ટ્રમ્પે ઉત્તર કોરિયા સાથે શિખર મંત્રણા રદ કરી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉન સાથે 12 જૂને યોજાનારી શિખર મંત્રણા રદ કરી નાખી છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ સમયે આ મિટિંગ કરવી અયોગ્ય હશે.
તેમણે કહ્યું કે ઉત્તર કોરિયાએ તાજેતરમાં આપેલા નિવેદનમાં જણાયેલા “અસાધારણ ગુસ્સા અને ખુલ્લી શત્રુતા”ને કારણે તેમણે આ નિર્ણય કર્યો છે.
તે સિંગાપોરમાં 12મી જૂને યોજાનારી બેઠક હવે નહીં યોજાય.
કિમ જોંગને લખેલા એક પત્રમાં ટ્રમ્પે કહ્યું કે તે કિમ જોંગને “ક્યારેક” મળવા માટે ખૂબ જ આતુર છે.
ટ્રમ્પે તેમના પત્રમાં જણાવ્યું છે કે, “હું ત્યાં (સિંગાપોરમાં) તમને મળવા ખૂબ આતુર હતો. કમનસીબે, તમારા તાજેતરના નિવેદનમાં જણાતા અસાધારણ ગુસ્સા અને ખુલ્લી શત્રુતાને આધારે મને લાગે છે કે લાંબા સમયથી ગોઠવાયેલી મુલાકાત કરવી આ સમયે અયોગ્ય છે.”
શું તમે આ વાંચ્યું?
તેમણે ઉમેર્યું કે, “તમે તમારી પરમાણુ ક્ષમતાઓ વિશે વાત કરો છો, પણ અમારી પરમાણુ ક્ષમતા એટલી વિશાળ અને શક્તિશાળી છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેનો ક્યારેય ઉપયોગ ન કરવો પડે.”

ઇમેજ સ્રોત, Reuters
આ અગાઉ ગુરુવારે જ ઉત્તર કોરિયાના અધિકારી ચોઈ સોન-હુઈએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સના એ નિવેદનને “મૂર્ખામીભર્યુ” ગણાવીને રદિયો આપ્યો હતો જેમાં પેન્સે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાનો “અંત લિબિયા જેવો” થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કર્યાના આઠ વર્ષ બાદ લિબિયાના નેતા મુઆમર ગદ્દાફીની વર્ષ 2011માં વિદ્રોહીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
છેલ્લાં એક દાયકાથી અમેરિકા સાથેની રાજદ્વારી વાટાઘાટોમાં સંકળાયેલા ચોઈએ જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયા અમેરિકા સાથે સંવાદ કરવા માટે “ભીખ” નથી માંગતું અને જો રાજનીતિ નિષ્ફળ જશે તો “પરમાણુ યુદ્ધ”ની ચેતવણી આપી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

ટ્રમ્પ: 'અમેરિકા અને સાથી રાષ્ટ્રો તૈયાર છે.'
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વાઇટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેમણે રક્ષા મંત્રી જિમ મેટ્ટિસ અને સાથી રાષ્ટ્રો સાથે વાતચીત કરી છે અને જો ઉત્તર કોરિયા કોઈ "મૂર્ખામીભરેલું પગલું" ભરશે તો તેઓ તેને પહોંચી વળવા માટે "તૈયાર" છે.
તેમણે કહ્યું કે તેમને આશા છે કે, આ હકારાત્મક પગલાં લેવાશે, પરંતુ તેમણે ઉમેર્યું કે, જો તેમ નહીં થાય તો "અમે અત્યાર સુધી ક્યારેય નહોતા તેટલા તૈયાર છીએ."

'ઉત્તર કોરિયા પર દબાણ ચાલુ રહેશે'
ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયા પર આંતરરાષ્ટ્રીય "દબાણ બનાવી રાખવાનું કૅમ્પેન" ચાલુ રહેશે. તેમણે કહ્યું, "અમે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની સુરક્ષા અને સલામતી સાથે ક્યારેય બાંધછોડ નહીં કરીએ."

સંયુક્ત રાષ્ટ્રના વડાએ નિરાશા વ્યક્ત કરી
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટરેસે આગામી મહિને અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે યોજાનારી બેઠક રદ થવાથી નિરાશા વ્યક્ત કરી છે.
તેમણે આ મામલા સાથે સંકળાયેલા તમામ પક્ષોને તેમનો સંવાદ જાળવી રાખવા અપીલ કરી છે. સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલો અનુસાર તેમણે કહ્યું, "તમામ પક્ષોએ કોરિયન દ્વીપકલ્પને પરમાણુશસ્ત્રોથી મુક્ત કરવાના શાંતિપૂર્ણ અને ચકાસી શકાય તેવા પ્રયાસો કરવા જોઈએ."

‘ઉત્તર કોરિયા જીત્યું, યુએસ હાર્યું’
મેસેચ્યુસેટ્સમાં એમઆઈટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર વિપિન નારંગે આ ઘટના વિશે તેમનું મંતવ્ય આપ્યું હતું.
તે કહે છે, આ પરિસ્થિતિમાં ઉત્તર કોરિયા અને ચીન વિજેતા બન્યાં છે અને યુએસ, જાપાન અને ‘બાકીના બીજાં બધાં’ બાજી હારી ગયા છે.
તેની પાછળનં કારણ સમજાવતા તે કહે છે, હવે ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રો તેની પાસે જ રહેશે અને તેણે અમેરિકાને વાટાઘાટોમાંથી ખસી જવા ઉશ્કેર્યું અને તે જ “ખરાબ” હોય તેવું દૃશ્ય સર્જ્યું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












