શું છે વિશ્વભરમાં છવાયેલી બિકીનિનું રહસ્ય?

બિકીની શોપ અને તેમાં બિકીની ટ્રાઈ કરી રહેલા ગ્રાહકો
ઇમેજ કૅપ્શન, ચીંથરાઓના આ ઢગલામાંથી કાતાલીનાને એક યુક્તિ સ્ફુરે છે

કાતાલીના આલ્વારેઝ તેના પિતાની કપડાંની ફેક્ટરીમાં વારંવાર જતી.

એવા એક દિવસે કાતાલીનાની નજર ફેક્ટરીના એક ખૂણામાં પડેલા રંગીન અને ચમકદાર કપાયેલા કાપડના (ચીથરાના) ઢગલા પર પડે છે.

ચીંથરાઓના આ ઢગલામાંથી કાતાલીનાને એક યુક્તિ સ્ફુરે છે.

એજ યુક્તિ આજે કાતાલીનાને કોલંબિયાના માર્ગેથી થઈને સમગ્ર વિશ્વમાં ઓળખ અને સંપત્તિ અપાવી રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ ક્ષણને યાદ કરતા કાતાલીના કહે છે, "આ ક્ષણ મારા માટે એક પ્રકારે ‘વાઉ’ મોમેન્ટ હતી."

કાતાલીના જણાવે છે કે, માનો તેને કોઈ ખજાનો મળી ગયો હોય, કારણ કે તેને વિશ્વાસ હતો કે એ ચિથરાંઓમાંથી એ કંઈ પણ કરી શકે છે.

line
કાતાલીના અને ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહેલી તેની મિત્ર

ઇમેજ સ્રોત, AGUA BENDITA

ઇમેજ કૅપ્શન, સિલાઈ મશીન દ્વારા કાતાલીના ચિથરાઓને સુંદર બિકીનિમાં બદલી નાખે છે

કાતાલીના ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહેલી તેની મિત્રને આ આઇડિયા કહે છે અને દાદીના ઘર પર સિલાઇ મશીન લઈને બેસી જાય છે.

સિલાઈ મશીન દ્વારા કાતાલીના ચિથરાઓને સુંદર બિકીનિમાં બદલી નાખે છે.

આ વાત વર્ષ 2003ની વાત છે.

આજે કાતાલીનાની કંપની અગુઆ બેડીંટા 60 રાષ્ટ્રોમાં બિકીનિનું વેચાણ કરતી કંપની છે, જેની વાર્ષિક આવક 7.5 મિલિયન ડોલર (ભારતીય ચલણ મુજબ અંદાજિત 47.25 કરોડ રૂપિયાની) છે.

કાતાલીના કંપનીની ડિઝાઇન 2007માં સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ મેગેઝિનમાં પણ જોવા મળી હતી.

અગુઆ બેડીંટાનું પોસ્ટર

ઇમેજ સ્રોત, AGUA BENDITA

ઇમેજ કૅપ્શન, કાતાલીનાની કંપની અગુઆ બેડીંટા 60 રાષ્ટ્રોમાં બિકીનિનું વેચાણ કરતી કંપની છે જેની વાર્ષિક આવક 7.5 મિલિયન ડોલર (ભારતીય ચલણ મુજબ અંદાજિત 47.25 કરોડ રૂપિયાની) છે

આ બાબત તેટલી મહત્ત્વની છે કે જાણે સ્વિમસુટની દુનિયામાં ઑસ્કર મળવા સામાન છે.

હાલમાં એક વર્ષમાં કંપનીએ એકથી દોઢ લાખ બિકીનિઓનું વેચાણ કર્યું હતું.

કંપની બીચવેર માટે વર્ષે 50 હજાર વસ્ત્રોનું પણ ઉત્પાદન કરે છે.

આ કંપની ચલણમાં હોય એના કરતા અલગ બિકીનિઓ બનાવે છે.

કાતાલીના આલ્વારેઝ તેની સહકર્મી સાથે

ઇમેજ સ્રોત, AGUA BENDITA

ઇમેજ કૅપ્શન, મેંડલિનમાં કંપનીનું મુખ્યાલય છે અને 120 લોકો અહીં કામ કરે છે

જેમાં પક્ષીઓ દર્શાવતા ચિત્રો અને ચમકતા રંગનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.

મેંડલિનમાં કંપનીનું મુખ્યાલય છે અને 120 લોકો અહીં કામ કરે છે.

બિકીનિના ફિનિશિંગ માટે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કુંટુંબની એક જૂથ મોકલવામાં આવે છે.

કંપનીએ દાવો કર્યો છે કે બિકીનિની બનાવટમાં કુલ 900 લોકો સીધા અને અસ્પષ્ટ રીતે કામ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો