જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ : જ્ઞાનવાપી ભારતને બાબરી મસ્જિદ જેવા વધુ એક વિવાદના ચક્રવ્યૂહમાં ફસાવી દેશે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, ભારતના સંવાદદાતા

વિશ્વનાં સૌથી પ્રાચીન શહેરો પૈકીના એક વારાણસીમાં હિંદુઓ અને મુસ્લિમો માટે એકબીજાની અડોઅડ આવેલાં મંદિર અને મસ્જિદમાં પ્રાર્થના અને નમાજ હવે માથાનો દુખાવો બની ગયાં છે.

વારાણસીમાં વિવાદિત સ્થળ પર જ્ઞાનવાપી મસ્જિદ દ્વારા ઘડવામાં આવેલ વિશ્વનાથ મંદિરની સુવર્ણ ટોચ

ઇમેજ સ્રોત, ROBERT NICKELSBERG/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વારાણસીમાં વિવાદિત સ્થળ પર જ્ઞાનવાપી મસ્જિદ દ્વારા ઘડવામાં આવેલ વિશ્વનાથ મંદિરની સુવર્ણ ટોચ

જ્ઞાનવાપીનું રક્ષિત સંકુલ એના આવા જ ઇતિહાસ તરફ નિર્દેશ કરે છે. જ્ઞાનવાપી મસ્જિદ 16મી સદીના ભવ્ય હિન્દુ મંદિર કાશી વિશ્વનાથ મંદિરના કાટમાળ પર બાંધવામાં આવી હોવાનો દાવો છે.

છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર 1669માં મંદિરનો આંશિક રીતે નાશ કરવામાં આવ્યો હતો.

હવે આ સ્થળ વિવાદમાં સપડાયું છે જે હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં વિવાદનું નવું મોજું ફેલાવી શકે છે, જ્યાં મુસ્લિમો સૌથી મોટી ધાર્મિક લઘુમતી છે.

હિંદુ અરજદારોના એક સમુહે સ્થાનિક કોર્ટમાં મસ્જિદની પાછળના ભાગે અને સંકુલની અંદરનાં અન્ય સ્થળોએ પૂજાની મંજૂરી માગતી અરજી કરી છે.

કોર્ટના આદેશમાં મસ્જિદના વિડિયો-રેકૉર્ડેડ સર્વેક્ષણની મંજૂરી આપવામાં આવી હતી. એવું કહેવાય છે કે પૂરાવામાં હોજમાં રહેલો એક પથ્થર શિવલિંગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, આ દાવા સામે મસ્જિદ સત્તાવાળાઓએ વાંધો ઉઠાવ્યો છે.

એ બાદ, મસ્જિદના સત્તાવાળાઓને તેમનો કેસ રજૂ કરવાની તક આપ્યા વિના કોર્ટે મસ્જિદનો એક ભાગ સીલ કરી દીધો છે. વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેણે મંગળવારે કહ્યું હતું કે સંકુલને સુરક્ષિત કરવામાં આવશે અને મસ્જિદમાં નમાજ ચાલુ રહેશે.

આનાથી જેને 1992માં પવિત્ર શહેર અયોધ્યામાં હિંદુ ટોળા દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી હતી એ 16મી સદીની બાબરી મસ્જિદ જેવો દાયકાઓ સુધી ચાલેલો વિવાદ ફરીથી ઊભો થાય એવી આશંકા છે.

બાબરી મસ્જિદના ધ્વંસ સાથે હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ ભાજપ દ્વારા છ વર્ષ લાંબી ઝુંબેશની પરાકાષ્ઠા આવી અને તે પછી હુલ્લડો ફાટી નીકળ્યાં જેમાં લગભગ 2,000 લોકો માર્યા ગયા.

2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે અયોધ્યામાં વિવાદિત સ્થળ હિન્દુઓને આપવામાં આવે જે હવે ત્યાં મંદિર બનાવી રહ્યા છે. મુસ્લિમોને મસ્જિદ બાંધવા માટે બીજી જમીન ફાળવવામાં આવી છે.

1991નો એક કાયદો છે જેને 'વર્શીપ ઍક્ટ 'કહેવામાં આવે છે, તે પૂજાસ્થળની પ્રકૃતિમાં બદલાવને પ્રતિબંધિત કરે છે અને તે ભારતના સ્વતંત્રતાદિવસ 15 ઑગસ્ટ 1947ના રોજની સ્થિતિ પ્રમાણે જાળવી રાખે છે.

વારાણસીમાં વિવાદના ટીકાકારો કહે છે કે આ કાયદાનું ઉલ્લંઘન છે. અગ્રણી મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસી કહે છે કે "અહી મસ્જિદ છે અને મસ્જિદ જ રહેશે."

line

"સત્ય ઉજાગર કરવું જ રહ્યું..."

બાબરી વિવાદ 1992માં એક ચરમ બિંદુ પર પહોંચ્યો જ્યારે એક હિંદુ ટોળાએ મસ્જિદનો નાશ કર્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાબરી વિવાદ 1992માં એક ચરમ બિંદુ પર પહોંચ્યો જ્યારે એક હિંદુ ટોળાએ મસ્જિદનો નાશ કર્યો

ઉત્તર પ્રદેશ રાજ્યમાં સત્તારૂઢ પાર્ટી ભાજપના વારાણસીસ્થિત એક નેતા માને છે કે પથ્થરમાં ગોઠવણ જેવું કંઈ નથી. નાયબ મુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્ય કહે છે, "સત્ય ઉજાગર કરવું જ રહ્યું... અમે આ મામલે કોર્ટના આદેશનું સ્વાગત કરીશું અને તેનું પાલન કરીશું."

જોકે એ એકદમ સ્પષ્ટ નથી કે કયું સત્ય ઉજાગર કરવું જોઈએ!

જેમ કે વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે કે સ્થળ પર મંદિર હતું. હાર્વર્ડ યુનિવર્સિટીમાં 'તુલનાત્મક ધર્મ અને ભારતીય અધ્યયન'નાં પ્રોફેસર ડાયના ઍલ ઍકના જણાવ્યા અનુસાર, "મંદિર વિસ્તાર અને કલાકૃતિમાં ભવ્ય હતું, જેના કેન્દ્રીય ગર્ભગૃહની આસપાસ આઠ મંડપ હતા".

પ્રોફેસર કહે છે કે એક સદી કરતાં પણ ઓછા સમયમાં મંદિરને "ઔરંગઝેબના આદેશથી તોડી પાડવામાં આવ્યું હતું" એવું પણ સ્થાપિત થયું છે. "અડધું તોડી પાડવામાં આવેલું મંદિર વર્તમાનમાં જ્ઞાનવાપી મસ્જિદના પાયામાં છે".

એ પણ સ્વીકારવામાં આવે છે કે મસ્જિદ-મંદિરના ખંડેર પર બનેલી છે. પ્રોફેસર ડાયનાના વર્ણનમાં "જૂના મંદિરની એક દીવાલ હજુ પણ ઊભી છે, જે મસ્જિદના અવશેષો વચ્ચે હિન્દુ આભૂષણની જેમ ઊભી છે".

"જ્યારે મસ્જિદને પાછળના ભાગેથી જોવામાં આવે છે, ત્યારે બે પરંપરાઓમાં નાટકીય વિસંગતતા સ્પષ્ટ થાય છે; જૂના મંદિરની અલંકૃત પથ્થરની દીવાલ તેની ખંડેર સ્થિતિમાં પણ ભવ્ય દેખાય છે, આજની મસ્જિદના સાદા સફેદ પથ્થરો ગુંબજ રૂપે ટોચ પર છે".

line

ઉદ્દેશ પાઠ ભણાવવાનો હતો?

વારાણસીમાં મંદિર અને મસ્જિદની જગ્યાની ભારે સુરક્ષા કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, ROBERT NICKELSBERG/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વારાણસીમાં મંદિર અને મસ્જિદની જગ્યાની ભારે સુરક્ષા કરવામાં આવી છે

'ઔરંગઝેબ: ધ મઍન ઍન્ડ ધ મિથ'ના લેખક ઓડ્રે ટ્રુશકેના જણાવ્યા અનુસાર, હકીકત એ છે કે મંદિરના ખંડેરની દીવાલનો એક ભાગ ઇમારતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ કદાચ "મુગલ સત્તાનો વિરોધ કરવાનાં ભયંકર પરિણામો વિશે પાઠ ભણાવવાનો હોઈ શકે છે".

ઇતિહાસકારો માને છે કે ઔરંગઝેબ દ્વારા મંદિર પર હુમલો કરવા પાછળનું એક કારણ એ હતું કે મંદિરના આશ્રયદાતાઓએ હિંદુ રાજા અને મુઘલોના સૌથી મોટા દુશ્મન શિવાજીને જેલમાંથી નાસી છૂટવામાં મદદ કરી હોવાનું માનવામાં આવે છે.

યુનિવર્સિટી ઑફ ઍએરિઝોનામાં દક્ષિણ એશિયાઈ ઇતિહાસ ભણાવતા રિચાર્ડ એમ. ઈટન કહે છે, "જે મંદિરો રાજ્યસત્તાને આધીન થઈ ગયાં હતાં પરંતુ પાછળથી વિદ્રોહી બન્યાં હતાં તેને મુગલ શાસકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યાં હતાં."

પ્રોફેસર ઈટને 12મી અને 18મી સદી વચ્ચે ભારતમાં મંદિરોને અપવિત્ર કરનારાં 80 ઉદાહરણોનો અભ્યાસ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, ઔરંગઝેબનાં 49 વર્ષના શાસન દરમિયાન મુગલ અધિકારીઓ દ્વારા ઓછાંમાં ઓછાં 14 મંદિરો તો "પાક્કેપાયે તોડી પાડવામાં આવ્યાં હતાં".

તેઓ કહે છે, "ભારતીય ઇતિહાસમાં કેટલાં મંદિરોને અભડાવવામાં આવ્યાં છે તે આપણે ક્યારેય જાણી શકીશું નહીં." જોકે, મુસ્લિમ શાસન હેઠળ 60,000 જેટલાં મંદિરો તોડી પાડવામાં આવ્યાં હોવાના જમણેરીઓ દ્વારા કરવામાં આવેલા અતિશયોક્તિપૂર્ણ દાવાઓ સાથે ઇતિહાસકારો સહતમ નથી.

line

મુગલો પણ પ્રાચીન ભારતીય ઉદાહરણને અનુસરતા હતા?

વારાણસી એ વિશ્વના સૌથી પ્રાચિન શહેરોમાંનું એક છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વારાણસી એ વિશ્વના સૌથી પ્રાચિન શહેરોમાંનું એક છે

પ્રોફેસર ઈટન કહે છે કે મંદિરોને અપમાનિત કરવામાં, મુગલ શાસકો પ્રાચીન ભારતીય ઉદાહરણને અનુસરતા હતા.

તેઓ ઉમેરે છે કે 12મી સદીના ઉત્તરાર્ધથી મુસ્લિમ રાજાઓ અને ઓછામાં ઓછા 7મી સદીથી હિંદુ રાજાઓએ "દુશ્મન રાજાઓ અથવા રાજ્યના બળવાખોરોનાં મંદિરો ઉપર લૂંટ ચલાવી હતી, તેમનો પુનરુદ્ધાર કર્યો હતો અથવા તોડી પાડ્યાં હતાં. એ રીતે તેમની ભૂતપૂર્વ સાર્વભૌમ સત્તાને રાજકીય રીતે ધ્વસ્ત કરી હતી."

ઇતિહાસકારો કહે છે કે આ અપવાદરૂપ કિસ્સા નથી. યુરોપિયન ઇતિહાસમાં ધાર્મિક ઘર્ષણ અને ચર્ચોની અપવિત્રતાની લાંબી કથાઓ છે.

ઉદાહરણ તરીકે ઉત્તર યુરોપમાં, 18મી સદીમાં પ્રોટેસ્ટન્ટ બળવા દરમિયાન ઘણાં કૅથોલિક માળખાં તોડી પાડવામાં આવ્યાં અથવા અપવિત્ર કરવામાં આવ્યાં હતાં. આવાં ઉદાહરણોમાં 1566માં યુટ્રેક્ટ કૅથેડ્રલની અપવિત્રતા અથવા 1559માં સ્કૅટલૅન્ડમાં સેન્ટ ઍન્ડ્રુઝ કૅથેડ્રલને સંપુર્ણ ધ્વંશ કરવાની ઘટના સામેલ છે.

જોકે, વરિષ્ઠ વિવેચક પ્રતાપભાનુ મહેતાના અવલોકન અનુસાર: "જો ઇતિહાસને ઇતિહાસ તરીકે જ રહેવા દેવામાં આવે, ઇતિહાસને બિનસાંપ્રદાયિક નૈતિકતાનો પાયો ન બનાવવામાં આવે તો બિનસાંપ્રદાયિકતા વધુ અસરકારક બનશે." અને તે રીતે જોતાં વારાણસીમાં ચાલી રહેલો વિવાદ ફક્ત "બીજો સાંપ્રદાયિક મોરચો" ખોલીને જ સમાપ્ત થઈ શકે છે.

line

બાત નિકલેગી તો ફિર...

19મી સદીમાં જ્ઞાનવાપી મસ્જિદનું સ્કેચ

ઇમેજ સ્રોત, DEAGOSTINI/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 19મી સદીમાં જ્ઞાનવાપી મસ્જિદનું સ્કેચ

જમણેરી કટારલેખક સ્વપન દાસગુપ્તા આવી ચિંતાઓને અપરિપક્વ ગણાવતાં લખે છે, "હજી સુધી, મસ્જિદને હટાવવાની અને અગાઉની હાલની સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની કોઈ માગ નથી... ઉપરાંત કાયદો મંદિરના વર્તમાન ધાર્મિક સ્વરુપમાં ફેરફાર કરવા માટે કોઈ અવકાશને મંજૂરી આપતો નથી."

તેમણે ઉમેર્યું, "એ રીતે જોતાં વારાણસીમાં વર્તમાન ઝઘડાનો ઉદ્દેશ્ય ઉપાસકો માટે વધુ જગ્યા સુરક્ષિત કરવાનો છે."

આવી બાંયધરી પર બહુ લોકોને વિશ્વાસ નથી હોતો. ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતે પૂજાસ્થાનોના કાયદાને પડકારતી અરજી સ્વીકારી હતી, જે પોતે જ નવી 'ફોલ્ટ લાઇન' ખોલી શકે છે.

ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ મદન લોકુર કહે છે, "આ ઝુંબેશ (વારાણસીમાં) અન્ય ધર્મસ્થાનો કે જેના પર (હિંદુ) દાવાઓ છે તેના સંદર્ભમાં માગણીઓની શ્રેણીની માત્ર શરૂઆત છે."

જે સહજ રીતે લાંબા સંઘર્ષ તરફ દોરી શકે છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો