રાહુલ ગાંધીની ટીમમાં કોણ હશે નવા ખેલાડીઓ?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ તેમની ટીમમાં કોનો સમાવેશ થશે તેના પર સવાલ
    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

રાહુલ ગાંધીનું કોંગ્રેસ અધ્યક્ષ બનવું નક્કી છે. અને હવે તેમની નવી ટીમમાં કોણ સામેલ થશે તેના પર ચર્ચાઓ થવા લાગી છે.

કોંગ્રેસ ઘણા ભાગમાં વેચાયેલી છે. જૂના કોંગ્રેસી નેતાઓ પોતાને ઓલ્ડગાર્ડ બતાવે છે.

પોતાને યુવાન ગણાવનારા લોકો પણ કોંગ્રેસમાં ઓછા નથી.

તેમની નવી ટીમમાં ભારતની ચારેય દિશાઓ, સમાજના અલગ અલગ વર્ગોનું પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે.

તો આખરે એ કયા ચહેરા છે કે જેઓ રાહુલ ગાંધી સાથે નજીકના સંબંધ ધરાવે છે અને તેમની નવી ટીમમાં સામેલ થઈ શકે છે.

આ મામલે બીબીસીએ વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ સાથે વાત કરી.

તમને આ પણ વાંચવું ગમશે

અજય માકન

અજય માકન

ઇમેજ સ્રોત, FACEBOOK @AJAYMAKEN

ઇમેજ કૅપ્શન, અજય માકન રાહુલ ગાંધી માટે નવા રાજકીય સચિવની જવાબદારી સંભાળી શકે છે

અજય માકન પૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને રાહુલ ગાંધી સાથે નજીકના સંબંધ ધરાવે છે.

પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના વિવેચક હોવા છતાં તેઓ દિલ્હી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા.

વર્ષ 2014 લોકસભા ચૂંટણી પહેલા તેમને મીડિયાની જવાબદારી સોંપવામાં આવી હતી.

રશીદ કિદવઈના જણાવ્યા અનુસાર અજય માકન રાહુલ ગાંધી માટે નવા રાજકીય સચિવની જવાબદારી ઉઠાવી શકે છે.

અહેમદ પટેલે સોનિયા ગાંધીના રાજકીય સચિવની જવાબદારી વર્ષોથી નિભાવી છે.

રાજકીય સચિવ પર સંગઠન અને અધ્યક્ષ વચ્ચે તાલમેલ સિવાય પાર્ટી અને જુદી જુદી રાજકીય પાર્ટી વચ્ચે તાલમેલની જવાબદારી રહે છે.

અજય માકનના કાકા લલિત માકનની 80ના દાયકામાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

line

કનિષ્ક સિંહ

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER @INCINDIALIVE

ઇમેજ કૅપ્શન, કનિષ્ક સિંહ વર્ષોથી રાહુલ ગાંધી સાથે જોડાયેલા છે

રાજકીય સચિવ સિવાય બીજું મહવત્ત્વનું પદ કોષાધ્યક્ષનું છે.

કોષાધ્યક્ષ પાર્ટીમાં રૂપિયા- પૈસાનો હિસાબ કરે છે. સીતારામ કેસરી, મોતીલાલ વોરા જેવા વરિષ્ઠ લોકો આ પદ સંભાળી ચૂક્યા છે.

રશીદ કિદવઈ માને છે કે કનિષ્ક સિંહ આ પદ માટે પ્રમુખ દાવેદાર છે.

તેઓ વર્લ્ડ બેંકમાં કામ કરી ચૂક્યા છે અને વર્ષોથી રાહુલ ગાંધી સાથે જોડાયેલા છે.

રશીદ કિદવઈ કહે છે, "કનિષ્ક સિંહે ઘણા સમય સુધી મોતીલાલ વોરા સાથે પણ કામ કર્યું છે. કોંગ્રેસનાં ઘણાં ટ્રસ્ટ છે. જાણવા મળ્યું છે કે કનિષ્ક તેમની સાથે કામ કરતા ટ્રસ્ટમાં કામ કરવાની રીતને સમજી રહ્યા છે."

line

દિવ્યા સ્પંદન

દિવ્યા સ્પંદન

ઇમેજ સ્રોત, FACEBOOK @RAMYAACTRESSOFFICIAL

ઇમેજ કૅપ્શન, દિવ્યા સ્પંદન વર્ષ 2013થી કર્ણાટકના સંસદ સભ્ય રહી ચૂક્યાં છે

માનવામાં આવે છે કે જ્યારથી દિવ્યા સ્પંદન કે રામ્યાએ કોંગ્રેસના સોશિઅલ મીડિયાની જવાબદારી સંભાળીછે ત્યારથી રાહુલ ગાંધીની છબીમાં સુધારો આવ્યો છે.

કોંગ્રેસની સોશિઅલ મીડિયા પર પકડ મજબૂત બની છે.

તેઓ કર્ણાટકથી સંસદ સભ્ય રહી ચૂક્યાં છે અને રિપોર્ટના આધારે રાહુલ ગાંધીએ તેમની કોંગ્રેસ સોશિઅલ મીડિયા ટીમના પ્રમુખ તરીકે પસંદગી કરી છે.

દિવ્યા વર્ષ 2013થી કર્ણાટકમાંથી ચૂંટાયાં હતાં.

