બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનને તેમની ગુજરાત યાત્રામાં અમિતાભ અને સચીન કેમ યાદ આવ્યા?

બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાત ગયા હતા. શુક્રવારે દિલ્હીમાં બંને દેશોના નેતાઓ વચ્ચે સંરક્ષણ, વેપાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

જોન્સને ગુજરાતમાં ભવ્ય સ્વાગત બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને તેમને તેમના "ખાસ મિત્ર" ગણાવ્યા હતા.

પીએમ બોરિસ જોન્સન અને પીએમ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

જોન્સન ગુરુવારે વડા પ્રધાન મોદીના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું.

જોન્સનના સ્વાગત માટે ઍરપૉર્ટની બહાર પરંપરાગત ગુજરાતી નૃત્ય અને સંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

ત્યારબાદ તેઓ અમદાવાદના ગાંધી આશ્રમ પહોંચ્યા અને ચરખા પર પણ હાથ અજમાવ્યો હતો.

line

'મને સચીન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવું લાગ્યું'

પીએમ બોરિસ જોન્સન અને પીએમ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

બોરિસ જોન્સને વડા પ્રધાન મોદી સાથે મીડિયાને સંબોધિત કર્યા.

તેમના સંબોધનમાં તેમણે કહ્યું, "હું મારા ખાસ મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. મેં અહીં બે અદ્ભુત દિવસ વિતાવ્યા. હું વડા પ્રધાન મોદીના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાત લેનારો પ્રથમ કન્ઝર્વેટિવ વડા પ્રધાન છું."

તેમણે આગળ કહ્યું, "ત્યાં મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, મને હું સચીન તેંડુલકર હોઉ એવું લાગ્યું. અમિતાભ બચ્ચનની જેમ દરેક જગ્યાએ મારો ચહેરો હતો. પડકારજનક સમયમાં આજે સવારે અમારી બંને વચ્ચે સારી વાતચીત કરી."

line

આ મુદ્દાઓ પર મોદી-જોન્સન વચ્ચે ચર્ચા થઈ

બોરિસ જોન્સનનું ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઍરપૉર્ટ પર સ્વાગત કર્યું હતું

ઇમેજ સ્રોત, GUJARAT INFORMATION DEPARTMENT

ઇમેજ કૅપ્શન, બોરિસ જોન્સનનું ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઍરપૉર્ટ પર સ્વાગત કર્યું હતું

ગુજરાતની મુલાકાત બાદ જોન્સન દિલ્હી પહોંચ્યા અને અહીં તેમણે વડાપ્રધાન મોદી સાથે સંરક્ષણ, વેપાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે તેમણે ભારત સાથે પાંચ ક્ષેત્ર (ભૂમિ, સમુદ્ર, વાયુ, અંતરિક્ષ અને સાયબર)માં આગળની પેઢીના સંરક્ષણ સહયોગની વિગતવાર ચર્ચા કરી છે.

તેમણે કહ્યું છે કે આ એટલા માટે પણ જરૂરી છે કે બંને દેશો "નવાં જટિલ જોખમો" સાથે ઝઝૂમી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

બોરિસ જોન્સનનું આ નિવેદન શુક્રવારે નવી દિલ્હીમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની દ્વિપક્ષીય બેઠક બાદ સામે આવ્યું છે. આ બેઠક બાદ બંને વડા પ્રધાનોએ મીડિયાને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પીએમ જોન્સન અહીં ભારત તેની આઝાદીની 75મી વર્ષગાંઠની અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું, "ગયા વર્ષે આપણે બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરી હતી અને વર્તમાન દાયકામાં બંને દેશો વચ્ચેના સંબંધોને દિશા આપવા માટે મહત્ત્વાકાંક્ષી 'રોડમેપ 2030' પણ લૉન્ચ કર્યો હતો."

તેમણે વધુમાં કહ્યું કે તાજેતરની વાટાઘાટમાં બંને દેશોએ તે રોડમેપ પર થયેલી પ્રગતિનું મૂલ્યાંકન કર્યું અને ભવિષ્ય માટે કેટલાંક લક્ષ્યો નક્કી કર્યાં છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો