You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લંડન પ્રવાસે ગયેલા ગુજરાતી મંત્રી વિભાવરીબેન દવે બચ્યાં
લંડનના ચેયરિંગ ક્રૉસ સ્ટેશન પાસે મોડી રાત્રે ગેસ લીકેજ થવાના કારણે અફરા તફરી મચી ગઈ હતી. વિજય રૂપાણીની સરકારમાં મંત્રી બનેલા ભાવનગરના વિભાવરીબેન દવે આ દુર્ઘટનાનો શિકાર બનતા બચ્યાં હતાં.
લંડનના પ્રવાસ દરમિયાન વિભાવરી દવે જે હોટેલમાં રોકાયાં હતાં ત્યાં અચાનક ગેસ લીકેજ બાદ આગ લાગતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં.
પહેલા સમાચાર મળ્યા હતા કે આ આગમાં વિભાવરીબેનના સામાન સહિત તેમનો પાસપોર્ટ પણ બળીને ખાખ થયો છે.
તમને આ પણ વાંચવું ગમશે
જોકે, ત્યારબાદ સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જાણવા મળ્યું કે તેમનો પાસપોર્ટ સહી સલામત છે. અને તેમણે ગેસ લીકેજના કારણે માત્ર હોટેલ બદલી છે.
ગેસ લીકેજની આ ઘટના લંડનના વેસ્ટ એન્ડમાં ઘટી હતી.
ક્રેવેન સ્ટ્રીટ પર થયેલા આ ગેસ લીકેજ બાદ નાઇટ ક્લબ તેમજ હોટેલમાંથી 1,450 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ચેયરિંગ ક્રોસ અને વોટરલૂ ઇસ્ટમાં ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે અને તેમનો માર્ગ પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણપૂર્વ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું છે, "અમે પરિસ્થિતિ સામાન્ય કરવા માટે દરેક યોગ્ય પ્રયાસ કરી રહ્યા છીએ. જેનાંથી લોકો પોતાની દિશામાં આગળ વધતા રહે. જોકે, પ્રયાસ એવા પણ રહેશે કે જેમ બને તેમ ઓછી ટ્રેન રદ થાય અથવા તો મોડી પડે."
મુસાફરોએ અન્ય રેલવે સ્ટેશનો પર સામાન્ય કરતા વધારે ભીડ હોવાની ફરિયાદ કરી હતી.
ઑફિસ ઑફ રોડ અને રેલવેના આંકડાઓ અનુસાર ચેયરિંગ ક્રોસ સ્ટેશન પરથી દરરોજ 81 હજાર જેટલા મુસાફરો મુસાફરી કરે છે.
નેટવર્ક રેલે કહ્યું છે કે જેમ બને તેમ જલદી સ્ટેશનને ફરી ખોલવામાં આવશે.
પોલીસે ડ્રાઇવર તેમજ સામાન્ય જનતાને આ રસ્તા પર ન ચાલવા સલાહ આપી છે.
શેરલોટ ફ્રેન્ક્સનો ઘટનાસ્થળેથી રિપોર્ટ
અંબા હોટેલના મહેમાનો વહેલી સવારે 3:30 કલાકે ફાયર આલાર્મના કારણે જાગી ગયા હતા.
કેટલાક લોકોને ડર લાગ્યો કે ક્યાંક આ એક આતંકવાદી હુમલો તો નથી ને. કેટલાક લોકોએ બારીઓમાંથી ડોકીયું કરીને જોયું કે શું પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે કે નહીં.
કેટલાક મહેમાનોને ગેસ લીકેજ થયો હોવાનો અનુભવ થયો હતો.
હોટેલમાં હાજર મહેમાનોમાં બીબીસીના કેટલાક કર્મચારીઓ પણ હાજર હતા કે જેઓ એક કૉન્ફરેન્સમાં ભાગ લેવા માટે ગયા હતા.
હોટેલને જેમ બને તેમ જલદી ખાલી કરી દેવાઈ હતી. આ બધું એટલી ઝડપથી થયું કે એક મહિલા પોતાના કૉન્ટેક્ટ લેન્સ લેવાનું પણ ભૂલી ગયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો