You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેલિફોર્નિયાની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર ઠાર મરાયો
ઉત્તર કેલિફોર્નિયામાં એક પ્રાથમિક શાળા સહિતના સ્થળોએ હથિયારધારી શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરતા ચાર વ્યક્તિનાં મૃત્યુ થયા છે. જ્યારે દસ અન્ય ઘાયલ થયા છે.
મંગળવારે સવારે સેક્રામેન્ટોથી 195 કિ.મીએ દૂર રાંચો ટેહામા વિસ્તારમાં આવેલી સ્કૂલ સહિત કેટલાક સ્થળોએ ગોળીબારની ઘટના નોંધાઈ હતી.
પોલીસે વધુમાં જણાવ્યું કે હુમલાખોર ઠાર મરાયો છે. પોલીસનું માનવું છે કે ઘરેલું હિંસાની ઘટનાએ બાદમાં અંધાધૂંધ ગોળીબારનું સ્વરૂપ લીધું હતું.
પોલીસ અધિકારી ફિલ જ્હોનસ્ટોને લોસ એંજલસ ટાઇમ્સ અખબારને જણાવ્યું કે હુમલાખોર શાળાને પણ નિશાન બનાવવા માંગતો હતો.
પરંતુ શાળાના સ્ટાફની સાવચેતીને કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવામાં સફળતા મળી હતી.
1500 લોકોની વસ્તી ધરાવતા રાંચો ટેહામામાં વિવિધ સ્થળોએ 100 પોલીસકર્મી તહેનાત કરી દેવાયા છે.
પોલીસ અધિકારીએ ક્હ્યું, "શાળાના એક વિદ્યાર્થીને ગોળી વાગી છે અને એક અન્ય વિદ્યાર્થી રસ્તા પર ટ્રક સાથે અથડાઈ ગયો હતો. જ્યારે ટ્રક ચલાવી રહેલા મહિલા પણ ઘાયલ થયાં હતાં. આ ત્રણેયની સારવાર ચાલી રહી છે."
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસને એક ઘટનાસ્થળેથી સેમી-ઑટોમૅટિક રાઇફલ અને બે હેન્ડગન જપ્ત કર્યાં છે.
ફિલ જ્હોનસ્ટોને વધુમાં કહ્યું, "હુમલાખોરની હજી ઓળખ નથી થઈ અને તેણે પહેલા એક ઘરેલું ઝઘડો કર્યો, જેની પડોશીઓએ નોંધ પણ લીધી હતી. પરંતુ બાદમાં તે અંધાધૂંધ ગોળીબારમાં પરિણમ્યો."
હુમલાખોરના કથિત પડોશીએ એક અન્ય અખબારને જણાવ્યું કે આ હુમલાખોરે ઝઘડા બાદ સંખ્યાબંધ ગોળીઓ ચલાવી. જેમાં તેણે રાયફલની ઘણી મેગેઝિન્સ વાપરી નાખી હતી.
તેમણે કહ્યું, "અમે પોલીસને આ વ્યક્તિ અંગે જાણ કરી હતી અને જણાવ્યું પણ હતું કે તે અમને ધમકીઓ આપે છે."
કેલિફોર્નિયાના ગવર્નર જેરી બ્રાઉને એક નિવેદન જારી કરીને કહ્યું, "તેમને અને તેમના પત્નીને આ સમગ્ર ગોળીબારને પગલે દુખ થયું છે."
"સ્વજન ગુમાવનારા પરિવારોને અમારી સાંત્વની અને આ દુખના સમયે અમે કેલિફોર્નિયાના લોકોની સાથે છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો