ભારતીય IT પ્રોફેશનલ્સને ટ્રમ્પ વહીવટીતંત્રનો વધુ એક ફટકો

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B અને L-1 જેવા નોન-ઈમિગ્રન્ટ વિઝાનું રિન્યૂઅલ એક નવા આદેશથી મુશ્કેલ બનાવ્યું છે. આ પ્રકારનાં વિઝા ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય છે.
ભારતની મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી કંપનીઓ તેમનાં ભારતીય કર્મચારીઓને આ વિઝાથી અમેરિકામાં કામ કરવા બોલાવે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે એક્સટેન્શન માગવામાં આવે ત્યારે પણ પુરાવા આપવાની જવાબદારી અરજદારની છે.
તમને આ વાંચવું પણ ગમશે :
પીટીઆઈ સમાચાર સંસ્થાના એક અહેવાલ મુજબ, અમેરિકાના સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) વિભાગે તેની 13થી વધુ વર્ષ જૂની નીતિને રદબાતલ કરી હતી.
યુએસસીઆઈએસે જણાવ્યું હતું કે યોગ્યતા સ્થાપિત કરવાના પુરાવા આપવાની જવાબદારી દરેક વખતે અરજદારની જ રહેશે. 23 એપ્રિલ, 2004ના આદેશમાં આ જવાબદારી ફેડરલ એજન્સી પર હતી.

પુરાવા આપવાની જવાબદારી અરજદારની

ઇમેજ સ્રોત, Getty Images
યુએસસીઆઈએસે 23 ઑક્ટોબરે બહાર પાડેલા આદેશ મુજબ, નોન-ઇમિગ્રન્ટ દરજ્જાના એક્સટેન્શન વખતે પણ પુરાવા આપવાની જવાબદારી અરજદારની રહેશે.
અરજદાર વર્ક વિઝા મેળવવાને પાત્ર છે એવું સ્થાપિત થયા પછી તેમના વિઝાની મુદ્દત લંબાવવાની વિચારણા અગાઉની નીતિમાં કરવામાં આવતી હતી.
હવે દરેક એક્સટેન્શન વખતે અરજદારોએ પોતે એ માટે લાયક હોવાનું ફેડરલ સત્તાવાળાઓ સમક્ષ સાબિત કરવું પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ અસોસિએશનના પ્રમુખ વિલિયમ સ્ટોકે જણાવ્યું હતું કે આ આદેશ વિઝાના નવા અરજદારોને જ નહીં, અમેરિકામાં રહેતા લોકોને પણ પાછલી અસરથી લાગુ પડશે.
અમેરિકન કર્મચારીઓને ભેદભાવ સામે રક્ષણ આપવાની અને તેમના સ્થાને વિદેશી કર્મચારીઓને ગોઠવાતા અટકાવવાની ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












