બાબરી વિધ્વંસ બાદ પાક.માં તૂટ્યા હતા મંદિર

પાકિસ્તાનમાં તોડાયેલાં મંદિરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ પાકિસ્તાનમાં પ્રતિક્રિયા જોવા મળી હતી
    • લેેખક, શીરાઝ હસન
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, ઇસ્લામાબાદથી

જ્યારે હિંદુ કટ્ટરપંથીઓએ અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડી હતી તો ઘણાં ઓછા લોકોએ એ વિચાર્યું હશે કે પાડોશી દેશોમાં આ મુદ્દા પર કેવા પ્રકારની પ્રતિક્રિયા જોવા મળશે.

હિંદુઓની ખૂબ ઓછી વસતી પાકિસ્તાનમાં પણ વસે છે અને અહીં તેમના ધાર્મિક સ્થળ પણ છે જ્યાં તેઓ પોતાના ઇશ્વરની પૂજા કરે છે.

પરંતુ છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદને તોડી નાખ્યા બાદ પાકિસ્તાનમાં આ ઘટનાની પ્રતિક્રિયા આવવામાં વધુ સમય ન લાગ્યો.

તમને આ પણ વાંચવું ગમશે

તોડી પાડેલું મંદિર

ઇમેજ સ્રોત, SHIRAZ HASSAN/BBC

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ 100 મંદિરો તોડી પડાયા હતા

બાબરી મસ્જિદ બાદ પાકિસ્તાનમાં લગભગ 100 જેટલા મંદિર તોડી પાડવામાં આવ્યા અથવા તો તેમને ખૂબ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

જોકે, તેમાં મોટા ભાગના મંદિર પૂર્ણપણે મંદિર ન હતા, એટલે કે નિયમિત રૂપે તેમાં પૂજા-અર્ચના કરવામાં આવતી ન હતી.

તેમાંથી કેટલાક મંદિરમાં 1947માં થયેલા વિભાજન બાદ પાકિસ્તાન આવેલા લોકોએ શરણું લીધું હતું.

આઠ ડિસેમ્બર 1992ના રોજ લાહોરના એક જૈન મંદિરને કેટલાક લોકોએ તોડી પાડ્યું હતું. અહીં હવે મંદિરની જગ્યાએ માત્ર ખંડેર જોવા મળે છે.

રાવલપિંડીના કૃષ્ણ મંદિરનો ઘુમ્મટ

ઇમેજ સ્રોત, SHIRAZ HASSAN/BBC

ઇમેજ કૅપ્શન, રાવલપિંડી સ્થિત કૃષ્ણ મંદિરના ઘુમ્મટને બાબરી વિધ્વંસ બાદ તોડી પડાયું હતું

મેં આ મંદિરમાં રહેતા કેટલાક લોકો સાથે વાત કરી. એ લોકોએ જણાવ્યું કે વર્ષ 1992ના ડિસેમ્બર મહિનામાં મંદિરોને તોડવા માટે આવેલા લોકો પાસે તેમણે ભલામણ કરી હતી કે મંદિરોને છોડી દે.

એ ઘટનાને યાદ કરતા લોકોએ જણાવ્યું, 'અમે તેમને કહ્યું... આ અમારા ઘર છે, તેના પર હુમલો ન કરો.'

રાવલપિંડીના કૃષ્ણ મંદિરમાં આજે પણ હિંદુ પૂજા-પાઠ કરવા આવે છે. આ મંદિરનો ઘુમ્મટ બાબરી વિધ્વંસ બાદ તોડી દેવાયો હતો.

પાકિસ્તાન સરકાર કે સ્થાનિક વહીવટી તંત્રે ઇચ્છ્યું હોત તો ઘુમ્મટને ફરી સ્થાપિત કરી શકાયો હોત.

રાવલપિંડીનું કલ્યાણ દાસ મંદિર

ઇમેજ સ્રોત, SHIRAZ HASSAN/BBC

ઇમેજ કૅપ્શન, રાવલપિંડીના કલ્યાણ દાસ મંદિરમાં 1992માં હુમલો થયો હતો

આ તસવીર રાવલપિંડીના કલ્યાણ દાસ મંદિરની છે. હાલ તો તેમાં નેત્રહીન બાળકો માટે એક સરકારી સ્કૂલ ચાલે છે.

સ્કૂલ અધિકારીઓએ જણાવ્યું કે 1992માં લોકોએ આ જગ્યા પર હુમલો કર્યો હતો, પરંતુ તેઓ આ ઇમારતને બચાવવામાં સફળ રહ્યા હતા.

ઝેલમનું એક વિરાન મંદિર

ઇમેજ સ્રોત, SHIRAZ HASSAN/BBC

ઇમેજ કૅપ્શન, ઝેલમના મંદિરને તોડવા આવેલા લોકોમાંથી કેટલાક ઘાયલ થયા હતા તો કેટલાક લોકોનાં મૃત્યુ થયા હતા

સ્થાનિક લોકોનો દાવો છે કે, આ મંદિરને જે કોઈએ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, તેમને જ નુકસાન થયું. ક્યારેક હુમલાખોર ઘાયલ થયા, તો ક્યારેક તેમના મૃત્યુ થયા.

વર્ષ 1992માં કેટલાક લોકોએ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ઉપરના ભાગેથી નીચે પડી ગયા હતા.

ત્યારબાદ ફરી કોઈએ મંદિરને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કર્યા ન હતા.

લાહોરનું બંસીધર મંદિર

ઇમેજ સ્રોત, SHIRAZ HASSAN/BBC

ઇમેજ કૅપ્શન, બંસીધર મંદિરને 1992માં આંશિક રૂપે ક્ષતિગ્રસ્ત કરી દેવાયું હતું

લાહોરની અનારકલી બજારના મંદિરને 1992માં આંશિક રૂપે ક્ષતિગ્રસ્ત કરી દેવાયું હતું.

લાહોર સ્થિત શીતળા દેવી મંદિર

ઇમેજ સ્રોત, SHIRAZ HASSAN/BBC

ઇમેજ કૅપ્શન, લાહોરના શીતળા દેવી મંદિર પણ હુમલો થયો હતો

આ તસવીર લાહોરના શીતળા દેવી મંદિરની છે. બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ પાકિસ્તાનમાં આ મંદિર પણ નિશાન બન્યું હતું.

તેમના હુમલામાં મંદિરને આંશિક રૂપે થોડું નુકસાન પહોંચ્યું હતું. અત્યારે આ મંદિરમાં વિભાજન બાદ ભારતથી આવેલા શરણાર્થીઓ રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો