લિઝર્ડ પર ચાર લોકોએ 'બળાત્કાર' કર્યો, મોબાઇલ વીડિયોથી કઈ રીતે સામે આવ્યો મામલો?
મહારાષ્ટ્ર વનવિભાગે કથિત રીતે બેંગાલ મૉનિટર લિઝર્ડ પર દુષ્કર્મ આચરવાના મામલે ચાર શિકારીઓની ધરપકડ કરી હતી. સહ્યાદ્રી ટાઇગર રિઝર્વમાં દુષ્કર્મની આ ઘટના ત્યારે સામે આવી જ્યારે વનવિભાગના અધિકારીઓએ આરોપીઓના મોબાઇલ ચેક કર્યા. જેમાં આ ઘટનાનો વીડિયો મળી આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના ગોથાણે કથિત રીતે વન્યપ્રાણી સાથે દુષ્કર્મ કરવાના આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી.
આ આરોપીઓ શિકાર કરવા માટે ગેરકાયદે રીતે સહ્યાદ્રીના આ વિસ્તારમાં ઘુસ્યા હતા. મહારાષ્ટ્રના વનવિભાગના અધિકારીઓએ શિકાર કરવા ઘુસેલા આ આરોપીના મોબાઇલ ચેક કર્યા ત્યારે કથિત રીતે લિઝર્ડ સાથે કરેલા સામૂહિક દુષ્કર્મનો વીડિયો તેમને મળી આવ્યો હતો.મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ચંદોલી નેશનલ પાર્ક ખાતે કેટલાક લોકોએ પ્રાણીના શિકાર માટે ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેમાં આરોપીઓએ કેટલાંક પ્રાણીઓનો શિકાર કર્યો હોવાની વાત પણ જાણવા મળી હતી.
પરંતુ આ ઘટનાના એક આરોપીના મોબાઇલમાંથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો પણ મળી આવ્યો છે. જેમાં આરોપીઓ એક બેંગાલ મૉનિટર લિઝર્ડ સાથે 'દુષ્કર્મ' આચર્યું હોવાનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમને હાલ જામીન મળી ગયા છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

ખરેખર શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
નોંધનીય છે કે ઑલ ઇન્ડિયા ટાઇગર સેન્સસ માટે ચંદોલી રાષ્ટ્રીય ઉદ્યાનની ફૉરેસ્ટ રેન્જમાં ટ્રૅપ કૅમેરા ગોઠવાયેલા છે. કૅમેરાનું ફૂટેજ તપાસવાની કાર્યવાહી આદરતી વખતે કેટલાક અધિકારીઓને જાણવા મળ્યું કે મારલેશ્વર સડાના ફૂટપાથ ખાતેથી એક કૅમેરાની ચોરી કરાઈ હતી. પરંતુ અન્ય એક કૅમેરામાં શકમંદોનાં દૃશ્યો ઝડપાઈ ગયાં હતાં.
કૅમેરામાં દેખાઈ રહેલા લોકો હથિયાર સાથે શિકાર કરવા માટે ફરી રહ્યા હતા. આ ઘટના 21 માર્ચના રોજ બની હતી. એ સમયે ફૉરેસ્ટ કન્ઝર્વેશન ઍક્ટ, 1972 અંતર્ગત અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
કેટલાક સમાચાર અહેવાલો અનુસાર તે બાદ તપાસ કરનારી ટીમે હાતિવ ગામ ખાતે તપાસ શરૂ કરી. આ ગામ ખાતે તપાસાધિકારીઓ આવતાં ગામમાં શંકાસ્પદ મૂવમૅન્ટ શરૂ થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તપાસના અંતે એક આરોપી પકડવામાં આવ્યા. આ આરોપીએ કબૂલ્યું કે તેઓ બિનપ્રમાણિત શિકાર માટે ટાઇગર પ્રોજેક્ટ ખાતે પ્રવેશ્યા હતા.
તેના બીજા દિવસે રત્નાગિરીના સંગમેશ્વર તાલુકાના મરલ ગામમાંથી વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. તે બાદ વધુ એક આરોપીની ધરપકડ કરાઈ.
આ ત્રણેય વ્યક્તિઓએ પણ શિકારના હેતુસર વનક્ષેત્રમાં પ્રવેશ્યાની વાત કબૂલી. આ ઘટનામાં સંદીપ તુકારામ પવાર, મંગેશ કમાટેકર, અક્ષય કમાટેકર અને રમેશ ઘાગની ધરપકડ કરાઈ હતી.
આરોપીઓના મોબાઇલની તપાસ કર્યા બાદ શિકાર કરાયેલ પ્રાણીઓની તસવીરો મળી આવી. તેમણે સસલાં, હરણ અને પેંગોલિન જેવાં પ્રાણીઓનો શિકાર કરાયો હોવાની વાત સામે આવી.
વનખાતાના અધિકારીઓને વધુ તપાસમાં એક વીડિયો પણ મળી આવ્યો જેમાં આરોપીઓ સાડા ચાર ફૂટની બેંગાલ મૉનિટર લિઝર્ડ પર સૃષ્ટિ વિરુદ્ધ અત્યાચાર કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું.
તેથી વનઅધિકારીઓને શંકા છે કે આરોપીઓએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે.

આરોપીઓને જામીન મળ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસી મરાઠી સાથે આ મામલે વાત કરતાં ચંદોલી વાઇલ્ડ લાઇફના ફૉરેસ્ટ રેન્જર નંદકુમાર નલવડેએ કહ્યું કે, "આરોપીઓએ પ્રાણીઓનો શિકાર કર્યો હોવાની વાત કબૂલી છતાં તેમણે લિઝર્ડ પર 'દુષ્કર્મ' આચર્યાની વાત કબૂલી નહોતી."
તેમણે કહ્યું કે આ કારણે આ ઘટનાનો વીડિયો સાઇબર પોલીસને તપાસ માટે મોકલી દેવાયો છે જે બાદ તે અંગે વધુ વિગતો સામે આવશે.
જો આ આરોપો સાબિત થઈ શકે તો આરોપીઓને વન્યજીવ સંરક્ષણ ધારો, 1972 અંતર્ગત પાંચ લાખ રૂપિયાનો દંડ અથવા સાત વર્ષની કઠોર કેદની સજા મળી શકે છે.
જોકે, દુષ્કર્મ અંગેની વાત સાબિત થશે તો આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 377 અંતર્ગત દસ વર્ષની સજા થઈ શકે તેવી જોગવાઈ છે.
ચારેય આરોપીઓને 8 એપ્રિલના રોજ દેવરુખ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. જોકે, દરમિયાન આરોપીઓના જામીન માટેની અરજીની સુનાવણી થઈ જેમાં તેમને જામીન મળી ગયા હતા.
વન્યજીવોને પાળવાં, વેચવાં કે તેમનો શિકાર કરવો એ વન્યજીવ સંરક્ષણ કાયદા અંતર્ગત ગુનો છે. તેથી વનવિભાગે લોકોને અપીલ કરી છે કે જો તેમને આવી કોઈ પણ ઘટનાની માહિતી મળે તો તેની જાણ ટોલ ફ્રી નંબર 1926 પર કરવી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












