થાઇલૅન્ડ : બાળમંદિર પર ગોળીબારમાં 22 જેટલાં બાળકોનું મૃત્યુ, કમ સે કમ 37 લોકો માર્યા ગયા

ઇમેજ સ્રોત, Getty Images
થાઇલૅન્ડમાં એક પૂર્વ પોલીસકર્મીએ ઓછામાં ઓછા 38 લોકોની હત્યા કરી નાખી છે જેમાં મોટા ભાગનાં નાનાં બાળકો છે. તેણે આ હુમલો ચાકુ અને બંદૂકથી ઉત્તર-પૂર્વ થાઇલૅન્ડમાં આવેલા ચાઇલ્ડકૅર સેન્ટરમાં કર્યો હતો.
નૉંગ બુઆ લામ્ફુ વિસ્તારમાં પોલીસે શોધખોળનું અભિયાન ચલાવ્યું અને જણાવ્યું કે હુમલો કર્યા બાદ તેણે પોતાને અને પોતાના પરિવારને પણ ગોળી મારી હતી.
હુમલાખોર 34 વર્ષનો પૂર્વ પોલીસ અધિકારી હતો જેને જૂન મહિનામાં ડ્રગ વાપરવા બદલ નોકરીમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
પોલીસે એવું પણ જણાવ્યું છે કે હુમલાખોરે બાળકો અને વયસ્કો પર ગોળીબાર કર્યો અને ચાકુ પર હુલાવ્યું.
થાઇલૅન્ડ થૅરથ ટીવી સાથેની વાતચીતમાં એક શિક્ષક કહ્યું કે હુમલાખોર બાળમંદિરમાં પોતાના બાળકને મૂકવા આવતો હતો અને તે વિનમ્ર જણાતો હતો. હુમલા પાછળનું કારણ હજુ પોલીસ જાણી શકી નથી.
ઉથાઈ સવન નામના શહેરમાં થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 22 બાળકોનાં મૃત્યુ થયાં છે. કેટલાંક મૃતકોમાં બે વર્ષ જેટલાં નાનાં બાળકો પણ છે. ડઝન જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઇમેજ સ્રોત, EPA
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
થાઇલૅન્ડ પોલીસ અનુસાર આ અધિકારીને હાલમાં જ પોલીસ વિભાગમાંથી બરતરફ કરી દેવાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થાઇલૅન્ડમાં સામૂહિક ગોળીબારની ઘટના ભાગ્યે જ બને છે. 2020માં નાખોન રત્ચસીમા શહેરમાં એક સૈનિકે 21 લોકોને માર્યા હતા અને સેંકડો લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.
સ્થાનિક મીડિયા અનુસાર તે નર્સરીમાં હુમલો કરીને ભાગ્યો અને પોતાના પરિવારની હત્યા કરી હતી.
થાઇલૅન્ડમાં આ રીતે ગોળીબારની ઘટનાઓ બહુ જોવા મળતી નથી.
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર ગેરકાયદેસર હથિયારો પણ અહીંયા સામાન્ય રીતે જોવા મળે છે.
2020માં નાખોન રૅચેસિમામાં એક સૈનિકે 21 લોકોની હત્યા કરી હતી અને હુમલામાં ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રોપર્ટીની ડીલથી અસંતુષ્ટ થઈને સૈનિકે આ હુમલો કર્યો હતો.

થાઇલૅન્ડના વડા પ્રધાને હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું
થાઇલૅન્ડના વડા પ્રધાન પ્રયુથ ચાન-ઓચાએ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, " જેમનાં મૃત્યુ થયાં છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે."
ફેસબુક પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે તેમણે ઘટનાસ્થળે ઇમર્જેન્સી સેવાઓને પહોંચવાના નિર્દેશ આપ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













