ઈરાનના રાષ્ટ્રપતિએ વિરોધ પ્રદર્શન મામલે અમેરિકાને શું કહ્યું?

ઈરાનના રાષ્ટ્રપતિ રુહાની

ઇમેજ સ્રોત, EPA

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો છેલ્લા ચાર દિવસથી ચાલુ છે. આ પ્રદર્શનો વચ્ચે રાષ્ટ્રપતિ રુહાનીએ પ્રથમ વખત નિવેદન આપ્યું છે.

જેમાં તેમણે ચેતવણી આપી છે કે તોડફોડ કરીને શાંતિભંગ કરવા જેવી હરકતોને સરકાર ક્યારેય સાંખી નહીં લે.

ઈરાનના રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે ઈરાનના લોકોને વિરોધ કરવાનો પૂરો અધિકાર છે પરંતુ હિંસા કરવાનો તેમને કોઈ અધિકાર નથી.

રુહાનીએ એ પણ કહ્યું કે ઈરાન આજે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેના માટે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ જવાબદાર છે.

તમને આ પણ વાંચવું ગમશે

મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રપતિ રુહાનીએ કહ્યું, "કેટલાક આરબ દેશો એવા પણ છે જેવો ક્યારેય ઈરાનના મિત્ર નથી રહ્યા. આજકાલ આ દેશો બહુ ખુશ છે. આપણે સાવધાન રહેવું જોઈએ, એક રાષ્ટ્રીય સુરક્ષા તો છે જે આપણી સૌથી મોટી દોલત છે."

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

આ નિવેદનના એક દિવસ પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે ઈરાનમાં જે થઈ રહ્યું છે તેને સમગ્ર દુનિયા જોઈ રહી છે.

ઈરાનના રાષ્ટ્રપતિએ તેમના નિવેદનમાં આનો પણ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું, "અમેરિકા એ જે સજ્જન છે તે આજકાલ આપણા દેશ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યું છે. એવું લાગે છે કે તેઓ એ વાત ભૂલી ગયા છે કે કેટલાક મહિનાઓ પહેલાં તેમણે જ ઈરાનને ઉગ્રવાદી દેશ કહ્યો હતો. પરંતુ સાચી વાત તો એ છે કે આ માણસ માથાથી લઈને પગ સુધી ઈરાનનો દુશ્મન છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો