IPL Final : ગુજરાત ટાઇટન્સે ફાઇનલ જીતી ઇતિહાસ રચ્યો, હાર્દિક પંડ્યા ફાઇનલના હીરો
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2022ની ટ્રૉફી જીતી ઇતિહાસ રચી દીધો છે.

ઇમેજ સ્રોત, BCCI/IPL
કૅપ્ટન હાર્દિક પંડ્યા સહિત ગુજરાતના ખેલાડીઓના ઉમદા પ્રદર્શનને કારણે ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2022ની ફાઇનલમાં જીતી લીધી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2022ની ફાઇનલમાં ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવા ઊતરેલી રાજસ્થાન રૉયલ્સને ગુજરાત ટાઇટન્સ માત્ર 130 રન પર સિમિત રાખવામાં સફળ થઈ હતી.
ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રૉયલ્સના ધમાકેદાર બૅટિંગ કરી રહેલા બૅટ્સમૅન જોશ બટલરને 39 રને આઉટ કર્યા બાદ સિમરોન હેટમાયરની પણ વિકેટ ઝડપી હતી.
ગુજરાત જાયન્ટ્સના બૉલર રાશિદ ખાને દેવદત પટ્ટીકલના રૂપમાં ટીમને ત્રીજી વિકેટ અપાવી હતી. અગાઉ રાજસ્થાન રૉયલસ્ના ધમાકેદાર બૅટ્સમૅન સંજુ સેમસને 14 રને વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યાએ તેમની વિકેટ લીધી હતી.
ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા આઠમી ઓવર ફેંકવા આવ્યા હતા ત્યારે તેમણે માત્ર એક રન આપીને સંજુ સેમસનની વિકેટ લીધી હતી. રાજસ્થાન રૉયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ 16 બૉલમાં 22 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
રાજસ્થાન રૉયલ્સે 10 ઓવરના અંતે 71 રન બનાવ્યા હતા જેમાં તેમણે 2 વિકેટ ગુમાવી હતી. રાજસ્થાનના ઑપનર જોશ બટલર બૅટિંગનો એક છેડો સાચવીને રમી રહ્યા હતા.
ઑલરાઉન્ડર પ્રદર્શનથી દર્શકોનું દિલ જીતતા આવેલા રાશિદ ખાને 4 ઓવરમાં 4.5ની ઍવરેજથી માત્ર 18 રન આપ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજસ્થાન રોયલ્સ તરફથી સૌથી વધુ રન જોસ બટલરે (39 રન) નોંધાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ (22) સાથે પહેલી વિકેટ માટે 31 રનની પાર્ટનરશીપ બાદ સમયાંતરે સતત વિકેટ પડતી રહી જેના કારણે રાજસ્થાન રોયલ્સ સન્માનજનક સ્કોર કરવામાં નિષ્ફળ ગઈ હતી.
દેવદત્ત પડિકલ (2 રન), હેટમાયર (11 રન), સંજુ સેમસન (14 રન) અને રિયાન પરાગ (15 રન) જેવા ધુરંધરો સસ્તામાં આઉટ થયા હતા.
ગુજરાત તરફથી રાશિદ ખાન, મોહમ્મદ શામી અને યશ દયાલે 1-1 જ્યારે સાઇ કિશોરે 2 તેમજ હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી.
131 રનનો ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ગુજરાતની ટીમને ઇનિંગના પ્રારંભે ઝટકો લાગ્યો હતો. રિદ્ધિમાન સાહા ઇનિંગની બીજી ઓવરમાં 5 રનના અંગત સ્કોર પર 9 રનના ટીમના સ્કોર પર આઉટ થયા હતા. સાહા પ્રસિદ્ધ ક્રિષ્નાની બૉલિંગમાં બોલ્ડ થયા હતા.
ત્યારબાદ બીજી વિકેટના રૂપે મેથ્યૂ વાડે વિકેટ ગુમાવી બેઠા.શરુઆતમાં જ વિકેટ પડતા ગુજરાતની ટીમ દબાવમાં આવીને રમતી હતી અને વિકેટ બાદની ત્રીજી ઓવર મેડન ગઈ હતી.
ત્યાબાદ મૅથ્યૂ વેડના રુપમાં ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ પડી હતી. વેડ 8 રને આઉટ થયા હતા. 4.5 ઑવરમાં 23 રનના સ્કૉર પર ગુજરાત ટાઇટન્સે બીજી વિકેટ ગુમાવી હતી. વેડની વિકેટ ટ્રેન્ટ બોલ્ટે ખેરવી હતી.
કપ્તાન હાર્દિક પંડ્યા અને શુભમન ગીલ વચ્ચે ત્રીજી વિકેટ માટે મહત્ત્વની 63 રનની ભાગીદારી નોંધાઈ હતી. હાર્દિક પંડ્યા 30 બૉલમાં 34 રન બનાવીને ચહલના બોલ પર આઉટ થયા હતા.
ગુજરાતની ઇનિંગમાં શુભમન ગીલે ધૈર્યપૂર્વકની રમત દાખવીને એક છેડો સાચવી રાખ્યો હતો. શુભમન ગીલ 45 રન પર અને ડેવિડ મિલર 32 રન પર નોટઆઉટ રહ્યા હતા. ગુજરાત ટાઇટન્સે 7 વિકેટે ફાઇનલ મૅચ જીતી લીધી હતી.

બૉલિંગમાં ગુજરાત ટાઇટન્સનું કમાલનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રૉયલ્સના ધમાકેદાર બૅટિંગ કરી રહેલા બૅટ્સમૅન જોશ બટલરને 39 રને આઉટ કર્યા બાદ સિમરોન હેટમાયરની પણ વિકેટ ઝડપી હતી.
ગુજરાત જાયન્ટ્સના બૉલર રાશિદ ખાને દેવદત પટ્ટીકલના રૂપમાં ટીમને ત્રીજી વિકેટ અપાવી હતી.
અગાઉ રાજસ્થાન રૉયલસ્ના ધમાકેદાર બૅટ્સમૅન સંજુ સેમસને 14 રને વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યાએ તેમની વિકેટ લીધી હતી.
ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા આઠમી ઓવર ફેંકવા આવ્યા હતા ત્યારે તેમણે માત્ર એક રન આપીને સંજુ સેમસનની વિકેટ લીધી હતી.
રાજસ્થાન રૉયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ 16 બૉલમાં 22 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
રાજસ્થાન રૉયલ્સે 10 ઓવરના અંતે 71 રન બનાવ્યા હતા જેમાં તેમણે 2 વિકેટ ગુમાવી હતી.
રાજસ્થાનના ઑપનર જોશ બટલર બૅટિંગનો એક છેડો સાચવીને રમી રહ્યા હતા.
ઑલરાઉન્ડર પ્રદર્શનથી દર્શકોનું દિલ જીતતા આવેલા રાશિદ ખાને 4 ઓવરમાં 4.5ની ઍવરેજથી માત્ર 18 રન આપ્યા હતા.
રાજસ્થાન રોયલ્સ તરફથી સૌથી વધુ રન જોસ બટલરે (39 રન) નોંધાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ (22) સાથે પહેલી વિકેટ માટે 31 રનની પાર્ટનરશીપ બાદ સમયાંતરે સતત વિકેટ પડતી રહી જેના કારણે રાજસ્થાન રોયલ્સ સન્માનજનક સ્કૉર કરવામાં નિષ્ફળ ગઈ હતી.
દેવદત્ત પડિકલ (2 રન), હેટમાયર (11 રન), સંજુ સેમસન (14 રન) અને રિયાન પરાગ (15 રન) જેવા ધુરંધરો સસ્તામાં આઉટ થયા હતા.
રાજસ્થાન રૉયલ્સે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ પણ ઉત્સાહ સાથે મેદાનમાં ઊતરી હતી.
64 દિવસ અગાઉ 26 માર્ચે જ્યારે આઈપીએલની શરૂઆત થઈ ત્યારે કોઈએ નહોતું વિચાર્યું કે પહેલી વખત રમી રહેલી ગુજરાતની ટીમ અને ઓછા અનુભવી કૅપ્ટન ધરાવતી રાજસ્થાનની ટીમ ફાઇનલ સુધી પહોંચશે.

બન્ને ટીમોમાં નોંધનીય પ્રદર્શન આપનારા ખેલાડીઓ

ઇમેજ સ્રોત, BCCI/IPL
બન્ને ટીમો 14 લીગ મૅચ રમી હતી. જેમાંથી ગુજરાતે 10 તો રાજસ્થાને નવ મૅચ જીતી હતી. બન્ને ટીમો બન્ને ટીમો આ પહેલાં ક્વૉલિફાયરમાં આમને-સામને આવી હતી. જેમાં રાજસ્થાનને હરાવીને ગુજરાત સીધું ફાઇનલ ફાઇનલમાં પહોંચ્યું હતું. ત્યાર બાદ રાજસ્થાન ઍલિમિનેટરમાં લખનઉ સામે જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું.
હવે વાત છે બન્ને ટીમોને ફાઇનલ સુધી પહોંચાડવામાં નોંધનીય પ્રદર્શન આપનારા ખેલાડીઓની.
ફાઇનલ સુધીમાં રાજસ્થાનનાં સાત તો ગુજરાતના આઠ ખેલાડીઓની 'મૅન ઑફ ધ મૅચ' તરીકે પસંદગી થઈ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રાજસ્થાન માટે જૉસ બટલર ત્રણ વખત, યુજવેન્દ્ર ચહલ બે વખત તેમજ કૅપ્ટન સંજૂ સૅમસન, રિયાન પરાગ, યશસ્વી જાયસવાલ, રવિચંદ્રન અશ્વિન અને ટ્રૅંટ બોલ્ટ એક-એક વખત 'મૅન ઑફ ધ મૅચ' રહ્યા.
જ્યારે ગુજરાત તરફથી ડેવિડ મિલર અને શુભમન ગિલ બે વખત જ્યારે કૅપ્ટન હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, રિદ્ધિમાન સહા અને રાહુલ તેવતિયા આ ટૂર્નામૅન્ટમાં એક-એક વખત 'મૅન ઑફ ધ મૅચ રહી ચૂક્યા છે.'
રાજસ્થાન તરફથી ટૂર્નામૅન્ટમાં સૌથી સારું પ્રદર્શન કરનારા પાંચ ખેલાડીઓમાં જૉસ બટલરે 824 રન અને સંજૂ સૅમસને 444 રન બનાવ્યા છે. યુજવેન્દ્ર ચહલે 26 વિકેટ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 18 વિકેટ લીધી છે. જ્યારે રવિચંદ્રન અશ્વિને 185 રન બનાવ્યા છે અને 12 વિકેટ લીધી છે.
ગુજરાત માટે કૅપ્ટન હાર્દિક પંડ્યા પોતાના ઑલરાઉન્ડ પ્રદર્શનથી ટૉપ પર્ફોમર છે. તેમણે 453 રન બનાવ્યા છે અને પાંચ વિકેટ પણ લીધી છે. એ પણ એવા સમયે જ્યારે ટીમને તેમની સૌથી વધારે જરૂરત હતી.
જ્યારે પોતાની બે-બે વિનિંગ ઇનિંગ્સ સાથે ડેવિડ મિલરે 449 રન તો શુભમન ગિલે 438 રન બનાવ્યા છે. જ્યારે મોહમ્મદ શમીએ 19 વિકેટ તો રાશિદ ખાને પણ 18 વિકેટ લેવાની સાથેસાથે પોતાના બૅટથી પણ સારું પ્રદર્શન આપ્યું છે.


આઈપીએલનાં 15 વર્ષમાં રાજસ્થાન રૉયલ્સનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, BCCI/IPL
આઈપીએલના સૌથી પહેલા સંસ્કરણ 2008માં ટ્રૉફી જીત્યા બાદ રાજસ્થાન અત્યાર સુધી ફરી વખત ક્યારેય ટ્રૉફી જીતી શક્યું નથી. આ વચ્ચે મુંબઈએ પાંચ વખત જ્યારે ચેન્નઈ ચાર વખત ટ્રૉફી જીતી છે.
2008માં શેન વૉર્નની કૅપ્ટન્સીમાં ટીમને શરૂઆતમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બાદમાં 15માંથી 13 મૅચ હારીને પહેલી ટ્રૉફી પોતાને નામ કરી હતી.
2009, 2010 અને 2011માં પણ શેન વૉર્ન જ કૅપ્ટન હતા પણ ટીમ ક્રમશઃ છઠ્ઠા, સાતમાં અને છઠ્ઠા ક્રમાંકે રહી.
2012માં કૅપ્ટન્સી રાહુલ દ્રવિડ પાસે આવી પરંતુ ટીમ પ્લેઑફથી દૂર સાતમાં સ્થાને રહી. બીજા વર્ષે 2013માં રાહુલ દ્રવિડની કૅપ્ટન્સીમાં જ ટીમ ત્રીજા ક્રમાંકે રહી અને પાંચ વર્ષ બાદ પ્લેઑફમાં પહોંચી.
જોકે, બીજી ક્વૉલિફાયરમાં પહોંચ્યા બાદ ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર રાહુલ દ્રવિડે આ સાથે જ આઈપીએલમાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












