સિંગાપુરમાં પણ ઝડપાયું પરીક્ષામાં ચોરીનું કૌભાંડ!

ગુજરાત અને બિહાર સહિતના ભારતમાં પરીક્ષામાં સામૂહિક ચોરીના કિસ્સા હવે નવાઈ ગણતા નથી, પણ પરદેશમાં આ બાબત આશ્ચર્યજનક ગણાય છે. 2016ની એક્ઝામમાં ચોરી કરવામાં છ ચીની સ્ટુડન્ટ્સને કર્યાની કબૂલાત સિંગાપુરના એક ટ્યુટરે કરી છે.
ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે એક વ્યાપક યોજના અનુસાર સ્ટુડન્ટ્સને એક્ઝામમાં ચોરી કરાવવામાં આવી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
તાન જિયા યાને ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી અને તેણે સમયબદ્ધ પ્રશ્નોના જવાબ આપવાના હતા.
સવાલોના જવાબ તેમણે અન્ય સ્ટુડન્ટ્સને ફોન કરીને મેળવ્યા હતા.
વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન્સ તથા બ્લ્યૂટૂથ ડિવાઇસિઝ ગૂપચૂપ સાથે લાવ્યા હતા અને એક્ઝામ્સ દરમ્યાન તેમણે સ્કીન કલરના ઇયરફોન્સ લગાવેલાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
તાન જિયા યાન પરીક્ષામાં ચોરીના 27 આરોપસર સોમવારે દોષી સાબિત થયાં હતાં. બીજા ત્રણ શકમંદો પણ તાન જિયા યાન જેવા આરોપો મૂકવામાં આવ્યા છે.
ઓ લેવલની એક્ઝામ્સ સામાન્ય રીતે 16 વર્ષની આસપાસની વયના સ્ટુડન્ટ્સ આપતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે એક્ઝામ આપતા સ્ટુડન્ટ પાસેથી વિચિત્ર અવાજ એક નિરીક્ષકે સાંભળ્યો, ત્યારે ચોરીનું આ કૌભાંડ બહાર આવ્યું હતું.
જે સ્ટુડન્ટ પાસે અવાજ સંભળાયો હતો તેને એક્ઝામ હોલમાંથી અલગ સ્થળે લઈ જવાયો હતો અને ગંજી કાઢી નાખવાનું કહેવામાં આવ્યું હતું.
તેની પાસેથી મોબાઇલ ફોન, બ્લ્યુટૂથ ડિવાઇસ અને સ્કીન કલરના ઇયરફોન મળી આવ્યાં હતાં.
એક્ઝામમાં ચોરીના કેસની સુનાવણીના પહેલા દિવસે ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, તાન જિયા યાન અને તેમનાં સાથીઓએ સિંગાપુર એક્ઝામિનેશન ઍન્ડ અસેસમેન્ટ બોર્ડની 2016ના ઓક્ટોબરમાં યોજાયેલી એક્ઝામમાં ચોરી કરવામાં છ સ્ટુડન્ટ્સને મદદ કરી હતી.
નાયબ સરકારી વકીલ વડિવાલગન શણ્મુગાએ જણાવ્યું હતું કે એક્ઝામમાં અત્યાધુનિક ઉપકરણો દ્વારા ચોરી કરવામાં આવી હતી.
ઘટના બની ત્યારે તાન જિયા યાન ઝીયસ એજ્યુકેશન સેન્ટરનાં કર્મચારી હતાં.
અન્ય ત્રણ શકમંદોમાં સેન્ટરના પ્રિન્સિપાલ પોહ યુઆનની તથા તેમનાં સાથી ટીચર્સ ફિઓના પોહ મિન તથા ફેંગ રિવેનનો સમાવેશ થાય છે. તેમની સામેનો ખટલો આ સપ્તાહમાં ચાલશે.
પોહ યુઆન નીને ચીની સ્ટુડન્ટ્સ પાસેથી 6,100 ડોલર્સ મળ્યા હતા. એ ઉપરાંત સેન્ટરને રીફર કરવામાં આવેલા દરેક સ્ટુડન્ટ પેટે તેમને એક-એક હજાર ડોલર્સ મળ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












