You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હંમેશને માટે રહસ્ય બની રહેશે ડીજે અવીચીનું મૃત્યુ?
સ્વીડનના વિખ્યાત ડીજે (ડિસ્ક જોકી) અવીચીનું 28 વર્ષની ઉંમરે ઓમાનમાં નિધન થયું છે. અવીચીએ 'મડોના' અને 'કોલ્ડપ્લે' જેવાં બેન્ડ્સ સાથે કામ કર્યું હતું.
અવીચીએ 'ક્લબ વેક મી અપ...', 'હે બ્રધર...' તથા રીટા ઓરા સાથે 'લોનલી ટૂગેધર...' જેવા લોકપ્રિય ગીતોનું સર્જન કર્યું હતું.
અવીચીના પ્રતિનિધિએ એક નિવેદનમાં જણાવ્યું, "અમને એ જણાવતા દુખ થાય છે કે ટિમ બર્ગલિંગ, જેને આપણે અવીચી પણ કહીએ છીએ, તેમનું નિધન થયું છે."
"પરિવાર ગહન શોકમાં છે અને અમને આશા છે કે સંકટ સમયે આપ તેમની પ્રાઇવસીનું સન્માન કરશો."
અવીચી એક રાત પરફોર્મ કરવા માટે અઢી લાખ ડોલર (અંદાજે રૂ. એક કરોડ 65 લાખ) મેળવતા હોવાનું કહેવાય છે.
કેવી રીતે થયું મૃત્યુ?
અવીચીનું મૃત્યુ કેવી રીતે થયું, તે અંગે ઔપચારિક રીતે કશું જણાવવામાં નથી આવ્યું. અવીચીના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું છે કે આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં નહીં આવે.
વર્ષ 2014માં સર્જરી દ્વારા તેમના ગાલ બ્લેડર તથા ઍપેન્ડિક્સ કાઢી નાખવામાં આવ્યાં હતાં.
નાદુરસ્ત તબિયતને કારણે 2016માં તેમણે ટૂર્સ કરવાનું બંધ કરી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
એ સમયે અવીચીએ કહ્યું હતું, "હું નસીબદાર છું કે મને દુનિયાભરમાં ફરવા તથા પર્ફૉર્મ કરવા મળ્યું, પરંતુ એક સામાન્ય માણસની જેમ જીવવા માટે હવે મારી પાસે બહુ થોડો સમય વધ્યો છે."
કોણ હતા અવીચી?
- ગત દસ વર્ષ દરમિયાન ડાન્સ મ્યુઝિકની દુનિયામાં તેઓ છવાયેલા રહ્યા હતા.
- અવીચીએ વર્ષ 2008માં તેમની કરીઅર શરૂ કરી હતી.
- સ્પૉટિફાય પર 11 અબજ વખત તેમનાં ગીત સાંભળવામાં આવ્યાં હતાં.
- અવીચી દુનિયાના પહેલા ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક ડીજે (ડિસ્ક જોકી) હતા, જેમણે દુનિયાભરનો પ્રવાસ ખેડ્યો હોય.
- અવીચીને બે ગ્રૅમી નોમિનેશન્સ પણ મળ્યાં હતા.
- વધુ પડતો શરાબ પીવાને કારણે તેમને કેટલીક બીમારીઓ પણ થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો