મોહમ્મદ ઝુબૈરની જામીન અરજી ફગાવી, કોર્ટમાં સામસામે શું દલીલ થઈ?

ઑલ્ટ ન્યૂઝના સહસંસ્થાપક મોહમ્મદ ઝુબૈરની પોલીસ હિરાસત પૂરી થયા બાદ તેમને મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ સ્નિગ્ધા શ્રીવાસ્તવની કોર્ટમાં રજૂ કરાયા હતા.

દિલ્હી પોલીસ તરફથી સિનિયર પબ્લિક પ્રોસિક્યૂટર અતુલ શ્રીવાસ્તવે કોર્ટમાં ઝુબૈર માટે 14 દિવસની ન્યાયિક હિરાસતની માગ કરી હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

તો ઝુબૈર તરફથી દલીલ કરી રહેલાં વકીલ વૃંદા ગ્રોવરે જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને 14 દિવસ ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા હતા.

line

કોર્ટમાં શું થયું હતું?

મોહમ્મદ ઝુબૈર

ઇમેજ સ્રોત, Source - @zoo_bear

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ ઝુબૈર

સરકારી વકીલ શ્રીવાસ્તવે કોર્ટને જણાવ્યું કે આ મામલે કેટલાંક નવાં તથ્યો રેકૉર્ડ પર આવ્યાં છે. આથી પોલીસે આરોપી ઝુબૈર સામે નવી કેટલીક કલમો લગાવી છે. ઝુબૈર વિરુદ્ધ આઈપીસીની 120-બી (અપરાધિક ષડ્યંત્ર) અને 201 (પુરાવા મિટાવવા) અને ફોરેન કંટ્રીબ્યુશન (રેગ્યુલેશન) ઍક્ટની કલમ 35 પણ લગાવાઈ છે.

શ્રીવાસ્તવે કોર્ટને જણાવ્યું કે અમે ઝુબૈરના લેપટૉપ અને મોબાઇલ જપ્ત કર્યા છે. તેમાં પણ કેટલીક ચીજો મળી છે.

વૃંદા ગ્રોવરે તેના પર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે ટ્વીટ વર્ષ 2018નું છે, જ્યારે તેઓ ફોન વાપરી રહ્યા છે, એ અલગ છે. તેમણે કહ્યું કે ઝુબૈરે આ ટ્વીટનો ઇનકાર નથી કર્યો. તેમને આને લઈને ટ્વિટરને કહેવું જોઈએ કે તે તેને વેરિફાય કરે છે.

વૃંદા ગ્રોવરે કહ્યું કે "દિલ્હી પોલીસે લેપટૉપ અને મોબાઇલ જપ્ત કર્યા છે, પણ તેમાં તેમની સામે કોઈ પુરાવા નથી મળ્યા. આ મામલે તે તેમનો ગુનો સિદ્ધ કરવામાં પણ નિષ્ફળ રહી છે. દિલ્હી પોલીસ માત્ર આ મામલે બિનજરૂરી મોડું કરવાના પ્રયાસો કરી રહી છે."

મોહમ્મદ ઝુબૈર

ઇમેજ સ્રોત, Ani

ગ્રોવરે કહ્યું કે દિલ્હી પોલીસ તેમની સામે પોતાની મનઘડંત કહાણીને આગળ વધારવા માટે ગેરકાયદે રીતથી કાર્યવાહી કરી રહી છે.

તેમણે કહ્યું કે "ગુનો સાબિત કરવા માટે રેકૉર્ટ પર કોઈ સામગ્રી કે પુરાવા નથી."

દિલ્હી પોલીસે કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે. ઝુબૈરે પાકિસ્તાન અને સિરિયા સમેજ ઘણા દેશો પાસેથી કથિત રીતે વિદેશી ફંડ મેળવ્યું છે. આથી તેમની સામે એફસીઆરએની કલમ 35 લગાવી છે.

શ્રીવાસ્તવે કહ્યું કે જ્યારે દિલ્હી પોલીસે ઝુબૈરને પૂછપરછ માટે બોલાવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે એ દિવસ પહેલાં સુધી તેઓ બીજું સીમકાર્ટ અને ફોન વાપરતા હતા. જે તેમણે દિલ્હી પોલીસને બતાવ્યું હતું. નોટિસ મળ્યા બાદ તેમણે એ સીમ ફેંકી દીધું અને બીજા ફોનમાં લગાવ્યું. આ શખ્સને જુઓ, એ કેટલો ચાલાક છે.

આના પર વૃંદા ગ્રોવરે સવાલ કર્યો કે એક વ્યક્તિનું સીમ કે ફોન બદલવો એ કોઈ ગુનો છે? ફોનને રિફૉર્મેટ કરવો કોઈ ગુનો છે? શું ચતુર હોવું એ કોઈ ગુનો છે? આ બધું આઈપીસી કે કોઈ અન્ય કલમ હેઠળ કોઈ અપરાધની શ્રેણીમાં આવતું નથી. બની શકે કે તમે કોઈ વ્યક્તિને પસંદ ન કરતા હો. એ ઠીક છે પરંત તમે (તેમના વિરુદ્ધ) કોઈ પ્રકારનું દ્વેષપૂર્ણ નિવેદન ન આપી શકો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વૃંદા ગ્રોવરે કહ્યું કે દિલ્હી પોલીસ તેમને એવી રીતે ફસાવવા માગે છે જ્યાંથી નીકળવાનો કોઈ રસ્તો ન હોય. આ દેશમાં તમે એમને ખોટા મામલામાં ન ફસાવી શકો. કોર્ટે નિષ્પક્ષતાનું રક્ષણ કરવું પડશે. તેઓ અગાઉ પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા છે. તેમણે તમામ નોટિસનો પણ જવાબ આપ્યો છે. હવે તેમની કોઈ જરૂર નથી. તેઓ (પોલીસ) જાતે તેમને (ઝુબૈરને) ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માગ કરી રહી છે.

દિલ્હી પોલીસના વકીલ શ્રીવાસ્તવે કહ્યું કે આરોપીની કૉલ ડિટેલ્સ રેકૉર્ડની તપાસમાં પ્રથમ નજરે એવું જોવા મળ્યું છે કે તેમણે કથિતપણે રેઝર ગેટવે થકી પાકિસ્તાન અને સિરિયાથી ફંડ હાંસલ કર્યું છે. આવા મામલા (પૈસાની લેવડદેવડ)માં તેમનો ગુનો સાબિત કરવા માટે તપાસ કરવાની જરૂર છે.

વૃંદા ગ્રોવરે જામીન આપવાની માગ કરતાં કહ્યું કે, "મોહમ્મદ ઝુબૈર એક યુવાન પત્રકાર અને ફેક્ટ ચૅક કરનાર વ્યક્તિ છે, તેઓ એવા નાગરિક છે જેમના પર આપણે બધાએ ગર્વ કરવો જોઈએ, તેમને જામીન પર છોડી દેવા જોઈએ."

વૃંદા ગ્રોવરે કહ્યું કે તેમણે પુરાવા સાથે કોઈ છેડછાડ નથી કરી અને તેમની સામે આઈપીસીની કલમ 201 લગાવવાની વાતને ખોટી ગણાવી. તેઓ માસૂમ વ્યક્તિ છે. તેઓ પત્રકાર છે અને જવાબદાર વ્યક્તિ છે. તેથી તેમને કૃપા કરીને જામીન પર છોડી મૂકશો. બધું દિલ્હી પોલીસની આંખો સામે છે, તેઓ પાંચ દિવસથી કસ્ટડીમાં છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તેમજ શ્રીવાસ્તવે કહ્યું કે વૃંદા ગ્રોવર માત્ર પોતાની કહેલ વાતો ફરી કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, "ઝુબૈર આ મામલે તપાસ એજન્સીઓ સાથે સહયોગ નથી કરી રહ્યા. કોર્ટે તેમની જામીન અરજી ખારિજ કરી દેવી જોઈએ."

શ્રીવાસ્તવે કહ્યું કે CrPCની કલમ 41 અનુસાર પોલીસને અધિકાર અપાયા છે કે જો કોઈ વ્યક્તિની અમુક કેસમાં પોતાની ભૂમિકાને લઈને તપાસ એજન્સી સાથે સહયોગ ન કરે તો તેમની ધરપકડ કરી શકાય છે.

તેમણે પાકિસ્તાન અને સિરિયાથી વિદેશી ફંડ કેમ અને કેવી રીતે હાંસલ કર્યા, તે વિશે તપાસ થવી જોઈએ.

વૃંદા ગ્રોવરની દલીલ લઈને શ્રીવાસ્તવે કહ્યું, "એવું કહેવું કે તેઓ એક યુવાન પત્રકાર છે અને આપણે તેમના પર ગર્વ કરવો જોઈએ, તો મારે કોર્ટને એવું જણાવવું છે કે ઝુબૈરનું અભિયાન સંદિગ્ધ છે. તેથી તેમને વિદેશી ફંડ કે દાન મળી રહ્યાં છે, તેની તપાસ થવી જોઈએ. તેથી કોર્ટે તેમને જામીન ન આપવા જોઈએ."

લાઇન

કોણ છે મોહમ્મદ ઝુબૈર?

લાઇન

મોહમ્મદ ઝુબૈર ઑલ્ટ ન્યૂઝના સહસંસ્થાપક છે. ઝુબૈર આની પહેલાં ટેલીકૉમ ઇન્ટસ્ટ્રીમાં કામ કરતા હતા. તેમણે લગભગ 13 વર્ષ સુધી ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું.

ઑલ્ટ ન્યૂઝની વેબસાઇટ પર સંસ્થા વિશે માહિતી આપવામાં આવી છે તે મુજબ, "સ્વતંત્ર અને સાચા પત્રકારત્વ માટે જરૂરી છે કે તે કૉર્પોરેટ અને રાજકીય નિયંત્રણથી મુક્ત રહે. આવું ત્યારે જ શક્ય છે જ્યારે જનતા આગળ આવે અને સહયોગ કરે. ઑલ્ટ ન્યૂઝ 2017થી કામ કરી રહ્યું છે અને આ એક પૂર્ણ સ્વૈચ્છિત પ્રયાસથી સંભવ થયું છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન