ગુજરાતની ચૂંટણીઓ પૂર્વે દિલ્હીમાં 'પંડિત' રાહુલના પોસ્ટર્સ

રાહુલ ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'રાહુલ ગાંધીને એક પોસ્ટરમાં 'પંડિત રાહુલ ગાંધી' તરીકે સંબોધિત કરવામાં આવ્યા છે'

'રિપબ્લિક'માં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, રાહુલ ગાંધીને હવે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બનાવવામાં આવશે.

રાહુલ ગાંધીને અભિનંદન આપવા માટે દિલ્હીમાં લગાવાવમાં આવેલા પોસ્ટરમાં તેમને 'પંડિત રાહુલ ગાંધી' તરીકે સંબોધિત કરાયા છે.

'પંડિત રાહુલ ગાંધી'ને વિવિધ ધર્મોના ઇશ્વર આશીર્વાદ આપતા હોય, તેવું આ પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યું છે. આ પોસ્ટર પક્ષના દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલય બહાર લગાવવામાં આવ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

કોંગ્રેસના કેટલાંક સ્થાનિક પદાધિકારીઓના ફોટોગ્રાફ અને નામોનો પણ આ પોસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

line

10 પાટીદાર સંસ્થાઓએ હાર્દિકની વાત નકારી

હાર્દિક પટેલની તલવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'પાટીદાર સમુદાયની 10 મોટી ધાર્મિક સંસ્થાઓ પાંચમી નવેમ્બરે ફરી એકવાર એર મંચ પર એકત્ર થઈ હતી'

'ન્યૂઝ18'ના અહેવાલ મુજબ પાટીદાર સમુદાયની 10 મોટી ધાર્મિક સંસ્થાઓ પાંચમી નવેમ્બરે ફરી એકવાર એર મંચ પર એકત્ર થઈ હતી.

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોને અનામત આપવા મુદ્દે આ સંસ્થાઓના નેતાઓએ કહ્યું હતું કે જે બાબત શક્ય નથી તેનો વાયદો શા માટે કરાઈ રહ્યો છે?

વિશ્વ ઉમિયા સંસ્થાનના સંયોજક આર.પી. પટેલે કહ્યું હતું કે કોંગ્રેસે હાર્દિકને જે પ્રસ્તાવ આપ્યો છે તેના પર કાયદાકીય સલાહ લેવામાં આવી હતી.

વકીલ હરીશ સાલ્વેએ સ્પષ્ટપણે કહ્યું છે કે, બંધારણીય રીતે આ અનામત શક્ય જ નથી. તો પછી હાર્દિક શા માટે કોંગ્રેસનું રાજકીય હથિયાર બની રહ્યા છે?

આર.પી. પટેલે એમ પણ કહ્યું હતું કે, યુવાવર્ગ હાર્દિકની વાતોમાં આવીનો રાહ ભૂલ્યો છે. તેમને ફરી સમાજની વિચારધારા તરફ લાવવાના પ્રયત્નો ચાલુ છે.

line

અયોધ્યા અંગે શું માને છે કોંગ્રેસ? : શાહ

કપિલ સિબ્બલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કપિલ સિબ્બલ અયોધ્યા કેસમાં સુ્ન્ની વકફ બોર્ડ વતી કેસ લડી રહ્યા છે

અયોધ્યાની વિવાદાસ્પદ જગ્યાના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ આઠમી ફેબ્રુઆરીએ કરશે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ સુન્ની વકફ બોર્ડ વતી આ કેસ લડી રહ્યા છે.

સિબ્બલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, હાલનો સમાય સુનાવણી માટે અનુકૂળ સમય નથી.

આ કેસની આગામી સુનાવણી વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓ બાદ થવી જોઈએ. જોકે, કોર્ટે આ અરજી ફગાવી હતી.

સિબ્બલની આ દલીલ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપનો પક્ષ રજૂ કરવા અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હતી.

જેમાં શાહે કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસ કોઈ મુદ્દા પર અલગ સ્ટેન્ડ લેવા માગતી હોય છે, ત્યારે કપિલ સિબ્બલને આગળ કરે છે.

ટુ-જી કૌભાંડમાં પણ આવું જ થયું હતું. ગુજરાતમાં પાટીદારોનું આંદોલન ઉગ્ર બન્યું, ત્યારે પચાસ ટકાથી વધુ અનામત શક્ય છે તેવી વાત લઈને સિબ્બલ જ આગળ આવ્યા હતા.

શાહે કોંગ્રસેને અયોધ્યા મુદ્દે વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું.

અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો