વીર્યમાં શુક્રાણુની ઉણપ કેવી રીતે ખતરનાક બની શકે?

    • લેેખક, એલેક્સ થેરિયન
    • પદ, હેલ્થ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

પુરુષોના વીર્યમાં શુક્રાણુની સંખ્યામાં ઉણપનો મતલબ માત્ર તેમની પ્રજનન ક્ષમતામાં જ મુશ્કેલી છે તેવું નહીં પરંતુ તેનાથી ખબર પડે છે કે અન્ય પ્રકારની પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ છે.

એક અભ્યાસથી આ વાત સામે આવી છે કે શુક્રાણુની ઉણપ એ જણાવે છે કે તમે તંદુરસ્ત નથી.

શુક્રાણુની ઉણપવાળા 5,177 પુરુષો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તેમાંથી 20 ટકા લોકો મેદસ્વિતા, હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલથી પીડાતા હતા.

તેની સાથે જ તેમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની પણ ઉણપ હતી. આ અભ્યાસ પ્રમાણે જેમના વીર્યમાં શુક્રાણુની સંખ્યા ઓછી હોય છે તેમણે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓની પણ તપાસ કરાવવી જોઈએ.

પુરુષોના વીર્યમાં શુક્રાણુની સંખ્યામાં ઉણપનો મતલબ માત્ર તેમની પ્રજનન ક્ષમતામાં જ મુશ્કેલી છે તેવું નહીં પરંતુ તેનાથી ખબર પડે છે કે અન્ય પ્રકારની પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ છે.

શું છે સમસ્યા?

વીર્યમાં શુક્રાણુની ઉણપ કે વીર્યની ગુણવત્તામાં ઘટાડો થવાના કારણે દરેક ત્રણમાંથી એક કપલ માતાપિતા બનવા ઝઝૂમી રહ્યાં છે.

આ નવી સ્ટડીમાં ડૉક્ટરોએ ઇટાલીમાં તપાસ કરી તો જે પુરુષ પ્રજનન ક્ષમતાની મુશ્કેલીથી ઝઝૂમી રહ્યાં છે તેઓનું સામાન્ય સ્વાસ્થ્યમાં પણ તંદુરસ્ત નથી.

અભ્યાસ પ્રમાણે જે પુરુષોના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય છે તેઓ મેટાબોલિક સિંડ્રોમથી ઝઝૂમી રહ્યાં છે.

તેમનું વજન લંબાઈના પ્રમાણે વધારે હોય છે અને તેમનામાં હાઇ બ્લડ પ્રેશરની આશંકા બની રહે છે.

તેઓમાં ડાયાબીટીસ, હૃદયની બીમારી અને સ્ટ્રોકની પણ આશંકા પ્રબળ હોય છે.

તેની સાથે જ તેમાં સામાન્યથી 12 ગણાં ઓછાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન હોય છે જે યૌનેચ્છા જગાવે છે.

તેનાંથી માંશપેશીઓ નબળી થવાની આશંકા રહે છે અને હાડકાં પણ પાતળાં થવાં લાગે છે.

હાડકાં નબળાં થવાથી તૂટવાની શક્યતા પણ વધી જાય છે.

યુનિવર્સિટી ઓફ બ્રેસામાં એન્ડોક્રનોલોજીના પ્રોફેસર ડૉ. અલ્બર્ટો ફર્લિનના નેતૃત્વમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

તેમને જણાવ્યું, ''પ્રજનન ક્ષમતામાં ઉણપના કારણે ઝઝૂમી રહેલા પુરુષો માટે મહત્ત્વપૂર્ણ એ છે કે તેઓ આની સાથે અન્ય ઘણી સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યા છે.

આ બાબત માત્ર પ્રજનન ક્ષમતાની નથી પરંતુ તેમના જીવનની છે. પ્રજનન ક્ષમતાનું મૂલ્યાંકન પુરુષો માટે એક સારો મોકો છે કે તેઓ તેના દ્વારા પોતાના શરીરની અન્ય બીમારીઓને પણ પકડી શકે છે.''

જો કે આ અભ્યાસના લેખકનું કહેવું છે કે વીર્યમાં શુક્રાણુની સંખ્યા ઓછી હોવી મેટાબોલિક સમસ્યાનું પ્રમાણ નથી પરંતુ બંને સમસ્યાઓ એકબીજાથી જોડાયેલી છે.

આ રિસર્ચ ટીમનું કહેવું છે કે ટેસ્ટોસ્ટેરોનમાં ઉણપનો સંબંધ આ સમસ્યાઓ સાથે સીધો છે.

ડૉ. ફર્લિનનું કહેવું છે કે જો કોઈ પુરુષ પોતાની પ્રજનન શ્રમતાની તપાસ કરવા જાય છે તો તેમણે યોગ્ય સંપૂર્ણ સ્વાસ્થ્યની તપાસ કરાવવી જોઈએ.

તેમણે કહ્યું, ''જે પુરુષો પિતા બની શકતા નથી તેમણે વીર્ય સાથે અન્ય કેટલીક વસ્તુઓની તપાસ કરાવવી જોઈએ.''

ઘણા જાણકારોનું કહેવું છે કે જે લોકો વીર્યની ગુણવત્તાની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે તેઓ કદાચ જ શરીરની અન્ય સમસ્યાઓની તપાસ કરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો