You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લાહોરમાં પાકિસ્તાની મૉડલ્સનું 'દુલ્હન' લુકમાં રૅમ્પ વૉક
લાહોરની ઓળખ પાકિસ્તાનની ફેશન રાજધાની તરીકે પણ છે.
આ વખતે પાકિસ્તાન ફેશન વીકનું આયોજન લાહોરમાં 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની ફેશન ઇન્ડસ્ટ્રીમાં લાહોરના આ ઇવેન્ટની ભારે ચર્ચા રહે છે. આ વખતે ફેશન વીકની થીમ બ્રાઇડલ ફેશન રાખવામાં આવી હતી.
બ્રાઇડલ ફેશનમાં આગામી સિઝનમાં શું ટ્રેન્ડ રહેશે, તેને લઈને ડિઝાઇનર્સે પોતાની ફેશન ડિઝાઇન્સ રજૂ કરી.
ડિઝાઇનર્સ પાસે મોકો હોય છે કે તે નવી દૂલ્હનના સપનામાં થોડા રંગ ભરે જેથી તે ખાસ દિવસને વધુ સ્પેશ્યલ બનાવી શકે.
ફેશનની દુનિયાના ઘણા મહારથીઓને આશા છે કે આ શોથી બ્રાઇડલ ફેશન નવી ગતિ સાથે આગળ વધશે.
'પાકિસ્તાન ફેશન વીક'માં વસીમ ખાન જેવા સ્ટાર ડિઝાઇનર લાંબા સમય બાદ રેમ્પ પર પરત ફરેલા જોવા મળ્યા હતા.
અલી હસન, નૂમી અંસારી, ફહદ હુસૈન અને સાનિયા સફીનાઝ જેવા ડિઝાઇનર્સ જણાવે છે કે આ જમાનાની દુલ્હનનો વૉર્ડરોબ કેવો હોવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ફેશન શોમાં અભિનેતા ફવાદ ખાનના બેગમ સદફ ફવાદ ખાન પણ પોતાના કલેક્શન સાથે રેમ્પ પર આવ્યા હતા.
માનવામાં આવે છે કે ફેશન ઇવેન્ટ્સ પાકિસ્તાનમાં ફેશન ઉદ્યોગને આગળ વધવા માટે બળ પુરૂં પાડે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો