દાવોસમાં મોદી: 20 વર્ષમાં ભારતનો GDP 6% વધ્યો

ઇમેજ સ્રોત, Getty Images
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વર્ષના વિદેશ પ્રવાસની શરૂઆત દાવોસથી થઈ છે કે જ્યાં તેઓ વિશ્વ આર્થિક મંચ એટલે કે વર્લ્ડ ઇકોનૉમિક ફોરમની 48મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.
સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વડાપ્રધાન મોદીએ આ સત્રને સંબોધિત કર્યું.
બે દાયકા બાદ કોઈ ભારતીય વડાપ્રધાન પહેલી વખત વર્લ્ડ ઇકોનૉમિક ફોરમમાં ભાગ લઈ રહ્યા છે.
છેલ્લી વખત 1997માં તત્કાલીન વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડા ઇકોનૉમિક ફોરમમાં ગયા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
ફોરમના ચેરમેન ક્લૉસ સ્વૉપે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા તેજ ગતિથી આગળ વધી રહી છે.
તેમણે કહ્યું કે 'વસુધૈવ કુટુંબકમ'નું ભારતનું દર્શન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ માટે મહત્ત્વનું રહ્યું છે.

મોદીના ભાષણની પ્રમુખ વાતો

ઇમેજ સ્રોત, Getty Images
- વર્લ્ડ ઇકોનૉમિક ફોરમને વૈશ્વિક મંચ બનાવવું એક મોટું પગલું સાબિત થયું છે.
- છેલ્લા 20 વર્ષોમાં ભારતનો GDP 6 ટકા વધ્યો છે.
- ટેકનૉલૉજીને જોડવા, તોડવા અને મરોડવાનું ઉદાહરણ સોશિઅલ મીડિયા છે.
- ડેટાનો ગ્લોબલ ફ્લો મોટો અવસર છે, પરંતુ પડકાર પણ એટલો જ મોટો છે. જેમણે ડેટા પર નિયંત્રણ મેળવી લીધો, તેનું જ પ્રભુત્ત્વ રહેશે.
- ગરીબી, અલગાવવાદ, બેરોજગારીની દિવાલને તોડવી પડશે.
- માનવ સભ્યતા માટે જળવાયુ પરિવર્તન સૌથી મોટો ખતરો. હવામાન બગડી રહ્યું છે. ઘણા દ્વીપ ડુબી ગયા છે અથવા તો ડુબવાની તૈયારીમાં છે.
- પ્રકૃતિનું સંરક્ષણ ભારતની સંસ્કૃતિનો ભાગ છે.
- છેલ્લા ત્રણ વર્ષોમાં ભારતે પોતાનું વીજ ઉત્પાદન 60 ગીગાવૉટ સુધી પહોંચાડ્યું છે.
- દુનિયા સામે મોટો પડકાર છે આતંકવાદ. આતંકવાદ જેટલો ખતરનાક છે તેના કરતા પણ વધારે ખતરનાક છે ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટ વચ્ચે બનાવવામાં આવેલો કૃત્રિમ ભેદભાવ.
- વધુને વધુ સમાજો આત્મકેન્દ્રી બની રહ્યા છે.
- ગ્લોબલાઇઝેશન સંકોચાઈ ગયું છે. તે ક્લાઇમેટ ચેન્જ અને આતંકવાદથી ઓછું ખતરનાક નથી.
- ગ્લોબલાઇઝેશનની ચમક ધીમે ધીમે ખતમ થઈ રહી છે.
- બીજા વિશ્વયુદ્ધ બાદ બનેલા વૈશ્વિક સંગઠનો આજની વાસ્તવિકતાઓ અને જરૂરિયાતોને પૂરી કરે છે?
- ગ્લોબલાઇઝેશનની વિરુદ્ધ પ્રોટેક્શનિઝમ અને તેની તાકાતો બની રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર














