એરલાઇન્સના ગોટાળાઃ ક્યારેક પાઇલટ્સ ના આવ્યા તો ક્યારેક સામાન બીજે પહોંચ્યો

એરપોર્ટ પર પડેલું રાયનએરનું વિમાન

ઇમેજ સ્રોત, Getty Images

આઇરીશ લો-કોસ્ટ એરલાઇન રાયનએર દ્વારા આગામી 31મી ઓક્ટોબર સુધી દરરોજ 40થી 50 ફ્લાઇટ રદ્દ કરવાનો નિર્ણય લેવાતા 4,00,000 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. જે ગ્રાહકોની ટિકિટ રદ્દ કરવામાં આવી છે તેમને કંપની દ્વારા મેઇલ કરીને જાણ કરવામાં આવી રહી છે.

પાઇલટ્સની રજાના પ્લાનિંગમાં 'ગરબડ' થવાને કારણે આવું થયું હોવાનું લો-બજેટ એરલાઇને જણાવ્યું છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ માઇકલ ઓ'લીરીએ કહ્યું છે કે મોટા ભાગના મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટમાં બદલી કરી દેવાશે.

કંપનીએ પોતાની વેબસાઇટ પર રદ્દ કરાયેલી ફ્લાઇટ્સની યાદીઓ પણ મુકી છે. ત્યારે ગરબડો સર્જીને મુસાફરો માટે મુશ્કેલી સર્જવાના કિસ્સાઓથી ભારતીય એરલાઇન્સ પણ અછૂતી નથી.

એરલાઇન્સ દ્વારા સર્જાયેલા છબરડાની કેટલીક યાદી અહીં રજૂ કરવામાં આવી રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

line

મુસાફરો રઝળી પડ્યાં

એરપોર્ટ પર ઉભેલા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

જુલાઈ 2015માં એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રિમલાઇનર વિમાન લંડનના હીથ્રો એરપોર્ટ પર નિર્ધારીત સમય કરતા 12 કલાક મોડું ઉડ્યું હતું, ઈન્ડિયા ટાઇમ્સ રિપોર્ટ, 08 જાન્યુઆરી, 2015ના રિપોર્ટ અનુસાર એરલાઇન દ્વારા કોઈ પણ પાઇલટને હીથ્રોથી દિલ્હીની ફ્લાઇટની જવાબદારી સોંપાઈ નહોતી. જેને કારણે લગભગ 200 જેટલા મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. ડ્રિમલાઈનર સાથે લંડન પહોંચેલા ફ્લાઇટ ક્રુ 'મેક્સિમ ફ્લાઇટ ટાઈમ' પર પહોંચી ગયો હોવાને કારણે તે વળતો પ્રવાસ કરવા માટે સક્ષમ નહોતા. અને એરલાઇન દ્વારા આ માટે અન્ય પાઇલટ્સની વ્યવસ્થા પણ નહોતી કરાઇ. આખરે ડ્રિમલાઈનરના પાઇલટ્સને પુરતો આરામ મળ્યા બાદ વિમાન પરત નવી દિલ્હી ફરી શક્યું હતું.

line

એરલાઇનને દંડ ફટકારાયો

જે.એફ. કેનેડી એરપોર્ટની તસવીર

ઇમેજ સ્રોત, Spencer Platt

ટાઇમ્સ ઓફ ઈન્ડિયા રિપોર્ટ, મે 09 2012 મુજબ મે 2012માં દિલ્હીથી ન્યૂયોર્ક પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં 200 કરતા વધુ મુસાફરો પાસે યોગ્ય દસ્તાવેજો ના હોવાનું જ્હોન એફ. કેનેડી એરપોર્ટના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું. જેને પરિણામે એરપોર્ટ ઓપરેશન્સ ક્લિયર કરવામાં બે દિવસનો સમય લાગ્યો હતો. આ ઘટનાને પગલે એરલાઇનને 80,000 અમેરિકન ડૉલર(ભારતીય ચલણમાં રૂ.51,46,000)નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

line

કેબિન ક્રુને સસ્પેન્ડ કરવો પડ્યો

જેટ એરવેઝનું વિમાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસ રિપોર્ટ, 05 ફેબ્રુઆરી, 2016 પ્રમાણે ફેબ્રુઆરી 2015માં જોધપુરથી મુંબઇ આવી રહેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા સોનુ નિગમે સહપ્રવાસીની વિનંતીને પગલે ઓનબોર્ડ પરફોર્મન્સ આપ્યું હતું. જેના પર ડિસીપ્લિનરિ એક્શન લેતા એરલાઇન દ્વારા ફ્લાઇટના એ વખતના કેબિન ક્રુને સસ્પેન્ડ કરી દેવાયો હતો.

line

મુસાફરો ફસાયા

એરપોર્ટ પર સુરક્ષા જવાન

ઇમેજ સ્રોત, Getty Images

જૂન 2013માં એરલાઇનની ભૂલને કારણે 120 મુસાફરોને એરપોર્ટ પર ઊભેલા પ્લેનમાં આખી રાત ગુજારવી પડી હતી. મુંબઇ મિરર રિપોર્ટ, 16 જૂન 2013માં જણાવ્યા પ્રમાણે મુસાફરોમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ હતી. મુસાફરોને ના તો ભોજન પીરસાયું હતું કે ના તો પ્લેનનું એસી ચાલુ કરાયું હતું. એટલું જ નહીં, પ્લેનનો દરવાજો ખોલી દેવાની મુસાફરોની વિનંતી પણ ક્રુ દ્વારા સ્વિકારવામાં આવી નહોતી. આ ઘટના ત્યારે બની હતી કે જ્યારે મુસાફરોને પ્લેનમાં ચડ્યા બાદ જાણવા મળ્યું હતું કે મુંબઈથી સિંગાપોર જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટ 342ને કોઈ જ પાઇલટ ફાળવાયા નહોતા.

આખરે 14 કલાક બાદ તેમને કોઇ અન્ય ફ્લાઇટ્સ ફાળવવામાં આવી હતી.

line

સામાન બીજે પહોંચાડી દીધો

એનડીટીવી રિપોર્ટ, 03 મે, 2017માં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ પ્રમાણે એપ્રિલ 2017માં કોલકત્તાથી ભૂવનેશ્વર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6Eમાં સવાર એક મુસાફરનો સામાન ભૂલથી હૈદરાબાદ મોકલી દેવાયો હતો. સામાન્ય રીતે અઢળક મુસાફરો પ્રવાસ કરતા હોવાને કારણે એરલાઇન્સ દ્વારા ક્યારેક આવી ભૂલો થઇ જતી હોય છે. પણ રોશન અગ્રવાલ નામના આ મુસાફરે ટ્વિટર પર જ્યારે આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે એરલાઇન દ્વારા તેને કંઇક આવો જવાબ અપાયો હતો.

રોશન અગ્રવાલે કરેલું ટ્વિટ અને ઇન્ડિગોએ આપેલો જવાબ

ઇમેજ સ્રોત, Twitter