રૉયલ વેડિંગઃ ભારતીય દુલ્હનોના લૂકમાં કેવા લાગે મેઘન? જુઓ અહીં

ગુજરાતી લૂકમાં મેઘન માર્કેલનું ચિત્ર
ઇમેજ કૅપ્શન, જો મેઘન માર્કેલ ગુજરાતી વહુ બનવાના હોત, તો તેઓ કંઈક આ રીતે તૈયાર થતા. ગુજરાતની પારંપરિક સાડી અને ગુજરાતી ઘરેણાં પહેરીને મેઘન માર્કેલ કંઈક આવા લાગતાં
મરાઠી લૂકમાં મેઘન માર્કેલ
ઇમેજ કૅપ્શન, મરાઠી દુલ્હનને સૌથી સુંદર બનાવે છે ત્યાંની પૈઠાની સાડી. મેઘન માર્કેલને પણ જો આ સિલ્કની સાડી, નાકની નથણી અને તનમાની પહેરાવવામાં આવતી તો તેઓ કંઈક આવા જ લાગતા.
બંગાળી લૂકમાં મેઘન માર્કેલ
ઇમેજ કૅપ્શન, લાલ રંગની બનારસી સાડી, સોનાની નથણી, ચંદનનો મેકઅપ અને મુકુટ બંગાળી દુલ્હનની ખાસિયત હોય છે. આ રીતે મેઘન માર્કેલ તૈયાર થાય તો આવા જ લાગી શકે છે.
પંજાબી લૂકમાં મેઘન માર્કેલ
ઇમેજ કૅપ્શન, મેઘન માર્કેલનું પંજાબી લૂક પણ ખૂબ આકર્ષક છે. પંજાબી દુલ્હનના રૂપમાં દુલ્હનને પંજાબી ડ્રેસ કે લહેંગાની સાથે પંજાબી ચૂડા અને કલીરા પહેરાવવામાં આવે છે.
તમિલ લૂકમાં મેઘન માર્કેલ
ઇમેજ કૅપ્શન, જસ્મિનના ગજરા અને કાંજીવરમ સિલ્કમાં તમિલ દુલ્હનના લૂકમાં પણ મેઘન માર્કેલ ખૂબ સુંદર લાગે છે. તમિલ દુલ્હન સામાન્યપણે માથાથી પગ સુધી ઘરેણાંમાં સજેલી હોય છે.
તેલુગૂ લૂકમાં મેઘન માર્કેલ
ઇમેજ કૅપ્શન, તમિલની જેમ તેલુગુ દુલ્હન તરીકે પણ મેઘન માર્કેલ કંઈક આવા લાગતા. તેલુગુ લગ્નમાં લાંબી ચોટલીનો ખાસ રિવાજ છે જેમાં દુલ્હનનો ઝૂડો બનાવી દેવાય છે અને તેમાં ફૂલ લગાવવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો