You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીરિયાએ તોડી પાડ્યું ઇઝરાયલી ફાઇટર જેટ
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેમનું ફાઇટર જેટ, સીરિયાના ઍન્ટિ-એરક્રાફ્ટ ફાયરના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
જોકે, બન્ને પાયલટ જેટથી કૂદી ગયા હતા અને પેરાશૂટની મદદથી ઇઝરાયલમાં ઉતરવામાં સફળ થયા હતા. ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા.
ઇઝરાયલનું કહેવું છે કે તેમનું એફ-16 ફાઇટર જેટ તેમના વિસ્તારમાં પ્રવેશેલા ડ્રોન પર નજર રાખી રહ્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
જૉર્ડન અને સીરિયા સાથે જોડાયેલી ઇઝરાયલની સરહદ નજીક રહેતા લોકોનું કહેવું છે કે તેમણે જોરદાર ધડાકો સાંભળ્યો હતો.
સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે, "એક ફાઇટર હેલિકોપ્ટરે ઇરાનના એક યુએવી (માનવ રહિત વિમાન) અંગે બાતમી મળી હતી. યુએવીએ સીરિયામાંથી ઉડ્ડાણ ભરી હતી."
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે સીરિયામાં એ યુએવીને નિશાન બનાવ્યું હતું.
સીરિયાના સરકારી મીડિયા અનુસાર, સીરિયાની હવાઈ સુરક્ષા પ્રણાલીએ ઇઝરાયલી કાર્યવાહીને ઉશ્કેરણીજનક ઠેરવી છે અને એક કરતા વધારે વિમાનને નિશાન બનાવવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીના મધ્યપૂર્વ સંવાદદાતા ટૉમ બેટમેનનું કહેવું છે કે સીરિયામાં ઇઝરાયલી હુમલા અસામાન્ય નથી, પરંતુ ઇઝરાયલનું ફાઇટર જેટ તોડી પાડવા જેવી ગંભીર ઘટના પહેલી વખત ઘટી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો