You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું છે ફેસબુક પર 'BFF' લખવાનું રહસ્ય?
એક ફેસબુક સ્ટેટસ અપડેટના કારણે લોકો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા કરી રહ્યા છે.
આ અપડેટ એવો દાવો કરે છે કે જો તમે ફેસબુકના ઍપ અથવા ડેસ્કટૉપ બ્રાઉઝર પર 'બી.એફ.એફ.' (BFF) લખો અને પરિણામે તે લીલા રંગમાં બદલાઈ જાય, તો તેનો અર્થ એ છે કે તમારું ફેસબુક અકાઉન્ટ સુરક્ષિત છે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના હૅક્સથી સલામત છે.
તમને આ પણ વાંચવું ગમશે
સ્ટેટસ અપડેટના જણાવ્યા અનુસાર, "ફેસબુકના સી.ઈ.ઓ. માર્ક ઝકરબર્ગે બી.એફ.એફ. શબ્દનો આવિષ્કાર કર્યો હતો. ફેસબુક પર તમારું અકાઉન્ટ સલામત છે કે નહીં, તેની ખાતરી કરવા માટે, કૉમેન્ટમાં 'BFF' લખો. જો તે લીલા રંગનું દેખાય, તો તમારું અકાઉન્ટ સુરક્ષિત છે. જો તે લીલા રંગનું ન દેખાય, તો તરત જ તમારો પાસવર્ડ બદલો કારણ કે તમારું અકાઉન્ટ હૅક કરવામાં આવશે."
આ દાવાનું મૂળ અસ્પષ્ટ છે, પરંતુ ફેસબુક ફીચર્સની અન્ય અફવાઓની જેમ, તે અત્યાર સુધી ઝપાટાબંધ ફેલાવી છે. વધુમાં મોટાભાગના દાવાઓની જેમ, તે ફેસબૂકની સુવિધાઓ વિશે અચોક્કસ જાણકારી અને અનુમાન પર આધારિત છે.
23 ઓક્ટોબર 2017ના રોજ ડિજિટલ વેબસાઇટ મૅશેબલે ફેસબુકના એક નવા ફીચર વિશેની જાણકારી આપી હતી. જેમાં કેટલાક શબ્દો હતા જેને ટાઇપ કરવાથી લોકો પેજ પર ઍનિમેશન જોઈ શકતા હતા. શબ્દોમાં "અભિનંદન", "એક્સ.ઓ.એક્સ.ઓ." (xoxo) અને "બી.એફ.એફ." હતા.
હકીકતોની ચકાસણી કરનારી વેબસાઇટ સ્નોપ્સ.કૉમ (Snopes.com)ના જણાવ્યા અનુસાર, જો તમે 'બી.એફ.એફ.' ટાઇપ કરો અને તમારું અકાઉન્ટ લીલા રંગમાં નથી બદલાતું, તો આ બાબત કોઈપણ રીતે અકાઉન્ટ સુરક્ષાથી સંબંધિત નથી.
લીલા રંગના 'બી.એફ.એફ.'ની ગેરહાજરી એ સૂચવતું નથી કે કોઈપણ અકાઉન્ટને કોઈપણ સમયે જોખમમાં નાખવામાં આવ્યું હતું. તેના બદલે આ બાબત મોટાભાગે બ્રાઉઝર સેટિંગ્સ સાથે સંબંધિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયા પર લોકો આ વિષે શું કહી રહ્યા છે?
ફેસબુક યૂઝર આકાશ ત્રિવેદીએ એક પોસ્ટમાં લખ્યું, "બધાં 'બી.એફ.એફ.' કૉમેન્ટ પોસ્ટ કરનારાં, આ બાબત નકલી છે. આનંદ કરો. આ એક કારણ છે જેના લીધે આવી મૂર્ખ બાબતો વાયરલ થાય છે. માત્ર કારણ કે કોઈએ તમને કહ્યું છે, અને આ બાબત રસપ્રદ લાગે છે, તે સાચી હોય તો જ શૅર કરવી જોઈએ."
પોતાની પ્રતિક્રિયા જણાવતા રાકેશ પટવારીએ લખ્યું, "હું ઘણાં લોકોને આ અફવાનો શિકાર થતાં જોઈ રહ્યો છું. આ બાબત મજાકમાં કરેલી છેતરપિંડી અર્થહીન છે. આ સુરક્ષા સાથે સંબંધિત નથી. જો તમારા ફોન પર ફેસબુક ઍપ અપડેટેડ છે, તો પરિણામે ઍનિમેટેડ ફીચર ચાલશે અથવા નહીં ચાલે."
વિશેષજ્ઞનું શું માનવું છે?
બીબીસી સાથેની વાતચીતમાં સાઇબર ગુનાઓના નિષ્ણાત અને ડેટા પ્રાઇવસીના પરામર્શક રિતેશ ભાટિયાએ જણાવ્યું, "આ ઘટના અકાઉન્ટ સુરક્ષાથી સાથે સંબંધિત નથી. હકીકતમાં આ ફેસબુકનું બિલ્ટ-ઇન ફીચર છે, જેનું નામ 'ટેક્સ્ટ ડિલાઇટ્સ' છે, જે કેટલાક શબ્દોને અલગ રંગોમાં પ્રકાશિત કરે છે અથવા કેટલાકનું ઍનિમેશન પણ કરે છે. જે માત્ર લોકોનું ધ્યાન ખેંચવા માટે છે."
વધુમાં તેમણે જણાવ્યું, "જ્યારે એક હૅકર કોઈનું અકાઉન્ટ હૅક કરે છે અને તે વ્યક્તિના ઇમેલ અને ફોન નંબર સંબંધિત પાછું મેળવવાની જાણકારીમાં ફેરફાર કરે છે, હૅકર હૅક થયેલા અકાઉન્ટમાંથી હેરફેર કરવા લાગે છે. આવી પરિસ્થિતિમાં, મિત્ર અને પરિવાર દ્વારા આ વ્યક્તિને જ્યારે આ બાબતની જાણ થાય છે, ત્યારે તે પોલીસમાં ફરિયાદ દાખલ કરી શકે છે. પોલીસને ફેસબુકમાંથી ઘટના સંબંધિત જાણકારી મળશે અને ત્યારબાદ વ્યક્તિને આઈ.પી. એડ્રેસ અંગે વિગતો આપશે. મોટા ભાગના કિસ્સાઓમાં, આ બાબત અહીંયા સમાપ્ત થઈ જાય છે કારણ કે માહિતી પ્રાપ્ત થયા બાદ, પોલીસ આ વિષે કંઈ નથી કરતી."
"અકાઉન્ટમાં હૅક થયાની જાણકારી યૂઝરને ત્યારે જ ખબર પડે છે જ્યારે લૉગ-ઇન કરવામાં સમસ્યા ઉદ્ભવે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો