You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોણ છે નિર્દોષ છુટનારાં માયા કોડનાની, જેમને બચાવવા અમિત શાહે જવું પડ્યું હતું!
નરોડા પાટીયા નરસંહાર કેસમાં હાઈ કોર્ટે ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે.
આ પહેલાં ટ્રાયલ કોર્ટે તેમને મુખ્ય આરોપી ગણાવીને આજીવન કેદની સજા કરી હતી.
આ જ કેસમાં હાઈ કોર્ટે બજરંગ દળના નેતા બાબુ બજરંગીને દોષિત જાહેર કર્યા છે.
માયા કોડનાની એક વખતે ગુજરાત સરકારમાં મંત્રી હતાં અન તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
માનવામાં આવતું હતું કે માયા કોડનાની તે સમયે નરેન્દ્ર મોદીની નજીકની વ્યક્તિઓમાંના એક હતાં.
જોકે, એક વખત એવું પણ બન્યું કે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોડનાનીને બચાવવા માટે કોર્ટમાં જવું પડ્યું હતું.
અમિત શાહે કોર્ટમાં શું કહ્યું હતું?
અમિત શાહ માયા કોડનાનીના બચાવ પક્ષના સાક્ષીના રૂપમાં હાજર થયાં.
ભાજપ અધ્યક્ષે કોર્ટને કહ્યું કે તે દિવસે સવારે માયા સાથે તેમની મુલાકાત સોલા સિવિલ હોસ્પિટલમાં થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાહે જણાવ્યું કે પોલિસ તેમને અને માયા કોડનાનીને સુરક્ષિત સ્થળ પર લઈ ગઈ હતી, કેમ કે ગુસ્સાએ ભરાયેલા લોકોએ હોસ્પિટલને ઘેરી લીધી હતી.
આ દિવસે નરોડા ગામમાં 11 મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી. આ મામલે કુલ 82 લોકો કેસનો સામનો કરી રહ્યાં છે.
માયા કોડનાની શું કરતાં હતાં?
જ્યારે પણ 2002ના ગુજરાત રમખાણોની વાત થતી હોય, ત્યારે કેટલાંક નામ હંમેશા સામે આવે છે. માયા કોડનાની આમાનું જ એક નામ છે.
માયા કોડનાની ભાજપ તરફની ત્રણ વખતની મહિલા ધારાસભ્ય રહી ચૂક્યાં છે અને નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી પણ હતાં.
તેઓ પહેલાં મહિલા વર્તમાન ધારાસભ્ય હતાં, જેમને ગોધરા રમખાણો બાદ સજા કરવામાં આવી હતી.
આરોપ હતો કે હત્યા કરનારી આ ભીડનું નેતૃત્વ કોડનાનીએ કર્યું હતું. માયા કોડનાનીને નરેન્દ્ર મોદીનાં અંગત માનવામાં આવતાં હતાં.
ડોક્ટરથી નેતાગીરી
માયા કોડનાનીનો પરિવાર ભાગલા પહેલાં હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધમાં રહેતો હતો.
ભાગલા બાદ તેમનો પરિવાર ગુજરાત આવીને વસી ગયો. વ્યવસાયે માયા કોડનાની ગાઇનેકોલોજિસ્ટ હતાં અને સાથે-સાથે આરએસએસમાં પણ જોડાયાં હતાં.
તેવામાં માયા ડોક્ટર તરીકે જ નહીં આરએસએસના કાર્યકર્તા તરીકે પણ ઓળખાતાં થયાં.
નરોડામાં તેની પોતાની મેટર્નિટી હોસ્પિટલ હતી પરંતુ પછી તે સ્થાનિક રાજકારણમાં સક્રિય થયાં હતાં.
પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો
પોતાની બોલવાની કળાના કારણે તે ભાજપમાં ખૂબ જ લોકપ્રિય થયાં હતાં અને અડવાણીના પણ અંગત ગણાતાં હતાં.
1998 સુધી તેઓ નરોડા પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
પરંતુ 2002ના ગુજરાત રમખાણોમાં તેમનું નામ સામે આવ્યું તો તેની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો હતો.
2002માં જ થયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિજયી રહ્યાં હતાં.
વર્ષ 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ માયા કોડનાનીનો ફરી વિજય થયો હતો અને જલ્દી જ ગુજરાત સરકારમાં મંત્રી પણ બની ગયાં હતાં.
ધરપકડ બાદ રાજીનામું
2009માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી વિશેષ ટીમે તેમને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.
પછી તેમની ધરપકડ કરવામાં આવી જેના કારણે મંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
જો કે, જલ્દી જ તેઓ જામીન પર બહાર આવી ગયાં હતાં. તે દરમિયાન તેઓ વિધાનસભા જતા હતા અને કેસ પણ ચાલી રહ્યો હતો.
29 ઓગસ્ટ 2012માં છેવટે કોર્ટે તેમને નરોડા પાટીયા કેસમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો