કિમ જોંગ-ઉન અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત

ઇમેજ સ્રોત, CCTV
કેટલાંક દિવસોથી ચાલતી અટકળો વચ્ચે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને ચીનની મુલાકાત લીધી હોવાની પુષ્ટિ થઈ ગઈ છે.
2011માં ઉત્તર કોરિયાની સત્તા સંભાળ્યા બાદ કિમ જોંગનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.
નોંધપાત્ર બાબત એ છે કિમ જોંગ-ઉન ટ્રેનમાં બેસીને ચીન પહોંચ્યા હતા.
વિશ્વમાં સોમવારે ચીનના પાટનગર બેઇજિંગ પહોંચેલી એક રહસ્યમય ટ્રેન વિશેના સમચારોએ આ ચર્ચા જગાવી હતી.
હવે ચીનની સરકારી એજન્સી શિન્હુઆ અનુસાર ચીનની રાજધાની બીજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કિમ જોંગ સાથે મુલાકાત કરી હોવાનું જણાવ્યું છે.
તમને આ વાંચવુ પણ ગમશે:
ઉત્તર કોરિયા નેતૃત્વ સાથે સંબંધિત ટ્રેન ચીનમાં જોવા મળતા એ વાતની અટકળો ચાલી હતી કે ઉત્તર કોરિયાની સત્તા સંભાળ્યાના સાત વર્ષ બાદ કિમ જોંગ-ઉને પ્રથમ વિદેશ યાત્રા કરી છે.

ઇમેજ સ્રોત, STR/AFP/GETTY IMAGES
કિમ જોંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વચ્ચેની પ્રસ્તાવિત મુલાકાત પૂર્વે આ પ્રવાસ કર્યો છે.
ઉત્તર કોરિયા તેની મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમ મામલે અમેરિકા સાથે વાટાઘાટ કરવા જઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીન પરંપરાગત રીતે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવતી વાટાઘાટોમાં મધ્યસ્થી કરતું આવ્યું છે.
જોકે, અમેરિકા સાથેની પ્રસ્તાવિત વાટાઘાટમાં તેની ભૂમિકા શું હશે તે હજૂ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














