અમેરિકા : બે અલગઅલગ વર્ષે જન્મેલા જોડીયાં બાળક

ઇમેજ સ્રોત, KRISTEN POWERS/ KBAK/KBFX EYEWITNESS NEWS
મોટાભાગે એવું હોય છે કે જોડિયાં બાળકોનો જન્મ એક જ દિવસે થયો હોય છે, પણ આ જોડિયા બાળકોનો જન્મ બે જુદા જુદા વર્ષમાં થયો છે. તેમનો જન્મ અમેરિકામાં થયો છે.
જોક્યુન જુનિયર અને ઐતાના દે જીસસ નામના ભાઈ-બહેન જોડિયાં હોવા છતાં એક જ વર્ષમાં નથી જન્મ્યાં.
કારણ કે જોક્યુન જુનિયરનો જન્મ 31મી ડિસેમ્બર-2017ના રોજ રાત્રે 11.58 કલાકે થયો હતો.
જ્યારે તેની બહેનનો જન્મ જોક્યુન જુનિયરના જન્મની ગણતરીની મિનિટો બાદ પહેલી જાન્યુઆરી-2018ના રોજ થયો.
કોલિફોર્નિયા ખાતે આવેલી હોસ્પિટલમાં મહિલાને પ્રસૂતિ કરાવનારા ડૉક્ટરે કહ્યું, "આ ખૂબ જ અનિયમિત બાબત છે."
તમને આ પણ વાંચવું ગમશે
"છેલ્લા 35 વર્ષોથી હું તબીબી પ્રેક્ટિસ કરું છું, પણ આવું ક્યારેય બન્યું નથી."

ન્યૂ યર ગિફ્ટ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખરેખર તબીબે બાળકોની માતા મારિયાને પ્રસૂતિની 27મી જાન્યુઆરીની તારીખ આપી હતી.
પણ બન્ને બાળકનો જન્મ 31મી ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીના રોજ થયો.
વળી ઐતાના આ હોસ્પિટલમાં વર્ષ 2018માં જન્મેલું પ્રથમ બાળક છે.
આથી હોસ્પિટલમાં ચાલતી પ્રથા મુજબ, આ ખાસ બાળક માટે જરૂરી વસ્તુઓ તેના માતાપિતાને ગિફ્ટ તરીકે આપવામાં આવી.
જેમાં ત્રણ હજાર ડૉલરથી વધુની નૅપી અને અન્ય વસ્તુઓ આપવામાં આવી. હવે તે બન્ને બાળકો માટે ઉપયોગી થશે.
જ્યારે બન્ને બાળકો મોટા થશે ત્યારે એકબીજા સામે દલીલ કરતી વખતે જોક્યુન ઐતાનાને એવું તો નહીં કહેને કે, હું તારા કરતા એક વર્ષ મોટો છું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












