You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા: સીરિયા હુમલાના પરિણામ ભોગવવા પડશે
અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને શનિવારે વહેલી સવારે સીરિયાના કેટલાક સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો.
આ ઠેકાણાઓ પર કથિત રૂપે રાસાયણિક હથિયારો રાખવામાં આવ્યા હતા.
અપેક્ષા પ્રમાણે જ રશિયા સીરિયાની પડખે ઊભું રહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં તેની અસર જોવા મળી હતી.
રશિયાએ આરોપ મૂક્યો હતો કે, બનાવટી પુરાવાઓના આધારે સીરિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. બ્રિટને આ આરોપોને નકાર્યા હતા.
સુરક્ષા પરિષદની બેઠકમાં હુમલાઓની સામે રશિયા દ્વારા રજૂ કરવામાં આવેલો નિંદા પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો.
બાદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ દ્વારા સુરક્ષા પરિષદ સમક્ષ સીરિયામાં રાસાયણિક હથિયારોના ઉપયોગની સ્વતંત્ર તપાસ હાથ ધરવાની માગ કરી હતી.
એક તબક્કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટાનિયો ગ્યુટેરસે કહ્યું હતું, 'એવું લાગે છે કે શીતયુદ્ધ પરત ફર્યું છે.'
રશિયાની પ્રતિક્રિયા
હુમલા બાદ રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે અમેરિકાના નેતૃત્વમાં સીરિયા પર થયેલા હુમલાઓને 'આંતરરાષ્ટ્રીય કાયદાઓના ભંગ' સમાન ગણાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે અમેરિકાના નેતૃત્વમાં થયેલા હુમલામાં સીરિયામાં સ્થિત રશિયાના નેવલ અને એરબેઝને ટાર્ગેટ નથી બનાવાયા.
અમેરિકા ખાતે રશિયાના ઍમ્બેસેડર અન્નાતોલે એન્તોનોવે નિવેદન બહાર પાડીને જણાવ્યું, "ફરી અમને ધમકી આપવામાં આવી રહી છે.
અમે ચેતવણી આપી હતી કે આ પ્રકારની કાર્યવાહીના પરિણામ ભોગવવા પડશે."
હુમલા બાદ સીરિયાની સ્થિતિ
સીરિયાની રાજધાની દમાસ્કસમાં રહેતા લોકોમાં અમેરિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
દમાસ્કસના માર્ગો પર હાથમાં સીરિયાના ઝંડા અને બંદૂકો સાથે વિરોધ પ્રદર્શન નજરે પડ્યા હતા.
પ્રદર્શનમાં નાગરિકો જોવા મળી રહ્યા છે જેમાં વૃદ્ધ મહિલાઓ, પુરુષો અને બાળકો તથા યુવાઓ સામેલ થયા.
પ્રદર્શનકારીઓના હાથમાં બશર-અલ-અસદની તસવીરો પણ જોવા મળી હતી.
દરમિયાન હુમલા બાદ સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ તેમની ઓફિસમાં જતાં હોય એવો એક વીડિયો રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં એવું જાહેર કરવાનો પ્રયાસ છે કે આ હુમલાથી સીરિયાની સરકાર પર કોઈ અસર નથી થઈ.
સીરિયાએ કઈ રીતે પોતાની સુરક્ષા કરી?
રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે સીરિયાના લશ્કરે દાયકાઓ જૂના હથિયારોની મદદથી અમેરિકાના નેતૃત્વવાળા મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો.
રશિયાની ન્યૂઝ એજન્સી ઇન્ટરફેંક્સ અનુસાર રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું, "સીરિયાના એર ડિફેન્સ સિસ્ટમ એસ-125, એસ-200, બક અને ક્વાદ્રતથીનો મિસાઇલ હુમલો નિષ્ફળ કરવામાં ઉપયોગ થયો હતો."
તમે આ વાંચ્યું કે નહીં?
"તેને 30 વર્ષ પૂર્વે સોવિયટ સંઘમાં બનાવવામાં આવી હતી."
એવું પણ કહેવાયું છે કે રશિયાના એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.
સીરિયાને પહેલાથી જ ખબર હતી?
સીરિયાની સરકારે કહ્યું છે કે સૈન્ય ઠેકાણાઓ પર હુમલા વિશે પહેલા જ જાણકારી મળી ગઈ હતી.
એક અધિકારીએ રૉયટર્સ ન્યૂઝ એજન્સીને કહ્યું, "અમને રશિયા તરફથી હુમલાની જાણકારી પહેલા જ મળી ગઈ હતી.
"તમામ સૈન્ય ઠેકાણાઓને કેટલાંક દિવસો પૂર્વે ખાલી કરી દેવાયા હતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો