ગુજરાતમાં એક અઠવાડિયામાં 2180 કરોડનું ડ્રગ કઈ રીતે ઝડપાયું?
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ શુક્રવારે પત્રકારપરિષદ યોજીને તાજેતરમાં રાજ્યનાં વિવિધ સ્થળોએથી ઝડપી પાડવામાં આવેલા ડ્રગ્સ અંગે માહિતી આપી હતી.
ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યુ હતું, "ઇન્ડિયન કૉસ્ટગાર્ડ અને એટીએસના સંયુક્ત ઑપરેશનની મદદથી કરાચીની 'અલ હજ' નામની બોટમાંથી 280 કરોડનું 56 કિલો હેરોઇન ઝડપાયું હતું. રિમાન્ડ લેવામાં આવ્યા છે અને એટીએસની પુછપરછ ચાલુ છે."

ઇમેજ સ્રોત, Getty Images
ડીજીપીએ કહ્યું હતું, "200 રાઉન્ડ ફાયર કર્યા પછી બોટ હાથમાં આવી હતી. ફાયરિંગમાં ટંડેલને ઈજા થઈ છે અને તે સારવાર હેઠળ છે. ટંડેલની તબિયત સુધારા પર આવશે ત્યારે તેમનું નિવેદન લેવામાં આવશે."
"સંબંધિત તપાસ માટે એટીએસ ટીમને દિલ્હી અને મુઝફરનગર મોકલવામાં આવી હતી."
ડ્રગ્સના અફઘાનિસ્તાન કનેક્શન અંગે તેમણે કહ્યું, "જેમાં મુઝફરનગરમાં 35 કિલો હેરોઇન પકડાયું છે, 4 આરોપી ઝડપાયા છે. આરોપીમાં એક કંદહારનો અબ્દુલ કાકડ પકડાયો છે. અબ્દુલ કાકડ મેડીકલ ટૂરિઝમ હેઠળ ભારતમાં આવ્યો હતો અને શરુઆતમાં અનુવાદનું કામ કરતો હતો અને બાદમાં ડ્રગના ધંધામાં જોતરાયો હતો. અન્ય આરોપી હૈદર રાઝી મુઝફ્ફરનગરમાં ડ્રગ આપતો હતો અને 1-1 કિલો પૅકેટમાં વિતરણ કરતો હતો."
"દિલ્હી તપાસ અર્થે ગયેલી એનસીબી ટીમને પણ શાહિનબાગમાંથી 50 કિલો હેરોઇન મળી આવ્યું છે."
"આ જ સંબંધમાં અમૃતસર પાકિસ્તાન બોર્ડર પરથી મુલેઠીમાં મિશ્ર કરીને 102 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. તે પણ હૈદર રાઝીનો માલ હતો."
"ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપી એનસીબી દિલ્હી પાસે છે અને બે આરોપી ગુજરાત પોલીસ પાસે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજુલા પાસેના પીપાવાવ પૉર્ટ પરથી યાર્નમાં મિશ્રિત હેરોઇનના જથ્થા અંગે ડીજીપીએ કહ્યું, "આ સિવાય એટીએસ અને ડીઆરઆઈની સંયુક્ત ટીમે પીપાવાવ પૉર્ટ પર પાંચ મહિના પહેલાં એક કન્ટેનરને જપ્ત કર્યું હતું જેમાં 436 કિલો યાર્ન હતું. આ યાર્ન ઉપર હેરોઇનનો ઢોળ ચડાવેલો હતો.
કન્ટેનરમાં હેરોઇનની માત્રા 80થી 90 કિલો જેટલી છે અને તેની કિંમત 450 કરોડ રુપિયા જેટલી થાય છે."

ક્યાંથી ડ્રગ્સ કેવી રીતે પકડાયું?

ઇમેજ સ્રોત, Getty Images
લોકલ નેટવર્કને પકડી પાડવાની કામગીરી ચાલી રહી છે.
કંડલા પૉર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે ડીજીપીએ કહ્યું હતું, "કંડલા પૉર્ટ પર જીપ્સમથી ભરેલા 17 કન્ટેનરની તપાસ કરતા એક કન્ટેનરમાંથી 205 કિલો હેરોઇન પકડાયું હતું. "
એટીએસને શ્રેય આપતાં તેમણે કહ્યું, "કંડલા, પીપાવાવ અને બોટમાંથી મળેલું અને શાહિનબાગમાંથી મળેલું ડ્રગ્સ એટીએસની માહિતીથી પકડાયું છે."
"ઝડપી કામગીરી એટીએસ અને એનસીબીના સંકલનથી શક્ય બની છે."
તાજેતરમાં ઝડપાયેલા કુલ ડ્રગ્સના જથ્થા અંગે ડીજીપીએ કહ્યું હતું, "છેલ્લા અઠવાડિયામાં 2180 કરોડ ઉપરાંતની કિંમત 436 કિલો હેરોઇન ઝડપાયું હોવાની બાતમી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












