કિમ જોંગ-ઉનના બે અધિકારીઓ પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ

ઉત્તર કોરિયાના મિસાઇલ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકેલા બે અધિકારીઓ.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઉત્તર કોરિયાના મિસાઇલ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકેલા બે અધિકારીઓ.

ઉત્તર કોરિયાના મિસાઇલ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકેલા બે અધિકારીઓ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે.

અમેરિકાએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં કિમ જોંગ-સિક અને રી પ્યોંગ-ચોલ નામના બે અધિકારીઓનો હાથ છે.

નક્કર ઈંધણથી ચાલતી મિસાઇલ વિકસાવવામાં કિમ જોંગ-સિકે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

રી પ્યોંગ-ચોલના પ્રયાસોને લીધે ઉત્તર કોરિયા આંતરખંડીય મિસાઇલ હાંસલ કરી શક્યું હોવાનું માનવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે ગયા સપ્તાહે પ્રતિબંધની જે નવી યાદી બહાર પાડી હતી તેમાં પણ આ અધિકારીઓનાં નામ હતાં.

તમને આ પણ વાંચવું ગમશે

line

કિમ જોંગ-ઉનની પસંદગીના અધિકારીઓ

ઉત્તર કોરિયાના સર્વસત્તાધિશ કિમ જોંગ-ઉન સાથે રી પ્યોંગ-ચોલ

ઇમેજ સ્રોત, KCNA/REUTERS

ઇમેજ કૅપ્શન, ઉત્તર કોરિયાના સર્વસત્તાધિશ કિમ જોંગ-ઉન સાથે રી પ્યોંગ-ચોલ

ઉત્તર કોરિયાના સતત મિસાઇલ પરીક્ષણ દરમ્યાન જે ફોટોગ્રાફ્સ બહાર આવ્યા છે તેમાં આ બન્ને અધિકારીઓ દેશના સર્વસત્તાધિશ કિમ જોંગ-ઉન સાથે જોવા મળે છે.

રોઇટર્સ સમાચાર સંસ્થાએ મે મહિનામાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે આ બન્ને અધિકારીઓની પસંદગી કિમ જોંગ-ઉને જ કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે ઉત્તર કોરિયા પર અત્યાર સુધીનો સૌથી આકરો દસમો પ્રતિબંધ લગાવ્યો હતો.

આ પ્રતિબંધ અમલી બનવાથી ઉત્તર કોરિયાની પેટ્રોલિયમની આયાતમાં 90 ટકા સુધીનો ઘટાડો થશે.

બીજી તરફ રશિયાએ જણાવ્યું છે કે ઉત્તર કોરિયા વિરુદ્ધ અમેરિકાનાં આક્રમક નિવેદનો અસ્વીકાર્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો