You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન: જૂતા તપાસમાં પાસ ન થયાં તો રાખી લીધાં
કુલભૂષણ જાધવ સાથે તેમનાં પત્ની અને માતાની મુલાકાત બાદ ભારત દ્વારા કરાયેલી ટીકાઓ બાદ પાકિસ્તાને પોતાનો પક્ષ રાખ્યો છે.
પાકિસ્તાને એક નિવેદન બહાર પાડી પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે ભારતના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા.
પાકિસ્તાને શું કહ્યું?
- કમાન્ડર જાધવ અને તેમનાં માતા તથા પત્નીની મુલાકાત 25 ડિસેમ્બરના રોજ થઈ હતી.
- કમાન્ડર જાધવના પત્ની અને માતાને ઇસ્લામિક પરંપરા તેમજ દયા-કરુણા દાખવતા માનવતાના ધોરણે રૂબરૂ મુલાકાતની પરવાનગી આપવામાં આવી હતી.
- ઘણા બધા અંતરાયો છતાં ઉપરોક્ત મુલાકાત શક્ય બની તે માટે તેને અનુમોદન આપવું જરૂરી છે.
- 30 મિનિટ માટે નક્કી થયેલી મુલાકાત વિનંતીને માન્ય રાખી 40 મિનિટ સુધી લંબાવાઈ હતી.
- અંતે જાધવના માતાએ પાકિસ્તાન સરકારનો આભાર માન્યો એ જ આ મુલાકાતની સફળતા દર્શાવે છે.
- મુલાકાતના 24 કલાક બાદ ભારતની તરફથી લગાવવામાં આવેલા આરોપો નિરાધાર, અફસોસજનક અને ઉમ્મીદથી વિરુદ્ધના છે. જેનાથી માહોલ ખરાબ થશે.
- માનવતાના ધોરણે થયેલી આ મુલાકાત માતા-પુત્ર કે પતિ-પત્ની વચ્ચેની સામાન્ય મુલાકાત નહોતી.
- કમાન્ડર જાધવ ભારતીય નૌ સેનાનો અધિકારી છે, આરોપો સાબિત થયેલો આતંકવાદી હોવા ઉપરાંત તે એવો જાસૂસ છે જે પાકિસ્તાનમાં આતંક ફેલાવતા અગણિત લોકોના મૃત્યુ માટે પણ જવાબદાર છે એ ભારતે યાદ રાખવું જોઈએ.
- રાજદ્વારી સ્તરે નક્કી થયેલી મુલાકાતના ભાગરૂપે મુલાકાતીઓની સુરક્ષાના કારણોસર ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે તે મુદ્દે બન્ને દેશ સંમત થયા હતા.
- મુલાકાતીઓનું માન જાળવતાં તેમને કપડાં બદલવાનું અને ઘરેણાં દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું જે મુલાકાતના અંતે તેમણે પૂર્વવત ધારણ કરી લીધાં હતાં.
- જાધવની પત્નીનાં જૂતાંનું સિક્યુરિટી ચેક નહોતું થયું અને તેમાંથી મળી આવેલી એક મેટલ ચીપના કારણે તેને અમારા પઝેશનમાં (જપ્તીમાં) રાખ્યા છે.
- સુરક્ષાના કારણોસર મુલાકાત દરમિયાન મરાઠીમાં બોલવાની મનાઈ કરવામાં આવી હતી. જેમાં કંઈ ખોટું નથી. તેમણે આરામથી 40 મિનિટ સુધી અંગ્રેજીમાં વાત કરી હતી જેને રેકોર્ડ કરવામાં આવી છે. (ભારતને પહેલા જ જાણ કરી દેવામાં આવી હતી કે આ વાતચીત રેકોર્ડ કરવામાં આવશે.)
- વિશ્વના ઘણા એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર ચહેરા પરનો બુરખો કે ગળામાંનો ક્રોસ (ખ્રિસ્તી ધર્મનું પ્રતિક) દૂર કરાવે છે. તેને ધર્મના અપમાન સાથે જોડવી જોઈએ નહીં.
આ પહેલા ગુરુવારે આ મામલે ભારતીય સંસદમાં સુષ્મા સ્વરાજે નિવેદન આપતા પાકિસ્તાન પર આરોપો લગાવ્યા હતા.
સુષ્માએ શું કહ્યું હતું?
- એક માની પોતાનાં પુત્ર સાથેની, એક પત્નીની પોતાનાં પતિ સાથેની મુલાકાતને પાકિસ્તાને પ્રૉપગૅન્ડામાં બદલી નાખી.
- પાકિસ્તાને ના માત્ર તેમના પત્ની પણ તેમના માતાનો ચાંદલો પણ હટાવડાવ્યો. કુલભૂષણ જાધવના માતા સાથે મેં આ અંગે વાત કરી છે.
- કુલભૂષણે આ અવસ્થામાં માતાને જોયા તો પૂછ્યું 'પિતાજીને કેમ છે?' તેમને લાગ્યું કે તેમની ગેરહાજરીમાં કોઈ દુર્ઘટના ઘટી છે.
- કુલભૂષણ જાધવની પત્નીના વારંવાર આગ્રહ છતાં પાકિસ્તાને તેમના બૂટ પરત ના કર્યા. પાકિસ્તાની મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે તેમના બૂટમાં કેમેરા કે રેકૉર્ડર હતા.
- આનાથી વધુ ખોટી વાત બીજી કોઈ ના હોઈ શકે. તેઓ આ જ બૂટ પહેરી બે ફ્લાઇટ્સમાં સફર કરી ચૂક્યાં હતાં.
- આમાં માનવતાવાદી વર્તન જેવું કંઈ જ નહોતું. પરિવારના લોકોનાં માનવાધિકારનું વારંવાર હનન કરવામાં આવ્યું. તેમના માટે ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો.
- જાધવનાં પત્નીના બન્નેનાં ચાંદલા હટાવાયા. મંગળસુત્ર પણ ઊતારી દેવાયું. બન્ને પરિણીત મહિલાઓને વિધવા જેવાં દેખાવા મજબૂર કરવામાં આવ્યાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો