You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુતિન વિશે એ સવાલોના જવાબો જે ‘ગૂગલ’ને પૂછાય છે
ભારત રશિયા પાસેથી મિસાઇલ સિસ્ટમ ખરીદવાનું છે, પરંતુ આ મામલે અમેરિકાએ વાંધો ઉઠાવ્યો છે.
અમેરિકા રશિયા પાસેથી ભારત હથિયાર ખરીદે તેના પક્ષમાં નથી. વર્ષોથી અમેરિકા અને રશિયા એકબીજાંના વિરોધી રહ્યાં છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અમેરિકા વિરોધી વલણ માટે જાણીતા છે.
પુતિન 2024 સુધી રશિયાના રાષ્ટ્રપતિ પદ માટે રહેશે. તેઓ જ્યારે છેલ્લી ચૂંટણીમાં વિજય હાંસલ ત્યારે તેમના પર ગેરરીતિના આરોપો પણ લાગ્યા હતા.
વિશ્વમાં પુતિનની અંગત જિંદગી અંગે બહુ ઓછી માહિતી મળે છે અને લોકો આ અંગે સતત ગૂગલમાં તેમના અંગેના સવાલો શોધતા રહે છે.
વ્લાદિમીર પુતિન ધનવાન છે?
રશિયાના ચૂંટણી પંચની માહિતી મુજબ પુતિનનો સત્તાવાર પગાર એક લાખ બાર હજાર ડોલર એટલે કે આશરે 72 લાખ 85 હજાર રૂપિયા છે.
પરંતુ બે વર્ષ પહેલાં એ સમયના અમેરિકાના ટ્રેઝરી અધિકારી એડમ ઝુબિને બીબીસીને કહ્યું હતું કે પુતિન 'ભ્રષ્ટાચારી' છે અને તેઓ પોતાની સંપત્તિ વિશે વિગતો છુપાવી રહ્યા છે.
રશિયાએ જોકે આ આરોપો નકાર્યા હતા. 2007ના CIA મેમો મુજબ, તેમની અંગત સંપત્તિ અઢી લાખ કરોડ રૂપિયા જેટલી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક ટીકાકારે 2012માં આ સંપત્તિ સાડા ચાર લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી હોવાનું કહ્યું હતું.
વ્લાદિમીર પુતિનનાં લગ્ન થયાં છે?
આ પ્રશ્નનો જવાબ જ્યાં સુધી અમને ખબર છે તો એ 'ના'માં છે. જૂન,2013માં તેમણે અને તેમની પત્નીએ છૂટાછેડા લીધા હતા.
જોકે પુતિનના પૂર્વ જિમ્નાસ્ટ અને રાજકારણી એલિના કાબાએવા સાથે સંબંધોની અફવા હતી, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી.
વ્લાદિમીર પુતિનને પુત્ર છે?
તેમને પુત્ર નથી, પરંતુ તેમને બે પુત્રીઓ કેટરિના અને મારિયા હોવાનું કહેવાય છે, જેમાં કેટરિના પૂર્વ ડાન્સર છે.
જોકે પુતિન અને તેમની પુત્રીઓ વિશે માહિતીઓ બહુ મળી શક્તી નથી.
વ્લાદિમીર પુતિન હસે છે?
તેઓ આપણા કરતાં અલગ નથી. એટલે પુતિન પણ હસે છે.
જ્યારે તમે ખુશ હો, તમારું શરીર એન્ડોર્ફિન્સ બનાવે છે, ન્યુરોનલ સિગ્નલો તમારા ચહેરાનાં સ્નાયુઓને મોકલે છે અને છેલ્લે તમે હસો છો.
વ્લાદિમીર પુતિને મીમ પ્રતિબંધિત કર્યાં છે?
આ 2015માં આ વિશે રિપોર્ટ આવ્યો હતો પરંતુ તેને સંપૂર્ણ પ્રતિબંધ કરતાં 'ભલામણ' કહી શકાય.
પરંતુ ગયા વર્ષે રશિયાના ન્યાય મંત્રાલયે જાહેરાત કરી કે જે રીતે ઉપરની તસવીરમાં પુતિનની તસવીર સાથે ચેડાં કરવામાં આવ્યાં છે, તે 'ઉગ્રવાદી સામગ્રી' છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો