પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપ છોડી કૉંગ્રેસમાં જોડાયા - પ્રેસ રિવ્યૂ

મહેન્દ્રસિંહ વાઘેલા

ઇમેજ સ્રોત, Facebook / Mahendrasinh Vaghela

ઇમેજ કૅપ્શન, મહેન્દ્રસિંહ વાઘેલા

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા શુક્રવારે ભાજપ છોડીને વિધિવત્ કૉંગ્રેસમાં જોડાયા છે.

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોરે તેમને કૉંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બાયડ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

પરંતુ તેમણે વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું, જે બાદ તેઓ તેમના પિતા શંકરસિંહ વાઘેલાની ઇચ્છા વિરુદ્ધ ભાજપમાં જોડાયા હતા.

વર્ષ 2018માં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, jituvaghani.org

ઇમેજ કૅપ્શન, વર્ષ 2018માં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા તે સમયની તસવીર

જોકે, બાદમાં તેમણે ત્રણ મહિનામાં જ રાજીનામું આપી દીધું હતું.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

કૉંગ્રેસમાં ફરી જોડાવાના કારણે અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "હું ભાજપમાં જોડાયો ત્યારે કોઈ પણ નેતાને નહોતો મળ્યો ખૂબ જલદી મને અહેસાસ થયો કે મારું મન કૉંગ્રેસ સાથે જોડાયેલો છે તેથી બધું ભૂલીને હું ફરીથી કૉંગ્રેસમાં જોડાયો છું."કૉંગ્રેસમાં વિધાનસભાની બેઠક પરથી ટિકિટ મળવાની આશા અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે પ્રદેશ કૉંગ્રેસ દ્વારા અપાયેલ જવાબદારી નિભાવવા તૈયાર રહીશ.

પિતા શંકરસિંહ કૉંગ્રેસમાં જોડાશે કે કેમ તે સવાલ અંગે તેમણે કહ્યું હતું કે, "તેઓ ઘણાં વર્ષોથી રાજકારણમાં સક્રિય છે, તેમનું રાજકારણ અલગ છે. તેઓ જોડાશે કે કેમ તે અંગે તેમને જ પૂછવાનું રહેશે."

નોંધનીય છે કે મહેન્દ્રસિંહ અગાઉ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે.

line

એલન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યું, સીઈઓ પરાગ અગ્રવાલને હાંકી કાઢ્યા

એલન મસ્ક

ઇમેજ સ્રોત, ELON MUSK

અમેરિકાની ડેલવેર કોર્ટે એલન મસ્ક અને ટ્વિટરની કાનૂની લડાઈ પર રોક લગાવીને ટ્વિટર ખરીદીનો સોદો પૂર્ણ કરવા માટે એલન મસ્કને 28 ઑક્ટોબર 2022 સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.

અમેરિકાની ડેલવેર કોર્ટે એલન મસ્ક અને ટ્વીટરની કાનૂની લડાઈ પર વિરામ લગાવતા ટ્વિટર ખરીદીનો સોદો પૂર્ણ કરવા માટે 28 ઑક્ટોબર 2022ના રોજ સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. આ પછી ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઇન્કને ખરીદવા માટે ફરીથી સક્રિય થયા અને તેણે હવે સોદો પૂર્ણ કર્યો છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, એલન મસ્કે ટ્વિટર પર નિયંત્રણની સાથે કંપનીના ઉચ્ચ અધિકારીઓને કાઢી મૂક્યા છે. વોશિંગ્ટન પોસ્ટ અને સીએનબીસીએ અનામી સ્ત્રોતોનો ટાંકીને જણાવ્યું હતું કે, અબજપતિએ ચીફ એક્ઝિક્યુટિવ પરાગ અગ્રવાલ તેમજ કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરને ટ્વીટર સંભાળતાની સાથે જ કાઢી મૂક્યા હતા.

ટ્વીટર એક્વિઝિશન ડીલ પહેલાં એલન મસ્ક બુધવારે સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટરના હેડક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી. તેમણે પોતાની સફરનો વીડિયો પણ શેર કર્યો છે. આમાં તેઓ ટ્વીટરના હેડક્વાર્ટરની આસપાસ સિંક લઈને ફરતા હતા અને એકદમ ખુશ દેખાઈ રહ્યા હતા.

એલન મસ્કે ટ્વિટ કરીને ટ્વીટરના કર્મચારીઓના વખાણ પણ કર્યા અને કહ્યું કે, તે ત્યાં કેટલાંક કર્મચારીઓને મળ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલન મસ્કે બુધવારે માઇક્રો-બ્લોગિંગ વેબસિટ ટ્વિટર ઇન્ક લોન્ચ કરી છે. કંપનીના કર્મચારીઓને કહ્યું કે, કંપની સંભાળ્યા પછી કંપનીના 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તેમની કોઈ યોજના નથી.

line

મહિલા ક્રિકેટને બીસીસીઆઈની દિવાળી ગિફ્ટ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, ANI

ભારતીય મહિલા ક્રિકેટ માટે ગુરુવારે 27 ઑક્ટોબરના દિવસે એક મોટી ખુશ ખબર લઈને આવ્યા છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હવે મહિલા ક્રિકેટર્સને પણ એટલી જ મેચ ફી મળશે જેટલી પુરુષ ક્રિકેટર્સને મળે છે.

જય શાહે 'કોન્ટ્રાક્ટ ક્રિકેટર્સ માટે પે-ઇક્વિટી પોલિસી' લાગૂ કરવાની જાહેરાત કરી છે.

તેમણે આને 'ભેદભાવને દૂર કરવા માટે ઉઠાવવામાં આવેલું પ્રથમ પગલું' જણાવતા લખ્યું છે કે, 'પુરુષો અને મહિલાઓની મેચ ફી સરખી જ હશે' કારણ કે અમે ભારતીય ક્રિકેટમાં લિંગ સમાનતાના યુગમાં પ્રવેશ કરી રહ્યા છે.

અહીંથી આગળ ભારતીય મહિલા ક્રિકેટર્સને પુરુષ ક્રિકેટર્સની જેટલી જ મેચ ફી મળશે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બીસીસીઆઈએ એ હજુ ગયા અઠવાડિયે જ આગામી ક્રિકેટ સત્રથી મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (WIPL) ના આયોજનની જાહેરાત કરી હતી.

આ જાહેરાત બાદ હવે તેમને પુરુષ ક્રિકેટરોની સમાન ટેસ્ટ મેચ દીઠ 15 લાખ રૂપિયા, આંતરરાષ્ટ્રીય વનડે માટે 6 લાખ રૂપિયા અને T20 માટે 3 લાખ રૂપિયા મળશે.

એટલે કે મહિલ ક્રિકેટરોની ફીમાં મોટી રકમનો વધારો થયો છે.

ઐતિહાસિક નિર્ણય

પૂર્વ કેપ્ટન ડાયના એડુલજી

ઇમેજ સ્રોત, BEN RUSHTON/FAIRFAX MEDIA VIA GETTY IMAGES

બીસીસીઆઈના આ નિર્ણયને પૂર્વ અને વર્તમાન મહિલા ક્રિકેટરોએ જોરદાર વધાવ્યો છે.

બીસીસીઆઈના વહીવટી સમિતિના સભ્ય રહેલા પૂર્વ કેપ્ટન ડાયના એડુલજીએ આ જાહેરાતને મહિલા ક્રિકેટરો માટે દિવાળી ગિફ્ટ ગણાવી હતી.

પૂર્વ કેપ્ટને કહ્યું કે, હું બીસીસીઆઈની આ જાહેરાતથી ખુબ જ ખુશ છું અને આ ઐતિહાસિક નિર્ણય માટે જય શાહ, રોજર બિન્ની અને એપેક્સ કાઉન્સિલનો આભાર માનુ છું.

એડુલજીએ બીબીસીને કહ્યું કે, તેણે મહિલા ક્રિકેટને દિવાળી ભેટ આપી છે અને મહિલા ક્રિકેટ વિશે વિચારવા બદલ હું તેને બિરદાવું છું.

તેણે કહ્યું કે, મહિલા આઈપીએલ વતા વર્ષથી શરૂ થવા જઈ રહી છે અને તે પહેલાંથી જ તેનાથી ખુશ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પ્રદર્શનનું પરિણામ મળી રહ્યું છે. મને લાગે છે કે, હવે મહિલા ક્રિકેટરોનો બીસીસીઆઈ માટે વાપસી કરવાનો વારો છે. ભેટ તરીકે આઈસીસી ટ્રોફી જીતવી.

line

યુદ્ધ વચ્ચે મોસ્કોમાં રશિયાના વિદેશ મંત્રીને એસ જયશંકર મળશે

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર

ઇમેજ સ્રોત, TWITTER

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર તેમના રશિયાના સર્ગેઈ લાવરોવ સાથે વાતચીત કરવા માટે 8 નવેમ્બરે મોસ્કો જશે.

આ જાણકારી રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ આપી હતી.

તેમણે કહ્યું કે, મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય એજન્ડા પર ચર્ચા થશે.

જયશંકરની પ્રસ્તાવિત મુલાકાત અંગે વિદેશ મંત્રાલય (MEA) તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી આવી નથી.

ફેબ્રુઆરીમાં યુક્રેન સંઘર્ષ શરૂ થયો ત્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેસ્કી સાથે ઘણી વાર વાત કરી છે.

ભારતે હજુ સુધી યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરી નથી અને તે જણાવે છે કે, કૂટનીતિ અને વાતચીત દ્વારા સંકટનો ઉકેલ લાવવો જોઈએ.

ક્રિમિયામાં મોટો વિસ્ફોટ અને યૂક્રેનની રાજધાની કીવ સહિતના કેટલાય શહેરોમાં રશિયાના મિસાઇલ હૂમલા બાદ બંને દેશ વચ્ચે તણાવ પહેલાં કરતા વધી ગયો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન