WHOના ડેપ્યૂટી ડિરેક્ટર જનરલ પદે પ્રથમ ભારતીય ડૉ. સૌમ્યા સ્વામીનાથનની નિમણૂક

ઇમેજ સ્રોત, TWITTER
ભારતના ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથનને વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOના ડેપ્યૂટી ડિરેક્ટર જનરલ પદ પર નિયુક્ત કરાયાં છે.
સ્વામીનાથન WHOના કાર્યક્રમોનાં પ્રભારી હશે. આ પદ પર નિયુક્ત થનાર સ્વામીનાથન પહેલાં ભારતીય છે.
WHOએ ટ્વીટ કરી આ જાણકારી આપી. WHOના ડિરેક્ટર ટ્રેડોસ અધનોમ ગ્રેબેયેસસે 3 ઑટોબરે સીનિઅર લીડરશિપની જાહેરાત કરી.
ડૉ. સૌમ્યા સ્વામીનાથન કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનાં દીકરી છે. એમએસ સ્વામીનાથન ભારતમાં હરિત ક્રાંતિના પિતા મનાય છે.
તમને આ પણ વાંચવું ગમશે

કોણ છે ડૉ. સૌમ્યા સ્વામીનાથન?

ઇમેજ સ્રોત, TWITTER
ડૉ. સૌમ્યા પહેલાં ભારતનાં આરોગ્ય સંશોધન વિભાગના સચિવ પદ પર હતાં.
તે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ)નાં ડિરેક્ટર જનકલ પણ રહી ચૂક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌમ્યા સ્વામીનાથન જાણીતા બાળ રોગ નિષ્ણાંત છે. સૌમ્યા સ્વામીનાથને 2009થી 2011 સુધી યૂનિસેફના સહનિર્દેશક તરીકે પણ કામ કર્યું છે.
તેમને ક્લિનિકલ અને રિસર્ચમાં 30 વર્ષનો અનુભવ છે. રિસર્ચની મદદથી તેમણે કેટલાય પ્રભાવી કાર્યક્રમો આપ્યા છે.
આ દરમિયાન જીનેવામાં ટ્રોપિકલ બીમારીના ક્ષેત્રમાં કામ કર્યું. ટ્રોપિકલ બીમારી મચ્છર ધરાવતા વિસ્તારોમાં થાય છે.
આ સિવાય તેઓ WHO અને ગ્લોબલ અડવાઇઝરિ બૉડિનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.
સૌમ્યાએ પોતાની ઍકડેમિક ટ્રેનિંગ ભારત, બ્રિટન, નોર્થ આયર્લેન્ડ અને અમેરિકામાં કરી છે.
તેમણે 250થી વધારે સહ-સમીક્ષાઓ અને પુસ્તકોના પાઠ પણ લખેલા છે.

WHOની નવી ટીમ

ઇમેજ સ્રોત, TWITTER
WHOની સીનિઅર લીડરશિપ ટીમમાં ભારતીય ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન સિવાય વિશ્વના અન્ય નોંધપાત્ર નામો પણ છે.
જેમાં વિશ્વના જાણીતા ડૉક્ટર્સ, વૈજ્ઞાનિક, શોધકો અને કાર્યક્રમ નિષ્ણાંતોનો સમાવેશ થાય છે.
આ ટીમમાં 14 દેશોના પ્રતિનિધિઓ સામેલ છે. જેમાં WHO અંતર્ગત આવતા તમામ ક્ષેત્ર છે. સીનિયર લીડરશિપ ટીમમાં 60% મહિલાઓ છે.
ડૉ. ગ્રેબેયેસસ કહે છે "મારું માનવું છે કે દુનિયાને સુરક્ષિત રાખવા ટોચની પ્રતિભાઓ, લિંગ સમાનતા અને ભૌગોલિક વિવિધતાની જરૂર હોય છે. આ હેતુ માટે આ એક મજબૂત ટીમ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