રશીદ કિદવઈ કહે છે, "આગામી વર્ષે કર્ણાટકમાં ચૂંટણી છે. વાત ચાલી રહી છે કે શું દિવ્યા ત્યાં ચૂંટણી લડશે કે પછી તેમને રાહુલની ટીમમાં મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવશે?"

line

સુષ્મિતા દેવ, શર્મિષ્ઠા મુખર્જી

સુષ્મિતા દેવ

ઇમેજ સ્રોત, FACEBOOK/SUSHMITA DEV

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીની નવી ટીમમાં સુષ્મિતા દેવ અને શર્મિષ્ઠા મુખર્જીને મહત્ત્તવનું સ્થાન મળી શકે છે

સુષ્મિતા દેવ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી સંતોષ મોહન દેવના દીકરી છે.

શર્મિષ્ઠા મુખર્જી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરી છે. રશીદ કિદવઈના જણાવ્યા પ્રમાણે આ બન્નેને રાહુલ ગાંધીની નવી ટીમમાં જગ્યા મળી શકે છે.

line

મિલિંદ દેવરા, સચિન પાયલટ, જિતેન્દ્ર પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા

આ ચારેય યુવા નેતા વર્ષોથી રાહુલ ગાંધીની નજીક રહ્યા છે. રશીદ કિદવઈના જણાવ્યા અનુસાર સંભાવના પ્રબળ છે કે તેમને રાહુલ ગાંધીની ટીમમાં સ્થાન મળે.

રશીદ કિદવઈ માને છે કે રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસની નવી વર્કિંગ કમિટીમાં અનુભવી નેતા અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, કમલ નાથને રાખીને સંતુષ્ટ કરવામાં આવી શકે છે.

line

પાર્ટીમાં સોનિયા ગાંધીનું ભવિષ્ય

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનિયા ગાંધી જો નિવૃત્તિ મામલે ગંભીર નથી તો રાહુલ ગાંધીને કામમાં મુશ્કેલી પડી શકે છે

રશીદ કિદવઈ માને છે કે સોનિયા ગાંધીએ પોતાને પાર્ટીમાં પદથી અલગ રાખવાની જરૂર છે કેમ કે જો એવું નથી થતું તો રાહુલ ગાંધીને કામ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

કેમ કે તેમનું પાર્ટી પદ પર હોવું પાવર સેન્ટરને જન્મ આપશે.

તેઓ કહે છે, "જો સોનિયા ગાંધી નિવૃત્તિ મામલે ગંભીર છે તો તેમણે કોંગ્રેસનાં તમામ પદ પરથી હટી જવું જોઈએ. તેઓ કોંગ્રેસના સંસદ સભ્ય રહી શકે છે અથવા તો કોંગ્રેસ પાર્લામેન્ટ પાર્ટીના લીડર રહી શકે છે."

"પરંતુ જો પાર્ટીમાં તેમને કોઈ પદ આપવામાં આવ્યું અથવા તો કોઈ જવાબદારી સોંપવામાં આવી તો રાહુલ ગાંધીને કામ કરવામાં ઘણી મુશ્કેલી પડશે."

line

દિગ્વિજય સિંહનું ભવિષ્ય

પત્રકારો વચ્ચે દિગ્વિજય સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિગ્વિજય સિંહને જો કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન મળે તો તેમના માટે ઉપલબ્ધિ હશે

રશીદ કિદવઈના અનુસાર દિગ્વિજય સિંહની કોંગ્રેસની રાજનીતિમાં કોઈ ખાસ જગ્યા નથી રહી.

તેઓ કહે છે, "દિગ્વિજય સિંહ નર્મદા યાત્રા પર છે. જ્યારે તેઓ ચાર મહિના બાદ પરત ફરશે તો તેમનું સપનું હશે કે મધ્યપ્રદેશમાં જ્યાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યાં તેઓ સક્રીય ભૂમિકા નિભાવી શકે."

"જો તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પણ સામેલ થયા તો તેમના માટે ઉપલબ્ધિ હશે. નહીં તો રાજકીય દૃષ્ટીએ તેમની પાર્ટીમાં કોઈ ખાસ જગ્યા નહીં બચે."

line

સચિન રાવ, કૌશલ વિદ્યાર્થી, અલંકાર સવાઈ, મોહન ગોપાલ

લોકો વચ્ચે રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, FACEBOOK @DIGVIJAYASINGHOFFICIAL

ઇમેજ કૅપ્શન, જેઓ રાહુલ ગાંધી સાથે નજીકના સંબંધ ધરાવે છે તેઓ નવી ટીમમાં સામેલ થઈ શકે છે

સચિન રાવ યૂથ કોંગ્રેસ અને NSUIની દેખરેખ કરે છે, તો કૌશલ વિદ્યાર્થી ઑક્સફોર્ડમાં ભણી ચૂક્યા છે.

રશીદ કિદવઈ માને છે કે સચિન રાવ, અલંકાર, કૈલાશ જેવા લોકો રાહુલ ગાંધીના સ્ટાફમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

એવું બની શકે છે કે કોંગ્રેસ અધ્યક્ષનું કાર્યાલય બને અને એ કાર્યાલયમાં આ લોકોને મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ સોંપવામાં આવે.

કિદવઈના જણાવ્યા અનુસાર એ વાતના અણસાર ઓછા છે કે તેમને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન મળે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો