આ ગ્રાફિક્સ નથી, રિયલ લાઇફ તસવીરો છે!

ઇન્ટરનેશનલ ગાર્ડન ફોટોગ્રાફર ઑફ ધ યર માટે જજોને દુનિયાભરના ફોટોગ્રાફરની હજારો તસવીરો મળી.

પરંતુ તેમાં બાજી મારી બ્રાઝીલ સ્થિત બ્રાસીલીયાના માર્કિઓ કેબ્રેલની તસવીરે. આ તસવીરને તેમણે શીર્ષક આપ્યું હતું 'સેર્રાડો સનરાઇઝ'.

'ઇન્ટરનેશનલ ગાર્ડન ફોટોગ્રાફર ઑફ ધ યર'ના મેનેજીંગ ડાયરેક્ટર ટાયરૉન મૅકગ્લિન્ચીએ કહ્યું, "માર્સિઓએ વનસ્પતિ જગતની અદભૂત તસવીર પોતાના કૅમેરામાં કેદ કરી છે.

"તેમાં તેમણે પેપલન્થસ ચિકિટન્સિસ નામના ફૂલોને દર્શાવ્યા છે. તસવીરમાં એવું દેખાઈ રહ્યું છે જાણે ફૂલના અસંખ્ય રેશા સૂર્યની પહેલી કિરણને પોતાની તરફ ખેંચી રહ્યા છે."

આ પ્રતિયોગિતામાં એકએકથી ચડિયાતી સુંદર કુદરતી તસવીરો જોવા મળી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

તસવીરોના માધ્યમથી દરેક પ્રકારની ઋતુને કૅમેરામાં કેદ કરવામાં આવી છે.

ચીનમાં ચોખાના ખેતરોથી માંડીને ફૂલોથી સજ્જ ઑસ્ટ્રિયાના બગીચાઓની તસવીરોનો સમાવેશ થાય છે.

ડોરસેટ

આ તસવીર ડૉરસેટની છે. ફોટોગ્રાફર માર્ક બ્યુઅરે 'સ્ટેબોરો હીધ નેશનલ નેચુરલ રિઝર્વ'માં હીથર એટલે કે જાંબુડિયા ફૂલવાળા છોડની ફેલાયેલી ચાદરની તસવીર પોતાના કૅમેરામાં કેદ કરી હતી.

મૂન ગેટ

એની ગ્રીનના કૅમેરામાંથી કેદ થયેલી આ તસવીર જર્મનીના બવેરિયાની છે. તેમની આ તસવીરમાં 'મૂન ગેટ' દર્શાવવામાં આવ્યો છે.

ગોલ્ડન રાઇસ

ઊંચી નીચી જમીન પર 'ગોલ્ડન રાઇસ'ની ખેતીની આ તસવીર ચીનમાં લેવામાં આવી છે. આ તસવીરને શેઓફેંગ ઝેંગે પોતાના કૅમેરામાં કેદ કરી છે.

ચીનનો મેડિકલ પ્લાન્ટ

ચીનના યી ફેન નામના ફોટોગ્રાફરે પહાડી વિસ્તાર યુનાનમાં ઉગેલા ખતરનાક મેડિકલ પ્લાન્ટની તસવીર લીધી હતી.

ઇયળ છે કે હેરસ્ટાઇલ!

આ તસવીર ચીનના વુહાન સિટીની છે. તસવીરમાં ઇયળ જેવું એક જીવ જોવા મળી રહ્યું છે અને તેનો આકાર જણાય છે કે જાણે કોઈ હેરસ્ટાઇલ હોય.

પૉલરાઇઝ્ડ લાઇટ

ઉત્તર આયર્લૅન્ડના સ્ટિવ લાઉરી નામના ફોટોગ્રાફરે પૉલરાઇઝ્ડ લાઇટની મદદથી લાકડાનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું.

વૅલ બસસ્કગ્ના

ઇટલીના પિડમોન્ટ સ્થિત 'વૅલ બસસ્કગ્ના'ની તસવીર મૌરો ટ્રાન્ટો નામના ફોટોગ્રાફર દ્વારા રજૂ કરાઈ હતી.

વાહ...શું સુગંધ છે!

આ તસવીર ઑસ્ટ્રિયાના વિયેનાની છે કે જેમાં ઉંદર જેવું એક નાનું પ્રાણી ફૂલની સુગંધ લઈ રહ્યું છે. આ તસવીરને હેનરિક સ્પ્રેન્ઝે રજૂ કરી હતી.

લક્ઝમબર્ગ

લક્ઝમબર્ગ સ્થિત એન્સમબર્ગના ન્યૂ કાસલની આ તસવીર મારિયાના મજેરસે લીધી હતી. તેમાં તેમણે બરફથી જામેલો વિસ્તાર દર્શાવ્યો છે.

કેથરીન બેલડોકને અમૂર્ત ચિત્રકળાની કેટેગરીમાં વિજેતા ઘોષિત કરાયા હતા. તેમણે મલ્ટીપલ લીલીપેડની એક સુંદર તસવીર રજૂ કરી હતી.

ઇસ્ટ સસેક્સ

જોન ગ્લોવરે ઇસ્ટ સસેક્સમાં સૂર્યોદયની આ સુંદર તસવીર પ્રતિયોગિતામાં રજૂ કરી હતી.

વેલ્સ

વેલ્સના ગ્વિનેડમાં આ ફિમેલ બ્લેકબર્ડ વૃક્ષો તરફ જોઈ રહ્યું છે અને માળો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ તસવીર એલન પ્રાઇસ દ્વારા લેવામાં આવી હતી.

વેલ્સના કાર્માથેન્શાયર સ્થિત એબરગ્લેસની ગાર્ડનની આ તસવીરમાં ઓગસ્ટ મહિનાનું દૃશ્ય રજૂ કરાયું છે. તેમાં ફળ અને ફૂલની સુંદર તસવીર જોવા મળી રહી છે.

સ્લોવેનિયા

આ તસવીર સ્લોવેનિયાની છે કે જેને મે મહિનામાં લેવામાં આવી હતી. તસવીરમાં જમીનનો ભાગ કાંદા જેવા મૂળવાળા ફૂલછોડથી ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

નેધરલેન્ડ

આ તસવીર નેધરલેન્ડની છે. તેમાં જોવા મળી રહ્યું છે એક કરોળિયું હેલેનિયમ નામના ફૂલનો ઉપયોગ કરી એક જાળ બનાવી રહ્યું છે.

કૅનેડા

આ તસવીર કૅનેડાના યુકોન વિસ્તારની છે. તેમાં ટોમ્બસ્ટોન ટેરિટોરિયલ પાર્ક દર્શાવવામાં આવ્યો છે. તેને જોતા જ એક ક્ષણ માટે ઉંડો શ્વાસ લેવાની ઇચ્છા થઈ જાય તેવો આ પાર્ક છે.

લંડન

એલીસન સ્ટેઇટ નામનાં ફોટોગ્રાફરે પુલ્સેટીલ્લા નામના ફુલની તસવીર રોયલ બોટાનિક ગાર્ડનમાં લીધી હતી. આ ગાર્ડ લંડનના ક્યૂમાં સ્થિત છે.

જર્મની

જાંબુડિયા રંગના ફૂલવાળા આ વેલાની તસવીર જર્મનીમાં લેવાઈ હતી.

આ તસવીર, કે જેમાં સૂકાં ફૂલ જોવા મળી રહ્યાં છે, માટે ફોટોગ્રાફર ફ્રાન્ટીસ્ક રેરુચાની ખૂબ પ્રશંસા થઈ હતી.

સ્કૉટલૅન્ડ

સ્કૉટલૅન્ડમાં લેવાયેલી આ તસવીરમાં દૂર દૂર સુધી પાઇનના વૃક્ષો ફેલાયેલા જોવા મળી રહ્યા છે.

સુકી દ્રાક્ષના આ નાના વેલાની તસવીરને પણ પ્રતિયોગિતામાં ખૂબ પ્રશંસા મળી હતી.

ઉત્તરી અમેરિકા

આ તસવીરમાં ફોટોગ્રાફર ક્લે બોલ્ટે ઉત્તરી અમેરિકાની મધમાખીઓને રજૂ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો