You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના આ લેખો વાંચવાનું ચૂકી તો નથી ગયા ને...
નોઇડા ટ્વિન ટાવર્સ : 30 માળની ઇમારતોને શા માટે તોડી પાડવામાં આવી?
ભારતના પાટનગર દિલ્હીની નજીક આવેલી બે મોટી ઇમારતો જેને ટ્વિન ટાવર કહેવામાં આવે છે, તેમને રવિવારે બપોરે આશરે 12 સેકંડની અંદર તોડી પાડવામાં આવી છે.
એપૅક્સ અને સીયાન એ બે ટ્વિન ટાવર હતાં જેને સુપરટેક નામના પ્રાઇવેટ ડેવલપર દ્વારા બનાવવામાં આવ્યાં હતાં અને પછી જાણ થઈ હતી કે ડેવલપરે નિયમોનું ઉલ્લંઘન કરીને ટાવર બનાવ્યાં છે. જેના કારણે સુપરટેકના આ ટાવરને તોડવામાં આવ્યાં છે.
મીડિયાએ આ ઇમારતોને ટ્વિન ટાવર નામ આપ્યું છે જેની ઊંચાઈ 320 ફૂટ છે અને તેમાં 30 માળ છે. આ ઇમારત નોઇડામાં બનાવવામાં આવેલી હતી.
આ ઇમારતો તોડવા માટે 3,700 કિલોગ્રામ જેટલા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઇમારતોને તોડવા માટે ઓછામાં ઓછા ત્રણ દેશના ઇજનેરોની મદદ લેવામાં આવી હતી. એક ઇજનેરે આ ઇમારતને "ઇજનેરીનું સુંદર કામ" ગણાવ્યું હતું.
આ રીતે ઇમારતો તોડી પાડવાની સામાન્યપણે પરવાનગી આપવામાં આવતી નથી અથવા વિશ્વમાં ગીચ વસતી ધરાવતા વિસ્તારમાં ભાગ્યે જ તેની પરવાનગી આપવામાં આવે છે.
આ અહેવાલ પૂરો વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
વિક્રાંત : 'દરિયામાં તરતા શહેર જેવું' ભારતીય ઍરક્રાફ્ટ કૅરિયર અંદરથી કેવું લાગે છે?
મેં પૂછ્યું, "જો તમે આ જહાજ પર એકલા હો, તો તમને તમારો રસ્તો મળી શકે ખરા?"
તેના જવાબમાં સ્મિત સામે ભારતીય નૅવીના ઑફિસરે કહ્યું, "હવે હું શોધી શકું છું. પરંતુ રસ્તાઓ જાણવામાં અને સમજવામાં મને આશરે બે મહિના જેટલો સમય લાગી ગયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
13 વર્ષ સુધી જેના પર કામ ચાલ્યું તે સૌથી મોટું યુદ્ધજહાજ વિક્રાંત ભારતીય નૅવીમાં 2 સપ્ટેમ્બરના રોજ જોડાશે. વિમાનવાહક જહાજ વિક્રાંતનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે જેનો મતલબ છે નીડર. આ જહાજ ભારતમાં જ ડિઝાઇન થયું છે અને નિર્માણ પામ્યું છે.
કોચીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વિક્રાંત ભારતીય નૅવીમાં જોડાશે. 2 સપ્ટેમ્બરના રોજ પહેલાં કમિશનિંગ કરવામાં આવશે અને પછી વિક્રાંતને ઇન્ડિયન નૅવલ શિપ એટલે કે INSનું ટાઇટલ મળશે.
આ અહેવાલ પૂરો વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
ગુજરાતમાં ખવાતાં જુવાર, બાજરી જેવાં ધાન્યનાં PM મોદીએ વખાણ કેમ કર્યાં?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારના રોજ 'મન કી બાત' કાર્યક્રમમાં મિલેટ્સ જેવા જાડા અનાજો પ્રત્યે લોકોમાં જાગરૂકતા વધારવા માટે જન-આંદોલન ચલાવવાની વાત કરી છે.
પીએમ મોદીએ જણાવ્યું છે કે જાડાં ધાન્ય કુપોષણ દૂર કરવાથી માંડીને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ છે.
તેને ઓછા પાણીના ખર્ચવાળો પાક પણ કહી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ'ના રૂપમાં મનાવવાની જાહેરાત પણ કરી છે.
આ અહેવાલ પૂરો વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
વૉકિંગ : જમ્યા બાદ બે મિનિટ ચાલવાના કેટલા ફાયદા છે?
આપણા ઘરના વડીલો હંમેશાં કહેતા હોય છે કે 'જમ્યા બાદ તુરંત બેસી ન રહો. બે મિનિટ તો ચાલો.'
ભોજન સારું હોય અને તો જમ્યા બાદ ચાલવાનું કોને મન થાય? લોકોને એવું થાય કે રહેવા દો ને, ચાલો ઊંઘી જઈએ અથવા થોડી વાર બેસીએ.
પરંતુ આવું કરવું યોગ્ય નથી. જમ્યા બાદ દરેક વ્યક્તિએ 'શતપાવલી' કરવી જોઈએ. શતપાવલીનો મતલબ છે જમ્યા બાદ આશરે બે મિનિટ સુધી ચાલવું. તેનાથી આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
જર્નલ ઑફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પબ્લિશ થયેલા એક રિપોર્ટ પ્રમાણે જમ્યા બાદ ધીમે ધીમે ચાલવાથી શરીરનું શુગર લેવલ જળવાઈ રહે છે. નિષ્ણાતોના મતે બે મિનિટની વૉક સારા પાચન માટે જરૂરી છે.
માત્ર બે મિનિટ જ ચાલવાથી અહીં જાણો બીજા શું-શું ફાયદા થઈ શકે છે.
આ અહેવાલ પૂરો વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
શંકરસિંહ વાઘેલા : નરેન્દ્ર મોદીના સાથી એમના જ લીધે જીતેલી બાજી કઈ રીતે હારતા ગયા?
એક સમયે ગુજરાતમાં ભાજપનો એક મહત્ત્વનો આધારસ્તંભ શંકરસિંહ વાઘેલા હતા, પણ પ્રથમ વાર ભાજપને સત્તા મળી હતી ત્યારે તેમણે જ તેને ધ્વસ્ત કરી દીધી હતી. 82 વર્ષની વયે પણ તેઓ કોઈ રાજકીય પક્ષમાં નથી અને તેમ છતાં હજુ તેમણે હથિયાર હેઠાં નથી મૂક્યાં.
82 વર્ષની વયે શંકરસિંહ વાઘેલાએ ફરી એક વાર પ્રજાશક્તિ ડૅમોક્રેટિક પાર્ટી નામે નવા પક્ષની રચનાની તૈયારીઓ કરી લીધી છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વાઘેલા સાથે મુલાકાતનું ટ્વીટ કરી તેમાં લખ્યું કે તેમની હવે પોતાની એક પાર્ટી છે.
શંકરસિંહ સત્તાવાર રીતે 2022ની ચૂંટણી લડવાની ક્યારે જાહેરાત કરે છે તે જોવાનું રહે છે. જોકે 2017માં પણ તેમણે જનવિકલ્પ નામે પક્ષની જાહેરાત કરી હતી.
આ અહેવાલ પૂરો વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો