ભારતીય કંપનીના કફ સિરપથી ગાંબિયામાં 66 બાળકોનાં મૃત્યુ, શું છે સમગ્ર મામલો?

જીનિવામાં WHO પ્રમુખ ટેડ્રોસ ગ્રેબિયસે ભારતીય કંપનીના કફ સિરપ અંગે જાહેર કરી ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીનિવામાં WHO પ્રમુખ ટેડ્રોસ ગ્રેબિયસે ભારતીય કંપનીના કફ સિરપ અંગે જાહેર કરી ચેતવણી
    • લેેખક, ઇકબાલ અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતની એક દવા કંપનીના ચાર કફ અને કોલ્ડ સિરપને અંગે ચેતવણી જાહેર કરી છે. WHOએ આ ચેતવણી આફિક્રન દેશ ગાંબિયામાં 66 બાળકોનાં મૃત્યુ બાદ જાહેર કરી છે.

શું છે સમગ્ર મામલો?

WHOએ બુધવારે વૈશ્વિક આરોગ્ય પર મીડિયા બ્રીફિંગ દરમિયાન આ વાતો કહી હતી.

જીનિવામાં WHO પ્રમુખ ટેડ્રોસ ગ્રેબિયસે કહ્યું, "WHOએ આજે ગાંબિયામાં ચાર દવાઓને લઈને એક ચેતવણી જાહેર કરી છે, જેનો કિડનીને ગંભીર હાનિ અને 66 બાળકોનાં મૃત્યુ સાથે સંબંધ હોવાની શંકા છે. આ મૃત્યુ તેમના પરિવાર માટે ખૂબ દુ:ખજનક છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

WHOએ આગળ કહ્યું કે, "આ ચાર દવાઓ કફ અને કોલ્ડ સિરપ છે, જે ભારતમાં મૅડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ બનાવે છે. WHO દ્વારા કંપની અને ભારતના નિયમનકારી અધિકારીઓ સાથે મળીને વધુ તપાસ કરાઈ રહી છે. હજુ સુધી આ વાંધાજનક પ્રોડક્ટ ગાંબિયામાંથી જ મળ્યા છે, પરંતુ આનું અન્ય દેશોમાં પણ વિતરણ કરવામાં આવ્યું હશે. WHO દર્દીઓને નુકસાન પહોંચવાથી રોકવા માટે આ બધા દેશોને આ અંગે તપાસ કરવા અને પ્રોડક્ટને હઠાવવાની સલાહ આપે છે."

WHOનો દાવો છે કે ભારતીય કંપનીએ આ દવાઓની સુરક્ષાની ગૅરંટી પણ આપી નથી.

WHOએ જે ચાર દવાઓનું નામ લીધું છે એ પ્રોમિથાજાઇન ઓરલ સૉલ્યુશન , કોફેક્સામલિન, બેબી કફ સિરપ, મેકઑફ બેબી કફ સિરપ અને મૅગરિપ ઍન્ડ કોલ્ડ સિરપ.

WHOનું કહેવું છે કે આ દવાઓ હજુ ગાંબિયામાં જ મળી આવી છે પણ શક્ય છે કે અન્ય દેશોમાં પણ આ દવા મોકલવામાં આવી હોય.

સંગઠને ચેતવણી આપી છે કે આ દવાઓના સેવનથી વિશેષતઃ બાળકોને નુકસાન થાય છે અને મૃત્યુ થવાની શંકા છે.

WHOએ કહ્યું કે, "ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગનાઇઝેશને સંકેત આપ્યા છે કે ભારતીય કંપનીએ માત્ર ગાંબિયામાં જ આ દવાઓ મોકલી છે, પરંતુ આના વૈશ્વિક ઍક્સપોઝરની પણ સંભાવના છે, કારણ કે કંપનીએ આ જ પદાર્થોનો ઉપયોગ અન્ય દવાઓમાં પણ કર્યો હોય એ શક્ય છે અને તેને સ્થાનિક સ્તર પર મોકલી હોય અને તેને ઍક્સપૉર્ટ પણ કરી હોય."

