તમારું જીવન કેટલાં વર્ષનું રહેશે એ જાણવું છે? આ વાંચો
વિશ્વભરમાં સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે - 25 વર્ષ અગાઉ જન્મેલાં બાળકો કરતાં 2016માં જન્મેલાં બાળકો સાત વર્ષ લાંબું આયુષ્ય ભોગવશે.
તમારું સરેરાશ અને સ્વસ્થ આયુષ્ય (નિરોગી ઉંમર) જાણવા માટે નીચે તમારી ઉંમર, લિંગ અને દેશનું નામ દાખલ કરો જેમ કે, ભારત. (અહીંથી Copy કરીને નીચે પેસ્ટ કરો.)
જો આપ આ લાઇફ એક્સપેક્ટન્સી કેલક્યુલેટર જોઈ ન શકો તો ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.

શા માટે ઉંમર મુજબ અપેક્ષિત આયુષ્ય ઘટે?
વ્યક્તિ સરેરાશ કેટલું આયુષ્ય ભોગવશે તેનો આધાર ઉંમર, જાતિ અને રાષ્ટ્ર પર રહેલો છે.
દરેક વયજૂથમાં વ્યક્તિ કેટલું આયુષ્ય ભોગવશે તેની સરેરાશના આધારે ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ અંદાજીત આયુષ્યની ગણતરી કરે છે.
ચોક્કસ વયે પહોંચ્યા પછી વ્યક્તિ કેટલું જીવશે તેના આધારે અલગઅલગ વયજૂથનાં લોકોની સરેરાશ આયુષ્યની ગણતરી કરવામાં આવે છે.
આપને આ પણ વાંચવું ગમશે
દાખલા તરીકે, 2016માં મેક્સિકોમાં જન્મેલી બાળકી 79 વર્ષનું આયુષ્ય ભોગવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની સરખામણીએ એ જ વર્ષે 65 વર્ષની ઉંમર ધરાવનારાં મહિલા સરેરાશ 84 વર્ષનું આયુષ્ય ભોગવશે.
તેમનું અપેક્ષિત આયુષ્ય વધુ હશે, કારણ કે, તે 65 વર્ષનું વયજૂથ પસાર કરી ગયા હોવાથી 20 વર્ષ વધુ જીવે તેવી શક્યતા છે.

કેલક્યુલેટર કઈ રીતે કામ કરે છે ?
આ અદ્યતન આંકડાકીય માહિતી 2016ની વિગતો પર આધારિત છે. આયુષ્યનાં વર્ષો તે એ સંખ્યા છે જે કોઈ વ્યક્તિની ઉંમર, જાતિ અને દેશના આધારે તેની જીવિત રહેવાની સંભાવના દર્શાવે છે.
'આપનું શેષ આયુષ્ય કેટલું સ્વસ્થ રહેશે'તેની ગણતરી પણ એ વર્ષોથી થાય છે જેમાં એક વ્યક્તિ સ્વસ્થ જીવનની અપેક્ષા રાખી શકે અને બાકીનું આયુષ્ય ટકાવારીના સ્વરૂપમાં દર્શાવે છે.
પરિણામમાં એવું માનવામાં આવે છે કે મૃત્યુ અને વિકલાંગતાનો દર વ્યક્તિના શેષ જીવન દરમિયાન સ્થિર રહેશે.
આથી તબીબી સારવાર અને વૈજ્ઞાનિક સંશોધનોને ધ્યાને લેવામાં નથી આવ્યાં.
આ કેલક્યુલેટર ટોમ કેલવર, નાસોસ સ્ટાઇલ્યાનો, બેકી ડેલ, નિક ટ્રિગલ, રેનસમ મિપની, પ્રિના શાહ, જો રીડ તથા એલિનોર કેને દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવેલ્યુશનના આભાર સહ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













