You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અશોક અને દિલીપ કુમારને હીરો બનાવનાર વિદેશી સિનેમેટોગ્રાફર
- લેેખક, સુધા જી. તિલક
- પદ, નવી દિલ્હી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યોઝેફ વિરિંગ મુંબઈના ફિલ્મ સેટ પર વ્યસ્ત હતા. આ શહેર 'બોલીવૂડનાં ઘર' તરીકે પણ ઓળખાય છે.
મ્યુનિચમાં જન્મેલા જર્મન નાગરિક વિરિંગે બૉમ્બે ટૉકીઝ માટે 17 હિન્દી અને ઉર્દૂ ફિલ્મોમાં સિનેમટૉગ્રાફર તરીકે કામ કર્યું હતું. બૉમ્બે ટૉકીઝ સ્ટુડિયોની સ્થાપના સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક હિમાંશુ રાય અને પ્રખ્યાત અભિનેત્રી દેવિકા રાની દ્વારા થઈ હતી.
જર્મન ફિલ્મ દિગ્દર્શક ફ્રાંસ ઑસ્ટન અને વધુમાં એમેલકા ફિલ્મ સ્ટુડિયોઝ સાથે મળીને મ્યુનિચમાં 'ધ લાઇટ ઑફ એશિયા' ફિલ્મ માટે વિરિંગે કામ કર્યું હતું.
વર્ષ 1920ની આ ફિલ્મ બૌદ્ધની જિંદગી પર આધારિત હતી અને વધુમાં એક ક્લાસિક મૂક ફિલ્મ હતી. 'ધ લાઇટ ઑફ એશિયા'ની શૂટિંગ દરમિયાન તેઓ પહેલીવાર ભારત આવ્યા હતા.
દેવિકા રાની, લીલા ચિટનીસ, દાદા મુનિ અશોક કુમાર અને દિલીપ કુમાર જેવા નાયકો અને નાયિકાઓને બનાવવાનો શ્રેય તેમને જાય છે.
તમને આ પણ વાંચવું ગમશે
ફિલ્માંકન બાદ વિરિંગ અને ઑસ્ટન જર્મની પરત ફર્યા હતા.
જર્મનીમાં નાઝી શાસનકાળ દરમિયાન જ્યારે ફિલ્મ નિર્માતાઓ પર પ્રૉપેગૅન્ડા ફિલ્મ બનાવવાનું દબાણ હતું, ત્યારે હિમાંશુ રાયના નિમંત્રણ પર, વિરિંગે ભારતમાં કામ કરવાની અગ્રતા આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્યધારાની ફિલ્મો બનાવનાર બૉમ્બે ટૉકીઝમાં તકનીકી નિપુણના કારણે તેમણે નોકરી મેળવી હતી.
આગળ જતા અશોક કુમાર આ સ્ટુડિયોથી અલગ થઈ ગયા અને પછી આ સ્ટુડિયો ખરીદી લીધો હતો.
વિરિંગનું કામ દર્શાવેલી ફોટોગ્રાફી ઍક્ઝિબિશન ક્યૂરેટર રહાબ અલાના કહે છે, "ભારત અને યુરોપ વચ્ચે ખાસ બનાવવામાં આવેલી મર્સિડીઝ બૅન્ઝ કારમાં તેમના ફોટોગ્રાફીના સાધનો સાથે તેમણે મુસાફરી કરી હતી."
ઑસ્ટનના જર્મની પરત ફર્યા બાદ વિરિંગે ભારતીય સ્ટુડિયોના સિનેમટૉગ્રાફર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ બૉમ્બેના અન્ય સ્ટુડિયોઝના ફોટોગ્રાફી ડિરેક્ટર બન્યા હતા.
જવાની કી હવા (1935), અછૂત કન્યા (1936), મહલ (1949), દિલ અપના પ્રીત પરાઈ (1960) અને વર્ષ 1972માં રિલીઝ થયેલી 'પાકિઝા' જેવી ફિલ્મોનાં સિનેમટૉગ્રાફર રહ્યા હતા.
વર્ષ 1967માં વિરિંગ ભારતમાં મૃત્યુ પામ્યા હતા.
અલાના કહે છે, "ભારતમાં ટૉકીઝ સિનેમાના યુગ દરમિયાન, વિરિંગના યોગદાનને ચલચિત્રપટ ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે."
તે સમયે ભારતમાં ફિલ્મ નિર્માણ પર વિરિંગનો અસાધારણ પ્રભાવ રહ્યો હતો.
અલાના કહે છે, "વિરિંગ યુરોપની આધુનિકતાને ભારતીય સિનેમામાં લાવ્યા અને 'અછૂત કન્યા'માં અસ્પૃશ્યતા જેવા વિષય પર બનેલી ફિલ્મમાં આધુનિકતાના પાસાંનો સમાવેશ કર્યો હતો."
ભારતીય ટૉકીઝ પરંપરાના ચલચિત્રપટમાં, જર્મન અભિવ્યક્તિની સાથે વિવિધ ખૂણાઓથી કૅમેરાના ઉપયોગનો શ્રેય તેમને જાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો