આઈન્સ્ટાઈને કુરિઅરવાળાને આપેલી બે કિંમતી ચિઠ્ઠીની બક્ષિસ

ઇમેજ સ્રોત, AFP
એવું પણ બની શકે કે, ક્યારેક ખુશ થઈને બક્ષીસ આપવા માટે ખિસ્સામાં પૈસા ન હોય, પણ બક્ષીસમાં અપાયેલી કોઈ નાનકડી નોંધ પણ કરોડો રૂપિયા અપાવી શકે છે.
જો કે, આવી નોંધ લખવા માટે તમારું આઈન્સ્ટાઈન હોવું જરૂરી છે અથવા એવી નોંધ મેળવવા માટે તમારું કુરિયરવાળા હોવું જરૂરી છે.
વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ખુશીના સિદ્ધાંત (હેપ્પીનેસ થીઅરી)ના વર્ણનની બે નોંધ લખી હતી.
આ નોંધ જેરૂસલેમના ઑક્શન હાઉસમાં 1.5 મિલિયન ડોલરમાં (લગભગ 9.77 કરોડ રૂપિયા) વેચાઈ છે.
તમને આ વાંચવું પણ ગમશે:
આઈન્સ્ટાઈને વર્ષ 1922માં ટોક્યો ખાતે આ નોંધ કુરિઅરવાળાને બક્ષિસ તરીકે આપી હતી. તેમણે કુરિઅરવાળાને કહ્યું પણ હતું કે જો તે ભાગ્યશાળી હશે તો આ નોંધ કિંમતી બની જશે.
આઈન્સ્ટાઈને તેમનું જીવન વિજ્ઞાનને સમર્પિત કર્યું હતું પણ તેમની સલાહ મુજબ લાંબા સમય સુધી તમે જે લક્ષ્ય મેળવવાના સપના જોતા હોવ, તેને પ્રાપ્ત કરવાથી તમને ખુશી મળે તે જરૂરી નથી.
આશ્ચર્ય થાય એવી વાત એ છે કે જ્યારે તેમના ઘરે કુરિઅર આવ્યું, ત્યારે આઈન્સ્ટાઈન પાસે કુરિઅર પહોંચાડનારા વ્યક્તિને બક્ષિસ આપવા પૈસા જ નહોતા.

ખુશીનાં સિદ્ધાંતમાં આઈન્સ્ટાઈને શું લખ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ સમયે તેમને એટલી જ ખબર હતી કે તેમણે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીત્યું છે અને જાપાનમાં તે એક વ્યાખ્યાન આપવા માટે આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ટોક્યોની ઇમ્પીરિઅલ હોટલની સ્ટેશનરીમાંથી કુરિઅરવાળાને એક નોંધ(ચિઠ્ઠી) આપી.
જેમાં તેમણે જર્મનમાં લખ્યું કે, "સફળતાનો પીછો અને તેની સાથે આવતા સતત અજંપા કરતા શાંત અને નમ્ર જીવન વધુ ખુશી આપશે."
આ જ સમયે એક બીજી નોંધ લખી હતી કે, "જ્યાં ઈરાદો છે, ત્યાં માર્ગ છે ." વિનર્સ ઑક્શન હાઉસે જણાવ્યા અનુસાર તે 2,40,000 ડોલર(1.5 કરોડ રૂપિયા)માં વેચાઈ છે.

કોણ છે ખરીદાર?

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્શન હાઉસના અનુસાર ગત વખતે આ નોંધ માટે જેટલી બોલી બોલવામાં આવી હતી તેના કરતા આ વખતે ઘણી ઉંચી બોલી લગાવવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું કે એક નોંધ યુરોપની કોઈ વ્યક્તિએ ખરીદી છે જે પોતાનું નામ સાર્વજનિક કરવા નથી માંગતા.
નોંધ ખરીદનાર વ્યક્તિ આઈન્સ્ટાઈનને તે સમયે કુરિઅર આપનારા વ્યક્તિનો ભત્રીજો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આઈન્સ્ટાઈનની અન્ય પ્રસિદ્ધ સલાહ
આપણે સમસ્યા સર્જી હોય તે વેળા જે માનસિકતા રાખી હોય તે જ માનસિકતાથી આ સમસ્યાનું નિરાકરણ ન લાવી શકીએ.
બુદ્ધિની સાચી નિશાની જ્ઞાન નહીં પણ કલ્પના છે.
સમગ્ર પ્રકૃતિ અંગે હજુ આપણે તેના એક ટકાના હજારમાં ભાગ જેટલું પણ નથી જાણતા.
એક સુંદર યુવતિ સાથે એક કલાક એક સેકન્ડ જેવો લાગે છે.પણ અંગારા પર બેઠા હોઈએ તો એક સેકન્ડ એક કલાક જેવો લાગે છે.
(સંદર્ભ: ધ યેલ બુક ઓફ ક્વૉટેશન અને બ્રેઈનીક્વૉટ)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