લાઇન

ગાંબિયામાં બાળકોનાં મૃત્યુના બનાવ અને ભારતીય કંપનીના કફ સિરપ સાથે સંબંધ અંગે અત્યાર સુધી શું શું જાણવા મળ્યું?

લાઇન
  • આફ્રિકન દેશ ગાંબિયામાં 66 બાળકોનાં મૃત્યુ બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતની એક દવા કંપનીના ચાર કફ અને કોલ્ડ સિરપને અંગે ચેતવણી જાહેર કરી છે
  • WHOનો દાવો છે કે ભારતીય કંપનીએ આ દવાઓની સુરક્ષાની ગૅરંટી પણ આપી નથી
  • ગાંબિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જુલાઈ મહિનામાં તારણ કાઢ્યું હતું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં કિડનીની ગંભીર ઈજાના કેસ વધી રહ્યા છે
  • WHO અનુસાર આ દવાઓના સૅમ્પલની લૅબમાં તપાસ કર્યા બાદ એ વાતની પુષ્ટિ થઈ છે કે એ દવાઓમાં મોટા પ્રમાણમાં ડાયઇથિલીન ગ્લાઇકોલ અને ઇથીલિન ગ્લાઇકોલ હતું
  • આ કફ સિરપ હરિયાણાની એક કંપની મૅડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડમાં બનાવવામાં આવ્યા છે
  • દિલ્હીમાં કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠને આ કેસમાં તપાસના આદેશો કર્યા
લાઇન

WHOને કેમ આપવું પડ્યું નિવેદન?

ગાંબિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જુલાઈ મહિનામાં તારણ કાઢ્યું હતું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં કિડનીની ગંભીર ઈજાના કેસ વધી રહ્યા છે

ઇમેજ સ્રોત, ARTISTGNDPHOTOGRAPHY

ઇમેજ કૅપ્શન, ગાંબિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જુલાઈ મહિનામાં તારણ કાઢ્યું હતું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં કિડનીની ગંભીર ઈજાના કેસ વધી રહ્યા છે

આફિક્રન દેશ ગાંબિયા એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે.

ગાંબિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જુલાઈ મહિનામાં તારણ કાઢ્યું હતું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં કિડનીની ગંભીર ઈજાના કેસ વધી રહ્યા છે.

ગાંબિયાના અધિકારીઓએ કહ્યું કે ગયા મહિને સપ્ટેમ્બરમાં ઘણાં બાળકોનાં મૃત્યુ થયાં હતાં. જોકે અધિકારીઓએ મૃત્યુ થનારાં બાળકો અંગે સચોટ માહિતી આપી ન હતી.

ગાંબિયાની સરકારે આ ઘટના બાદ બધી જ પેરાસિટામોલ સિરપના ઉપયોગ પર રોક લગાવી દીધી છે અને લોકોને કહ્યું છે કે તેઓ આની જગ્યાએ ટેબલેટનો ઉપયોગ કરે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ગાંબિયાએ આની માહિતી WHOને આપી ત્યારબાદ તપાસ શરૂ કરાઈ હતી.

તપાસ બાદ WHOએ કહ્યું, "આ દવાઓના સૅમ્પલની લૅબમાં તપાસ કર્યા બાદ એ વાતની પુષ્ટિ થઈ છે કે એ દવાઓમાં મોટા પ્રમાણમાં ડાયઇથિલીન ગ્લાઇકોલ અને ઇથીલિન ગ્લાઇકોલ હતું."

WHO સંગઠન અનુસાર, આ પદાર્થ ઝેરીલા છે અને તેના કારણે પેટમાં દુખાવો, ઊલટી, ડાયેરિયા, યુરિનમાં તકલીફ, માથાનો દુખાવો, માનસિક સ્થિતિમાં બદલાવ અને એક્યૂટ કિડની ઇંજરી થઈ શકે છે, જેના કારણે મોત પણ થઈ શકે છે.

line

ભારતનું શું કહેવું છે?

દિલ્હીમાં કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠને આ કેસમાં તપાસના આદેશો કર્યા

ઇમેજ સ્રોત, WHOGAMBIA

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠને આ કેસમાં તપાસના આદેશો કર્યા

દિલ્હીમાં કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠને આ કેસમાં તપાસના આદેશો કર્યા.

આ કફ સિરપ હરિયાણાની એક કંપની મૅડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડમાં બનાવવામાં આવ્યા છે.

દિલ્હી, સોનીપત અને ચંડિગઢની ટીમોએ હરિયાણાના કુંડલીસ્થિત આ ફેકટરીમાં રેડ પાડી હતી.

દિલ્હી સાથે હરિયાણાના ડ્રગ કંટ્રોલર મનમોહન તનેજાની હાજરીમાં ટીમોએ સૅમ્પલ લીધા હતા, જેની તપાસ હજુ ચાલી રહી છે.

line

હરિયાણાએ શું કહ્યું?

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજે કહ્યું છે કે કેન્દ્ર સરકારના અધિકારી આ અંગે માહિતી ભેગી કરી રહ્યા છે.

તેમના કહેવા મુજબ સૅમ્પલ તપાસ માટે કોલકતાસ્થિત સેન્ટ્રલ ડ્રગ લૅબમાં મોકલવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ભૂલ બહાર આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

કંપનીનું શું કહેવું છે?

હજુ સુધી કંપનીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

બીબીસીએ આ મુદ્દે કંપનીને એક મેઇલ કર્યો હતો, જેનો જવાબ હજુ કંપનીએ આપ્યો નથી. બીબીસીના સહયોગી પત્રકાર સતસિંહ જ્યારે ફેકટરી પહોંચ્યા તો તે બંધ હતી અને ત્યાં કોઈ વાત કરવા માટે હાજર ન હતું.

આ કંપની એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાના દેશોમાં પોતાની દવાઓની નિકાસ કરે છે.

line

શું આ દવા ભારતીય બજારમાં પણ ઉપલબ્ધ છે?

હાલ કહેવું મુશ્કેલ છે કે આ દવા ભારતીય બજારોમાં પણ ઉપલબ્ધ છે કે નહી.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

પરંતુ સમાચાર એજન્સી એએનઆઈએ ઑલ ઇન્ડિયા કેમિસ્ટ ઍન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સના હવાલાથી જણાવ્યું છે કે આ કંપની ભારતીય બજારમાં પોતાની દવા સપ્લાય કરતી નથી. એજન્સી અનુસાર આ કંપની પોતાની દવાઓની માત્ર નિકાસ કરે છે, પરંતુ જો ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા તરફથી કોઈ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવે તો તેનું પાલન કરવામાં આવશે.

શું છે કેમિકલ્સ ડાઇઇથિલીન ગ્લાઇકોલ અને ઇથીલિન ગ્લાઇકોલ?

એનસાઇક્લોપિડિયા ઑફ ટૉક્સિકોલૉજી અનુસાર, દવાઓને લઇને 20મી સદીમાં થયેલી મોટી ઘટનામાં ડાઇઇથિલીન ગ્લાઇકોલ સામેલ છે.

આ એક પ્રકારનું સૉલવેન્ટ છે.

1937માં અમેરિકામાં એક દવા બનાવવામાં આવી હતી જેમાં સૉલવેન્ટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એ સમયે તેના કારણે 100થી વધુ દર્દીનાં મૃત્યુ થયાં હતાં જેમાં બાળકો પણ સામેલ હતાં. એ સમયે બાળકોને ખાંસી અને તાવ માટે દવા આપવામાં આવી હતી. આ ઘટના બાદ 1938માં ફૂડ, ડ્રગ ઍન્ડ કૉસ્મેટિક ઍક્ટ બનાવવામાં આવ્યો હતો.

કૉમ્પ્રિહેન્સિવ ટૉક્સીકોલૉજી અનુસાર, ઇથીલિન ગ્લાઇકોલ એક ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ છે જેનો ઉપયોગ ઍન્ટીફ્રીઝ તરીકે કરવામાં આવે છે. તે કિડની ફેલ થવાનું કારણ બની શકે છે.

દિલ્હીસ્થિત મૌલાના આઝાદ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં પ્રોફેસર અને કૉમ્યુનિટી મેડિસિનનાં નિદેશિકા ડૉક્ટર સુનીલા ગર્ગે બીબીસી સંવાદદાતા માનસી દાશ સાથે વાત કરી.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "જો આ બંને કેમિકલ કોઈ કારણસર વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે તો તેનાથી પેટમાં દુખાવો, ઊલટી, યૂરિનમાં મુશ્કેલી, માથામાં દુખાવો, માનસિક સ્થિતિમાં બદલાવ અને કિડનીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. આ મોતનું પણ કારણ બની શકે છે."

line

કફ સિરપ ખરીદતી વખતે આપણે શું કાળજી લેવી જોઈએ?

ભારતમાં આ ઘણી સામાન્ય વાત છે કે મોટા ભાગના લોકો તાવ, ખાંસી અને શરદી થવાથી ડૉક્ટરની સલાહ લીધા વિના દુકાનથી દવા ખરીદી લે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં આ ઘણી સામાન્ય વાત છે કે મોટા ભાગના લોકો તાવ, ખાંસી અને શરદી થવાથી ડૉક્ટરની સલાહ લીધા વિના દુકાનથી દવા ખરીદી લે છે

ભારતમાં આ ઘણી સામાન્ય વાત છે કે મોટા ભાગના લોકો તાવ, ખાંસી અને શરદી થવાથી ડૉક્ટરની સલાહ લીધા વિના દુકાનથી દવા ખરીદી લે છે.

સામાન્ય લોકો જાતે જ નક્કી કરતા આવ્યા છે કે કઈ દવા ખરીદવાની છે અથવા વધુમાં વધુ એ થાય છે કે દવાની દુકાનમાં બેઠેલી વ્યક્તિને પૂછી લે છે.

પરંતુ ઘણી વાર આ ઘણું ખતરનાક સાબિત થાય છે.

ડૉક્ટર સુનીલા ગર્ગ કહે છે કે, "લોકો પ્રિસ્ક્રિપ્શન પણ લઇને આવે છે ત્યારે પણ તેનું મૉનિટરિંગ જરૂરી છે કે તે ક્યાંથી આવ્યા છે. તેમના અનુસાર, કફ સિરપ બાળકો માટે વધુ ઉપયોગી થાય છે તેથી જરૂરી છે કે લો ક્વૉલિટીની દવા ના લખવામાં આવે."

ડૉક્ટર સુનીલા અનુસાર, કફ સિરપ હંમેશાં ત્યાથી જ લેવી જોઈએ જેની પાસે પ્રૅક્ટિસ કરવાનું લાઇસન્સ હોય. કફ સિરપમાં એવા પદાર્થો હોય છે જેનાથી તમને ઊંઘ આવવા લાગે છે. બાળકોની તેની આદત પડી જાય છે.

કફ ઍલર્જીથી અથવા ઇન્ફેક્શનથી થાય છે. તેથી જરૂરિયાત એ વાતની છે કે તેના બદલે તેની સારવાર કરવામાં આવે. તેમના મુજબ, સારી દવાઓ માટે નિયામક અધિકારી કેન્દ્ર સરકારના હોતા નથી, રાજ્યના પોતાના નિયામક અધિકારી હોય છે. ડૉક્ટર સુનીલા અનુસાર, એ જરૂરી છે કે કેન્દ્ર સરકાર પણ રાજ્યની રેગ્યુલેટરી ઑથૉરિટીની તપાસ કરે.

line

હવે આગળ શું થશે?

ડૉક્ટર સુનીલા ગર્ગ કહે છે કે, "એ મુદ્દે તપાસ થવી જોઇએ કે દવા બનાવતી વખતે શું કમી રહી ગઈ હતી. તેને બનાવવા માટે ફૉર્મ્યુલાને સ્વીકૃતિ મળી હતી કે નહીં. જો સ્વીકૃતિ મળી હતી તો તેનું પાલન બરાબર કરવામાં આવ્યું હતું કે નહીં."

ડૉક્ટર સુનીલા અનુસાર, આ દવાઓ અન્ય સ્ટાન્ડર્ડ દવાઓની તુલનામાં સસ્તી છે તો એ પણ તપાસ થવી જોઇએ કે તેનું માર્કેટિંગ કેવી રીતે થતું હતું. તે ગાંબિયા કેવી રીતે પહોંચી, દવા નિકાસ કરવાના બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન