વોટ્સઍપ : કોઈ પણ સર્વર ડાઉન કઈ રીતે થઈ જાય?

ભારતમાં આજે લોકોને વૉટ્સઍપ મૅસેજ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

આ માટે વૉટ્સઍૅપનું સર્વર ડાઉન હોવાનું કારણ જણાવાયું હતું. વૉટ્સઍૅપની મેટા કંપનીના પ્રવક્તાએ કહ્યું, "અમને એ વાતની જાણકારી છે કે કેટલાક લોકોને વૉટ્સઍપમાંથી મૅસેજ કરવામાં મુશ્કેલી નડી રહી છે. અમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ કે જેટલી જલદી ઠીક કરી શકાય એટલું કરી દઈએ."

જોકે, થોડો સમય બાદ આ સમસ્યાનો ઉકેલ મળી ગયો. ત્યારે અહીં સમજો કે આખરે સર્વર ડાઉન થાય કઈ રીતે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો