપે છે.
જ્યારે ઓછું જોખમ ધરાવનારને વધુ ધિરાણ આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














